ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની સિરિઝમાં બાકી રહેલી અંતિમ ટેસ્ટ મેચ આજથી શરુ થઇ છે. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા ઈતિહાસ રચવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. રોહિત શર્મા કોવિડ પોઝિટિવ આવ્યા બાદ જસપ્રીત બુમરાહને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આજની મેચના ટોસમાં ભારતને ઝટકો લાગ્યો હતો. ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોકે ટોસ જીતી અને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો.
ભારતીય ટીમ પાંચ મેચની શ્રેણીમાં 2-1થી આગળ હતી, પરંતુ ભારતીય કેમ્પમાં કોરોનાના કેસને કારણે પાંચમી મેચ સ્થગિત કરવામાં આવી હતી. હવે ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારતીય ક્રિકેટના ઈતિહાસના સર્વશ્રેષ્ઠ ઝડપી બોલરોમાંથી એક જસપ્રીત બુમરાહ રાષ્ટ્રીય ટીમનો 36મો કેપ્ટન બનશે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય બોલિંગ ઘણી મજબૂત બની છે. ભારત પાસે ઘણા ખતરનાક બોલરો છે. જેમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, ટી નટરાજન અને ઉમેશ યાદવનો સમાવેશ થાય છે. આ બોલરોના બળ પર જ ભારતે વિદેશોમાં જીતના ઝંડા લગાવ્યા છે. ભારતીય ચાહકો તેની પાસેથી ઇંગ્લેન્ડ સામે સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે.
**ભારતીય ટીમ પ્લેઈંગ ઈલેવન:
શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રિષભ પંત (વિકેટમેન), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ (સી)
**ઈંગ્લેન્ડ ટીમ પ્લેઈંગ ઈલેવન:
એલેક્સ લીસ, જેક ક્રોલી, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (સી), સેમ બિલિંગ્સ, મેથ્યુ પોટ્સ, સ્ટુઅર્ટ બ્રોડ, જેક લીચ, જેમ્સ એન્ડર્સ.