ભારત સામેની પાંચમી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટે તેની ટેસ્ટ કારકિર્દીની 28મી સદી ફટકારી છે. આમ કરીને રૂટે ભારતના દિગ્ગજ વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. કોહલીએ પોતાના ટેસ્ટ કરિયરમાં અત્યાર સુધી 27 સદી ફટકારી છે. આ સિવાય રૂટે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્ટીવ સ્મિથ, ઈંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ એલન બોર્ડર અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ ટેસ્ટ કેપ્ટન ગ્રીમ સ્મિથને પાછળ છોડી દીધા છે. આ તમામ દિગ્ગજ બેટ્સમેનોએ ટેસ્ટમાં 27 સદી ફટકારી હતી. આ સાથે રૂટે ટેસ્ટમાં 28 સદી પૂરી કરીને દક્ષિણ આફ્રિકાના હાશિમ અમલા અને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કની 28 સદીની બરાબરી કરી છે.
ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ સદી ફટકારનાર બીજા બેટ્સમેન
રૂટ હવે ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ સદી ફટકારનાર બીજો બેટ્સમેન બની ગયો છે. એલિસ્ટર કૂક માત્ર રૂટથી આગળ છે, જે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં કુલ 33 સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. કુકે ઈંગ્લેન્ડ માટે 12472 ટેસ્ટ રન બનાવ્યા છે. આ ટેસ્ટ સિરીઝમાં જો રૂટે 4 સદી ફટકારીને અજાયબી કરી બતાવી છે. ભારત સામે ટેસ્ટમાં રૂટની આ 9મી સદી છે. રૂટ ટેસ્ટ ક્રિકેટમાં ભારત સામે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન પણ બની ગયો છે. આ કરીને તેણે રિકી પોન્ટિંગ, વિવિયન રિચર્ડ્સ, ગેરી સોબર્સ અને સ્ટીવ સ્મિથના રેકોર્ડ તોડ્યા છે.
આ તમામે ટેસ્ટમાં ભારત સામે રમતી વખતે કુલ 8 સદી ફટકારી હતી. વર્ષ 2021થી અત્યાર સુધીમાં રૂટે ટેસ્ટમાં 11 સદી ફટકારી છે. જો આપણે 4 ફેબ્રુઆરીની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન વિલિયમસન 1 અને સ્ટીવ સ્મિથે માત્ર એક જ સદી ફટકારી છે. કોહલી અત્યાર સુધી 2 વર્ષથી સદી ફટકારી શક્યો નથી.