સુરત, તા.28 માર્ચ…
વરાછાના હીરાબાગ વિસ્તારમાં રહેતી દારૂડિયા પતિના અત્યાચારથી ત્રસ્ત યુવાન મહિલાને પરિચિત સાથે મિત્રતા ભારે પડી હતી. પતિના મારથી બચાવી એ મિત્ર હવસનો શિકાર બનાવતો રહ્યો. કોરોનામાં પતિના મૃત્યું બાદ મહિલાને લગ્ન કરવાની વાતોમાં ભોળવી પત્નીની જેમ સાથે રાખી ભોગવ્યા બાદ તરછોડી દેતા મામલો પોલીસ માં પહોંચ્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વરાછાના હીરા બાગ વિસ્તારમાં રહેતી 33 વર્ષીય લલીતા તેર વર્ષ અગાઉ લગ્ન કરી પતિ સાથે સુરત રહેવા આવી હતી. ગીર ગઢડાની વતીન લલીતાનો પતિ હીરાની મજૂરી કરતો હતો. સુરતમાં ગાળેલા દાંપત્ય જીવનમાં તેણીને બે સંતાનો થયા હતાં. લલીતાનું સંસારિક જીવન સુખી અને સંતોષી ન હતું. તેનો પતિ દારૂનો નશો કરતો. દારૂ ઢીંચીને ઘરે આવ્યા બાદ લલીતાની મારઝૂડ કરતો. નબળી મનોસ્થિતિના સંજોગોમાં પડોશી મારફત લલીતાની ઓળખ વલ્લભ સાંખટ સાથે થઇ હતી. વરાછાની ગીરનાર સોસાયચટીમાં રહેતાં વલ્લભે જાણી લીધું કે લલીતા ઘરેથી ખુશ નથી. તેણીને પતિનો ત્રાસ છે. આ સ્થિતિમાં લલીતાને પોતાની તરફ ખેંચવા શું કરવું એ વલ્લભ સારી રીતે જાણતો હતો.

પતિ દારૂ પીને મારઝુડ કરતો હોવાથી લલીતા ટેન્શનમાં રહેતી. ઘરે કજિયો થાય એ સમયે વલ્લભ ત્યાં પહોંચી જતો. નશાખોર પતિને બે શબ્દ બોલી સુવડાવી દેતો અને પછી તે લલીતા સાથે સૂઇ જતો હતો. પતિથી ત્રાસેલી લલીતાને તે હૂંફ અને મદદનું આશ્વાશન આપતો. આ રીતે લલીતા દુખ દર્દ સમજી શકે એવો ખભો મળ્યો, જો કે વલ્લભ માટે તો તે હવસ સંતોષવાનું સાધન બની રહી. તે તક મળે એટલે લલીતાને લઇ જતો અને શરીર સુખ ભોગવતો. લીલતાને ઘણી વખત વલ્લભ પર શંકા જતી. જો કે ચબરાક વલ્લભ તેણીનું બદલાયેલું વલણ તે પારખી જતો અને ફરી વાતોમાં ફસાવતો. તે કહેતો કે હું પણ મારી પત્નીથી ત્રાસી ગયો છું. હું તને સાથે રાખીશ. આ રીતે તે લલીતાને ભોગવતો રહ્યો હતો.

બીજી તરફ પતિનું વ્યસન અને ત્રાસ બંને વધી ગયો. આ અંગે પરિવારમાં ખબર પડતાં તેને વતન લઇ જવાયો હતો. પતિ વતન જતા રહેતા વલ્લભને જાણે છૂટો દોર મળ્યો. તે લલીતાના ઘરે પહોંચી જતો. તેની સાથે શરીર સુખ માણતો. તે લલીતાને કહેતો કે મારી પત્ની મને બહુ ત્રાસ આપે છે. તુ મને સંભાળી લે પ્લીઝ. તુ સાથ નહીં આપે તો હું મરી જઇશ.. વલ્લભની આ લાગણીશીલ વાતોમાં વહી લલીતા તેના તાબે થતી રહી. આ તરફ લલીતા સુરતમાં વલ્લભ સાથે પથારી ગરમ કરતી હતી અને બીજી તરફ કોરોના કાળને લઇ પતિએ પથારી પકડી હતી. આ નશાખોર યુવકને ભરખી ગયો હતો. પતિના અવસાન બાદ લલીતા પણ વતન જવા મજબુર બની. 26 ઓક્ટોબર, 2020ના રોજ પતીના અવસાન બાદ તેણી ત્રણેક મહિના ગામ રહી. આ દરમિયાન વલ્લભ તેણીને કોલ કરી સુરત આવી જવા કહેતો અને સમજાવતો રહ્યો.

વલ્લભ લલીતાને કહેતો કે, હવે તું મારા ભરોસે છે અને હું તને મારી સાથે જ રાખીશ. લલીતાને પોતાના વશમાં રાખવા, તેણીને ભોગવવા માટે વલ્લભે મૈત્રી કરાર પણ કર્યો હતો. આપણે બંને સાથે ઍસોટીંગનું કામ કરીશુ. મારી પત્ની સાથે છૂટાછેડા થઈ જાય પછી લગ્ન કરી લઈશું એવી વાત કરી તે લલીતાને પત્નીની જેમ જ રાખવા માંડ્યો હતો. દમણ, સાપુતારા તેમજ તેના વતનમાં પણ સાથે લઈ જઈ અવાર નવાર બળાત્કાર કર્યો હતો.
આ રીતે લાંબો સમય વીતી જતાં લલીતાએ વલ્લભને પત્ની સાથે ક્યારે છુટા થશે. આમ તમારી સાથે રહેવુ સારુ લાગતુ નથી પત્ની તરીકે તમારુ નામ લગાડવા માંગુ છું એવી વાત કરવા માંડી હતી. આમાં વલ્લભે ઉશ્કેરાઈ ગાળાગાળી કરી તુ મને છોડી દે અને અહીથી જતી રહી નહીતર તારા દીકરાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપ્યા બાદ ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. એ વખતે તેણીએ પોલીસ ફરિયાદ પણ કરી હતી. જો કે સમયનો તકાજો જોઈ વલ્લભે સમાધાન કરી લીધું હતું. વલ્લભ તેની કારમાં બેસાડી લલીતાને મીનીબજાર પાર્કિંગમાં લઈ ગયો અને ત્યાં પણ શરીર સંબંધ બાંધ્યો હતો.

ત્યારબાદ વલ્લભ પણ દારૂનો નશો કરી આવતો અને લલીતાનું શરીર ચૂંથતો. લલીતા ઇન્કાર કરતી તો તેને ધમકી અપાતી અને માર પણ મરાતો. પતિનો ત્રાસ છૂટ્યો તો મિત્રતાના ચૂંગાલમાં ફસાઈ લલીતા હવે સર્વસ્વ ગુમાવી બેઠી હતી. તેની પાસે વલ્લભને સમજાવવા સિવાય કોઇ રસ્તો બચ્યો ન હતો. વલ્લભ નહીં મસજતાં લલીતાએ તેની પત્ની અને માતા પિતાને વાત કરતા તેઓએ તારાથી થાય તે કરી લે આ મારો પતિ છે અને તારે બીજા લગન કરવા હોય તો પૈસા લઈને કરાવી દઈએ એમ કહી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. મહિલાને ખ્યાલ આવી ગયો કે માત્ર શરીર સંબંધ માટે જ વલ્લભ સાંખટે તેની સાથે મૈત્રી કરાર કર્યો અને લગનની વાત કરી તો તરછોડી દીધી. બનાવ અંગે પોલીસે મહિલાની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.