સુરત, તા.22 ફેબ્રૂઆરી…
શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા યુગલ વચ્ચે લાંબા ખટરાગ વચ્ચે અસાધારણ બાબતે થયેલી માથાકૂટ માં પરિણીતાએ જીવ ગુમાવ્યો હતો. પત્નીને શરીર સુખની ના પાડ્યા બાદ પતિ પોર્ન વીડિયો જોવા માંડતાં તેઓ વચ્ચે ડખો થયો હતો. આ મુદ્દે બીજા દિવસે સવારે પણ માથાકૂટ થતાં પતિએ પત્નીને સળગાવી દીધી હતી. બે દિવસની સારવાર બાદ પત્નીનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર કતારગામની ધ્રુવતારક સોસાયટીમાં કિશોર જવેર પટેલ તેની પત્ની કાજલ સાથે રહેતો હતો. બનાસકાંઠાના પાલનપુર તાલુકાનું સલ્લા ગામનો વતની કિશોર અહીં હીરાના કારખાનામાં નોકરી કરતો હતો. તેના લગ્ન રાજેશ મિશ્રાની દીકરી કાજલ સાથે એક વર્ષ પહેલાં થયા હતા. કાજલ મૂળ મુંબઈના કુર્લા ની રહેવાસી હતી. આમ તો તેઓના લવ મેસેજ હતાં, પરંતુ તેઓ વચ્ચે મન મેળ નહોતો. કિશોરને અશ્લીલ ગંદા વીડિયો જોવાની ટેવ હોય અવારનવાર પતિ-પત્ની વચ્ચે આ મામલે ઝઘડો થતો હતો. આ ઝઘડામાં કાજલ બે વખત પિયર જતી રહી અને પાછી આવી હતી.

દરમિયાન ગત 19મી ફેબ્રુઆરીના રોજ કિશોર કારખાનેથી આવ્યો હતો. પતિ આવ્યો ત્યારે કાજલે તેને છાતીમાં દુખતું હોવાની ફરિયાદ કરી હતી. તબિયત સારી ન હોવાનું કહેનારી કાજલ માટે તે આઈસ્ક્રીમ લઇ આવ્યો હતો. ત્યારબાદ કાજલે ભૂખ લાગી હોવાનું કહેતાં કિશોરે તેણી માટે ભજીયા બનાવ્યા હતાં. આ ભજીયા સારા ન લાગતાં કાજલે માથાકૂટ કરી હતી. આઇસ્ક્રીમ લાવ્યો, ભજીયા બનાવી ખવડાવ્યા છતાં ઝઘડો કરે છે એમ કહી કિશોર અંદરની રૂમમાં સૂવા માટે જતો રહ્યો હતો. કાજલ પણ તેની પાછળ પાછળ ગઇ હતી.

અહીં કાજલે સેક્સની ઇચ્છા વ્યક્ત કરી હતી. કચકચના કારણે કિશોરે કાજલથી અળગા રહેવાનું પસંદ કર્યું. તેણે ગુસ્સામાં હોય તેણે કાજલને ધુત્કારી અને સેક્સની ના પાડી દીધી હતી. શરીર સંબંધની ના પાડ્યા બાદ કિશોરેની તેની આદત અનુસાર પોર્ન વીડિયો જોવા માંડ્યો હતો.પોતાની સેક્સની ઇચ્છા નકારી પતિ પોર્ન વીડિયો જુએ એ કાલજથી સહન થયું ન હતું.
અશ્વીલ વીડીયો જોવા મામલે તેઓ વચ્ચે ફરી ઝઘડો થયો હતો. લડી ઝઘડીને આ દંપતિ સૂઇ ગયું હતું. સવારે ઉઠી ત્યારે કાજલે ફરી છાતીના દુખાવાની ફરિયાદ કરી અને દવાખાને લઇ જવાની વાત કહી હતી. જો કે રાતનો ગુસ્સો ઉતર્યો ન હોય એમ કિશોરે ખરીખોટી સંભળાવી હતી. ઉગ્ર બોલાચાલીમાં કાજલે પિયર જવાની વાત કરી તો તે કિશોરે પકડી લીધી હતી. તુ પિયર જતી રહે, મને તુ ગમતી નથી. તુ જતી રહે તો હું તને પાંચ લાખ રૂપિયા પણ આપીશ એવા કડવા વેણ કિશોરે ઉચ્ચાર્યા હતાં. આ સાંભળી કાજલે પણ પ્રત્યુત્તર આપતાં મામલો વધ્યો હતો.

આ ઝઘડામાં કિશોર રસોડામાંથી કોઇ જ્વલનશીલ પ્રવાહી લઇ આવ્યો અને કાજલ પર છાંટી દીવાસળી ચાંપી દીધી હતી. જીવતી સળગાવી દેવાતા કાજલે બૂમાબૂમ કરી મૂકી હતી. આડોશી પાડોશી આવે એ પહેલા તો તેણી બેહોશ થઇ ગઇ હતી. સારવાર માટે તેણીને સ્મીમેર લઇ જવાઇ હતી. કિશોરે અહીં એવું જણાવ્યું કે કાજલ જાતે સળગી ગઈ હતી. જો કે સારવાર દરમિયાન કાજલ હોશમાં આવી અને પોલીસની પૂછપરછમાં સમગ્ર ઘટના જણાવી હતી. પોલીસે કિશોર સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. જો કે એટલામાં જ કાજલનું મોત નીપજતાં મામલો હત્યાનો બન્યો હતો. પોલીસે કિશોરની ધરપકડ કરી મોબાઇલ ચેક કરતાં તેમાંથી થોકબંધ પોર્ન વીડિયો મળી આવ્યા હતાં. તે પોર્ન સાઇટ નિયમીત રીતે જોતો હોવાનું પણ જણાયું હતું.