ઇગ્લેંડ વિરૂદ્ધ એઝબેસ્ટનમાં રમાઇ રહેલી પાંચમી ટેસ્ટના ત્રેજા દિવસે ટીમ ઇન્ડીયાએ મેચમાં પોતાની પકડ મજબૂત પકડ કરી લીધી છે. ત્રીજા દિવસના રમત પુરી થાય ત્યાં સુધી ટીમ ઇન્ડીયાએ પોતાની બીજી ઇનિંગમાં 3 વિકેટ ગુમાવીને 125 રન બનાવી લીધા હતા. ભારત પાસે કુલ 257 રનની થઇ ગઇ છે. ચેતેશ્વર પૂજારાએ 139 બોલ રમી 50 રન બનાવવા સાથે એક છેડો સાચવી રાખ્યો હતો. પહેલી ઇનિંગમાં સદી ફટકારનાર પંત 30 રને રમતમાં છે.
ઇગ્લેંડ વિરૂદ્ધ એઝબેસ્ટનમાં રમાઇ રહેલી પાંચમી ટેસ્ટના ત્રેજા દિવસે ટીમ ઇન્ડીયાએ મેચમાં પોતાની પકડ મજબૂત પકડ કરી લીધી છે. ત્રીજા દિવસના રમત પુરી થાય ત્યાં સુધી ટીમ ઇન્ડીયાએ પોતાની બીજી ઇનિંગમાં 3 વિકેટ ગુમાવીને 125 રન બનાવી લીધા હતા. ભારત પાસે કુલ 257 રનની થઇ ગઇ છે. ઋષભ પંત 30 અને ચેતેશ્વર પુજારા 50 રન બનાવીને રમી રહ્યા છે.

ત્રીજા દિવસે 84 રન પર 5 વિકેટથી આગળ રમવા ઉતરેલી ઇગ્લેંડની ટીમ પોતાની પહેલી ઇનિંગમાં 284 રન બનાવીને આઉટ થઇ ગઇ હતી. જોની બેયર્સ્ટોએ ઇગ્લેંડ માટે 106 રનની ઇનિંગ રમી. આ ઉપરાંત સૈમ બિલિંગ્સે 36, જો રૂટે 31 બેન સ્ટોક્સે 25 રનની ઇનિંગ રમી. ભારતીય ફાસ્ટ બોલરની સામે ઇગ્લેંડના બેટ્સમેન રમી શક્યા નહી. મોહમંદ સિરાઝ સૌથી સફળ ભારતીય બોલર રહ્ય.અ તેમણે 4 વિકેટ પ્રાપ્ત કરી. તો બીજી તરફ જસપ્રીત બુમરાહે 3, મોહમંદ શમીએ 2 અને શાર્દુલ ઠાકુરે 1 વિકેટ પ્રાપ્ત કરી.
પહેલી ઇનિંગમાં 132 રનની બઢત બાદ ફરીથી બેટીંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડીયાની શરૂઆત સારી રહી નથી. શુભમન ગિલ પહેલાં જ ઓવરમાં એંડરસનના બોલ પર સ્લિપ પર જોની બેયર્સ્ટોના હાથે કેચ આપી દીધો. ગીલ ઉપરાંત હનુમાન વિહારી અને વિરાટ કોહલી પણ સસ્તામાં પેવેલિયન ભેગા થઇ ગયા હતાં. જેમ્સ એન્ડરસનની ઘાતક ટાઇટ બોલિંગ બીજી ઇનિંગ્સમાં પણ યથાવત રહી હતી. તેણે 14માંથી 5 ઓવર મેઇડન નાંખી હતી, 26 રન આપી એક વિકેટ મેળવી હતી. બ્રોડ અને સ્ટોકસએ પણ એક એક વિકેટ ખેરવી હતી.