હિન્દુ મુસ્લિમ એકતાં અને ભાઇચારાના ભલે ગમે તેટલા ગુણગાન ગવાય, પરંતુ આ મુદ્દે વિવાદ થયાની ઘટનાઓ છાશવારે સામે આવતી હોય છે. જાતીગત રિતીરિવોજો મુદ્દે થતાં વિવાદમાં સુશિક્ષિતોની સક્રિય ભૂમિકા ખરેખર ચિંતનનો વિષય બને છે. આવી જ એક ઘટના અલીગઢમાંથી પ્રકાશમાં આવી છે. અહીં બદલી થઈને આવેલા નવા શિક્ષણ અધિકારીનુ સ્વાગત કરવા માટે મુસ્લિમ શિક્ષિકાએ તેમના માથા પર તિલક લગાવ્યું હતુંય મુસ્લિમ શિક્ષિકાનું તિલક લગાવવું સાથી મુસ્લિમ શિક્ષકને રાસ આવ્યું ન હતું. તે ભડકી ગયા અને શિક્ષકોના વોટ્સએપ ગૃપમાં ભડાશ કાઢી હતી. જેને લઈને વિવાદ સર્જાયો છે.
નવા અધિકારી સતીશ ચંદ્ર મિશ્રાએ બદલી થયા બાદ અલીગઢમાં ચાર્જ લીધો ત્યારે શિક્ષકો દ્વારા તેમના સ્વાગત માટે સમારોહ યોજવામાં આવ્યો હતો. સમારોહમાં મુસ્લિમ શિક્ષિકા તાહિરાએ ભારતીય પરંપરા પ્રમાણે તેમનુ સ્વાગત કરીને માથા પર તિલક કર્યુ હતુ.જોકે આ ફોટો શિક્ષકોના એક વોટસએપ ગ્રૂપ પર વાયરલ થયો હતો. જેના પર ગ્રૂપમાં મેમ્બર મુસ્લિમ શિક્ષકોએ ગમે તેમ નિવેદનો આપવાના શરૂ કરી દીધા હતા.

યુપી જુનિયર હાઈસ્કૂલ શિક્ષક સંઘના જિલ્લાધ્યક્ષ મહોમ્મમદ અહેમદે તેના પર ટિપ્પણી કરતા કહ્યુ હતુ કે, મુસ્લિમ શિક્ષકો આ ફોટો જોઈને અફસોસ કરે કે ખુશ થાય? કારણકે એક મુસ્લિમ ટીચર હિન્દુ ધર્મનુ પાલન ખુશીથી કરી રહી છે, મને તો આ જોઈને અફસોસ થાય છે
બીજી તરફ મહિલા શિક્ષિકા તાહીરા પરવીને કહ્યુ હતુ કે, સમારોહ દરમિયાન હું એક જ મહિલા હાજર હતી અને એટલે તિલક કરવા માટે મને કહેવામાં આવ્યુ હતુ. મેં કહ્યુ હતુ કે મને કોઈ વાંધો નથી. મારી વિચારધારા એવી છે કે આપણે શિક્ષક છે અને શિક્ષકે માણસાઈના પાઠ ભણાવવા જોઈએ. તિલક કરવાથી મારૂ ધર્મ પરિવર્તન નથી થઈ જવાનુ, કોમેન્ટ કરનારા શિક્ષક પોતાના બાળકોને શું ભણાવતા હશે તે વિચારવાનુ છે. દરમિયાન શિક્ષણ વિભાગે આ મામલાની તપાસના આદેશ આપ્યો છે અને કોમેન્ટ કરનાર શિક્ષક સામે આકરી કાર્યવાહી કરાશે તેવી જાહેરાત કરી છે.