તિલસ્મી, જાદૂઇ શક્તિ મેળવવા માચે ઘણાં લોકો જાતજાતની પૂજા, વિધિ-વિધાન કરતાં હોવાની બાબત નવી નથી. ચોક્કસ સ્થળે અને ચોક્કસ પ્રકારની વિધિ કરવાથી અસીમ શક્તિનો સંચાર થાય છે એવી અંધશ્રદ્ધાને કારણે ઘણી વખત ગુનાઓ કરી બેસે છે. હંમેશા એવું જોવામાં આવે છે કે લોકો મોટી વ્યક્તિ કે શક્તિશાળી વ્યક્તિ બનવા માંગે છે. કેટલાક લોકો પોતાની મહેનત અને સમર્પણથી પોતાનું લક્ષ્ય હાંસલ કરે છે તો કેટલાક લોકો એવા હોય છે જે તંત્ર-મંત્રો અને અંધશ્રદ્ધાઓનો આશરો લે છે. હાલમાં જ એક એવા સમાચાર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે, જેને જાણીને તમારો આત્મા હચમચી જશે. ડેઈલીસ્ટારના એક સમાચાર મુજબ ઈન્ડોનેશિયામાં રહેતા એક વ્યક્તિએ 42 છોકરીઓની હત્યા કરી છે, જેથી તેઓ તેમના થૂંક પીને શક્તિશાળી બની જાય છે. આ સમાચાર ખૂબ જ આઘાતજનક અને હૃદયદ્રાવક છે.
10 જૂન 2008ના રોજ ઈન્ડોનેશિયામાં રહેતા એક વ્યક્તિને મોતની સજા સંભળાવવામાં આવી હતી. સુપર પાવરફુલ વ્યક્તિ બનવાના ચક્કરમાં આ વ્યક્તિએ 42 છોકરીઓ અને મહિલાઓની હત્યા કરી. આ હત્યાઓ પાછળની અંધશ્રદ્ધા ચોંકાવનારી હતી. આ વ્યક્તિ વિચારતો હતો કે મહિલાઓનું થૂંક પીવાથી તે સુપરહ્યુમન બની જશે. અંધશ્રદ્ધાના કારણે અનેક લોકોના જીવન વ્યથિત અને બરબાદ થયા છે. ઈન્ડોનેશિયાના રહેવાસી અહેમદે એક ભૂલ કરી છે, જેના માટે તેને આકરી સજા આપવામાં આવી છે. આ માણસની અંધશ્રદ્ધાને કારણે 42 નિર્દોષ મહિલાઓના મોત થયા હતા.
ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ અહમદ સુરદજી નામનો આ વ્યક્તિ અંધવિશ્વાસમાં વિશ્વાસ રાખતો હતો. 1986 અને 1997 ની વચ્ચે, તેણે 42 છોકરીઓ અને મહિલાઓની હત્યા કરી. સમાચાર અનુસાર, અહેમદ સુરદજીના પુત્રએ જણાવ્યું કે તેના પિતાના સપનામાં એક ભૂત આવ્યું હતું. ભૂતે કહ્યું હતું કે 70 મહિલાઓને મારીને તેમનું થૂંક પીધા પછી વ્યક્તિ શક્તિશાળી બની જાય છે. આવી સ્થિતિમાં અહેમદે શક્તિશાળી બનવા માટે મહિલાઓ અને નાની છોકરીઓને મારવાનું શરૂ કર્યું.