મહારાષ્ટ્રમાં શિવસેનાને લઇ ઉભો થયેલો રાજકીય ગરમાટો નવી સકરાક બન્યા બાદ પણ ઠંડો પડી રહ્યો નથી. શિવસેના ઉપર હક્ક સાબિત કરવા ઠાકરે અને શિંદે કેમ્પ દ્વારા નિવેદનબાજી થી માડીં કાનૂની જંગ પણ છેડાયો છે. ઠાકરે પરિવાર આગામી ચૂંટણીમાં બળવાખોરોને તેમની હેસિયતનું ભાન થઇ જશે એવું કહી રહ્યો છે, જેની સામે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તત્કાલીન મહા વિકાસ અઘાડી સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે જો તેમની સાથે જોડાયેલો એક પણ ધારાસભ્ય આગામી વિધાનસભા ચૂંટણીમાં હારી જશે તો તેઓ રાજકારણ છોડી દેશે. તેમના એક સમર્થક ધારાસભ્ય અબ્દુલ સત્તારની રેલીને સંબોધતા સીએમએ કહ્યું, “મને ખાતરી છે કે આ તમામ 50 ધારાસભ્યો ચૂંટણી જીતશે.. જો તેમાંથી કોઈ હારી જશે તો હું રાજકારણ છોડી દઈશ.”
તેમણે પુનરોચ્ચાર કર્યો કે રાજ્યની આગામી ચૂંટણીઓમાં તેમની શિવસેના અને સહયોગી ભારતીય જનતા પાર્ટીને સંયુક્ત રીતે 200 બેઠકો મળશે અથવા તેઓ રાજકારણ છોડી દેશે. તત્કાલિન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના MVA ના પતન તરફ દોરી ગયેલા તાજેતરના નાટકીય બળવોનો ઉલ્લેખ કરતાં, શિંદેએ સ્વીકાર્યું કે તેઓ તેના સંભવિત પરિણામો વિશે ચિંતિત હતા. જ્યારે આ બધું થઈ રહ્યું હતું, ત્યારે શરૂઆતમાં લગભગ 30 ધારાસભ્યો હતા, પછી 50 ધારાસભ્યો.. તેઓ બધા મને પ્રોત્સાહિત કરી રહ્યા હતા અને સમર્થન કરી રહ્યા હતા. પરંતુ હું ચિંતિત હતો, મેં વિચાર્યું કે તેમનું શું થશે કારણ કે તેઓએ તેમની આખી રાજકીય કારકિર્દી દાવ પર લગાવી હતી.
શિવસેનાના વિવિધ નેતાઓ દ્વારા તેમના જૂથ પર લગાવાયેલા આરોપોને યાદ કરતાં, શિંદેએ કોઈપણ ધારાસભ્યોને બળજબરીથી છીનવી લેવાના આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે ધારાસભ્યો બાળાસાહેબ ઠાકરે અને આનંદ દિઘેથી પ્રેરિત છે, જેઓ હંમેશા કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને રાજકીય દુશ્મન માનતા હતા અને અઢી વર્ષના MVA કાર્યકાળમાં ગૂંગળામણ અનુભવતા હતા. CM એકનાથ શિંદેએ દાવો કર્યો છે હું આ તમામ ધારાસભ્યોની જવાબદારી લઉં છું અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં આ તમામ MLA જીતશે અને જો એકપણ હારશે તો હું રાજકરણ હંમેશા માટે છોડી દઈશ.