બર્મિંગહામ: ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજાની શાનદાર શતકીય ઈનિંગ બાદ, સુકાની જસપ્રિત બુમરાહની આગેવાની હેઠળના બોલરોના શાનદાર પ્રદર્શનના આધારે ભારતે ઈંગ્લેન્ડ (IND vs ENG) સામેની પાંચમી ટેસ્ટમાં પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ભારતે શ્રેણીની પાંચમી ટેસ્ટના બીજા દિવસે વરસાદથી પ્રભાવિત થયેલા શનિવારે દિવસની રમત સમાપ્ત થાય તે પહેલા પાંચ વિકેટ લીધી હતી. આજે 49 ઓવરમાં ઇંગ્લેન્ડએ 6 વિકેટ ગુમાવી 228 રન બનાવ્યા હતાં. જેમાં જોની બેરીસ્ટ્રોની શાનદાર સદીનો સમાવેશ થાય છે. વરસાદી મેચમાં કોહલી અને કોહલી અને બેયરસ્ટો સામ-સામે આવી ગયા હતાં. કોહલીના આક્રમક અંદાજે વરસાદી મેચમાં ગરમાટો લાવી દીધો હતો.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરીઝની 5મી ટેસ્ટ હાલ એજબેસ્ટોન ખાતે રમાઈ રહી છે. ભારતે પ્રથમ ઈનિંગમાં પહેલાં બેટિંગ કરતાં 416 રન બનાવ્યા છે. ત્યાર બાદ હવે ઈંગ્લેન્ડની બેટિંગ ચશરુ છે અને તેની 6 વિકેટ પડી ગઈ છે. આ દરમિયાન 31મી ઓવરમાં જ્યારે ઈંગ્લેન્ડનો સ્કોર 97 રન પર પહોંચ્યો હતો ત્યારે બેયરસ્ટો અને સ્ટોક્સ બેટિંગ કરી રહ્યા હતા ત્યારે સ્લેજીંગની ઘટના બની હતી.
કોહલી હંમેશા પોતાના ઉગ્ર અંદાજ માટે ચર્ચામાં રહેતો હોય છે. આવું જ કંઈક ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં બન્યુ છે. 31મી ઓવરમાં બેયરસ્ટોએ ફટકારેલ એક શોટ્સ પર પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને બેયરસ્ટો સામ-સામે આવી ગયા હતા. દરમિયાન બેયરસ્ટો પણ કોહલી સાતે વાત કરવા તેની પાસે પહોંચી ગયો હતો. વિરાટ કોહલીએ બેયરસ્ટો સાથે કોઈ મુદ્દા પર ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. કોહલીના રિએક્શન અંગે હાલ સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. કેટલાક લોકો વિરાટના આ અંદાજને પસંદ કરી રહ્યા છે તો કેટલાક લોકો વિરાટને એરોગન્ટ કહી રહ્યા છે.
ભારત અને ઇંગ્લેન્ડ ની વચ્ચે બર્મિઘમના એજબેસ્ટૉન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટેસ્ટ મેચ રમાઇ રહી છે. અહીં પહેલી ઇનિંગમાં ભારતે 416 રન બનાવ્યા છે. એજબેસ્ટૉનના પાછળના આંકડા પર નજર નાંખીએ તો એ સાર નીકળે છે કે ભારતીય ટીમ અહીં હાર નથી શકતી. ખરેખરમાં એજબેસ્ટૉનમાં આ પહેલા 16 વાર પહેલી ઇનિંગમાં 400+ રન બન્યા છે, અને જે પણ ટીમોએ અહીં પહેલા બેટિંગ કરતા આટલો મોટો સ્કૉર કર્યો છે, તે અહીં ક્યારેય હારી નથી. પહેલી ઇનિંગમાં 400+ રન બનાવનારી ટીમોએ અહીં 8 મેચ જીતી છે, જ્યારે 8 મેચ ડ્રૉ થઇ છે. જો આ સિલસિલો ભારત અને ઇંગ્લેન્ડની મેચમાં પણ ચાલુ રહ્યો તો સીરીઝ ભારતના નામે થઇ જશે. ગયા વર્ષે આ સીરીઝની રમાયેલી ચાર મેચમાં ભારતીય ટીમે 2-1 ની લીડ બનાવી લીધી હતી.