ઇંગ્લેન્ડના એજબેસ્ટોનમાં ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ મેચમાં ભારતે મજબૂત પકડ બનાવી છે. શરૂઆતી ઝટકા બાદ ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજાએ બાજી સંભાળી હતી. ગઇકાલે પંત બાદ આજે જાડેજાએ પણ તેની સદી પુરી કરી હતી. જાડેજા 104 રને એન્ડરસનનો શિકાર બન્યો ત્યારે ભારત 375 રનના સ્કોર સુધી પહોંચી ગયું છે. ભારતીય ટીમ 416 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. પીચ અને વાતાવરણ જોતા આ એક મજબૂત સ્થિતિ હોવાનું જાણકારો કહી રહ્યા છે. આ ઇનીંગમાં કેપ્ટન બૂમરાહે બેટ્સમેન તરીકે એક રેકર્ડ બનાવ્યો હતો. તેણે સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં 35 રન ફટકાર્યા હતાં. બ્રોડની આ ઓવર ટેસ્ટ મેચમાં સૌથી મોંધી ઓવર સાબિત થઇ હતી.
ગત વર્ષે અધુરી રહેલી શ્રેણીની પાંચમી અને આખરી ટેસ્ટ રમવા માટે ભારત જસપ્રીત બુમરાહની કેપ્ટન્સીમાં ઈંગ્લેન્ડ સામે ઉતર્યું હતુ. ઈંગ્લેન્ડના કેપ્ટન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. ઈંગ્લેન્ડે વરસાદી વાતાવરણનો ફાયદો ઉઠાવ્યો હતો. એન્ડરસને ભારતના બંને ઓપનરો ગિલ (17 રન) અને પુજારા (13 રન)ને પેવેલિયન ભેગા કરી દીધા હતા. માત્ર 46ના સ્કોર પર ભારતે બે વિકેટ ગુમાવતા મીડલ ઓર્ડર પર દબાણ સર્જાયું હતુ. જે બાદ હનુમા વિહાર (20 રન), વિરાટ કોહલી (11 રન), શ્રેયસ ઐયર (15 રન) બનાવી આઉટ થતાં ભારતનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 98 રન થઈ ગયો હતો.
પંત-જાડેજા વચ્ચે છઠ્ઠી વિકેટમાં 222 રનની ભાગીદારી નોંધાઇ હતી. વિકેટકિપર પંત અને ગુજરાતી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ છઠ્ઠી વિકેટ માટે 222 રનની ભાગીદારી કરી ઈંગ્લેન્ડની ભારતને સસ્તામાં આઉટ કરવાની આશા પર પાણી ફેરવ્યું હતું. વિકેટકિપર બેટ્સમેન પંતની કારકિર્દીની પાંચમી સદી (111 બોલમાં 146 રન) અને જાડેજા (84*) સાથેની તેની પાંચમી વિકેટની 222 રનની ભાગીદારીને સહારે ભારતે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં પ્રથમ દિવસના અંતે પ્રથમ ઈનિંગમાં 7 વિકેટે 338 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી એન્ડરસને 3, પોટ્ટસે 2 તથા કેપ્ટન સ્ટોક્સે 1 વિકેટ લીધી હતી.
83 ઓવરના અંતે ભારતનો સ્કોર 9 વિકેટના નુકસાન પર 375 રન છે. શમીએ પોટ્સની ઓવરમાં સળંગ બે બોલમાં બે ચોગ્ગા મારી સ્કોર 350 રન પર પહોંચાડ્યો હતો. જાડેજા 104 રન બનાવી એન્ડરસનનો શિકાર બન્યો હતો. જાડેજા રુપે જેમ્સ એન્ડરસને મેચમાં ચોથી વિકેટ લીધી હતી. ભારતની પ્રથમ ઇનિંગ 416 રનમાં સમેટાઇ ગઇ હતી. આ પહેલા બોર્ડની ઓવરમાં 35 રન મળ્યા હતાં.