ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી T20 મેચમાં ભારતે શાનદાર જીત નોંધાવી છે. આ મેચમાં રવિન્દ્ર જાડેજા અને ભુવનેશ્વર કુમારે અનુક્રમે બેટ અને બોલ સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ધમાકેદાર શરૂઆત પછી, વિખેરાઇ રહેલી ઇનિંગને જાડેજાએ સંભાળી અને તેના અણનમ 46 રનને કારણે ટીમને 170ના આંકડા સુધી પહોંચાડી દીધી.
ભારતીય બેટિંગની શરૂઆત ધમાકેદાર રહી હતી. કેપ્ટન રોહિત શર્મા અને અને રૃષભ પંતે ચોમેર ફટકાબાજી કરી અનુક્રમે 31 અને 26 રન ફટકાર્યા હતાં. પહેલી છ ઓવરમાં ભારતીય ટીમ 200થી વધુંનું લક્ષ્ય સેટ કરશે એવું જણાય રહ્યું હતું. જો કે શર્મા આઉટ થયા બાદ ભારતીય બેટ્સમેનોમાં જાણે પેવેલિયનમાં પરત ફરવાની હોડ જામી હતી. કોહલી 1 રન, સૂર્યકુમાર યાદવ 15 રન, હાર્દિક પંડ્યા 12 રન બનાવી તંબૂ ભેગા થઇ ગયા હતાં. બે વખત એવું થયું તે ઇગ્લેન્ડના બોલક હેટટ્રીક ઉપર આવ્યા હોય.

90ની અંદર 5 વિકેટ ગુમાવ્યા બાદ જાડેજાએ પ્રથમ દાવ સંભાળ્યો અને પછી તેની શાનદાર બેટિંગનો નજારો રજૂ કર્યો. જાડેજાએ 29 બોલમાં 46 રન બનાવ્યા જેમાં 5 ચોગ્ગા સામેલ હતા. રોહિત શર્માના 31, રિષભ પંતના 26 અને જડ્ડુના 46 રનની મદદથી ભારતે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા હતા.
171 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની શરૂઆત સારી રહી ન હતી. ભુવીએ ઈનિંગના પહેલા જ બોલ પર જેસન રોયને પેવેલિયન મોકલીને ઈંગ્લેન્ડને પહેલો ઝટકો આપ્યો હતો. ત્રીજી ઓવરમાં ભુવીએ કેપ્ટન બટલરને આઉટ કરીને વધુ એક ઝટકો આપ્યો હતો. આ પછી ઈંગ્લેન્ડની ઈનિંગ સમેટાઈ ગઈ.

ઈનિંગની 16મી ઓવરમાં ભૂવીએ રિચર્ડ ગ્લેસનને આઉટ કરીને મેચની ત્રીજી વિકેટ મેળવી હતી. આ મેચમાં ભુવીના કારણે ઈંગ્લિશ ટીમ સારી શરૂઆત કરી શકી ન હતી અને અંત સુધી તેઓ સારી ભાગીદારી માટે તલપાપડ રહ્યા હતા. ભુવીની બોલિંગ સામે જેસન રોય અને જોસ બટલર સંઘર્ષ કરી રહ્યા છે. આ મેચમાં પણ તે ભુવીને વધુ રમી શક્યો નહોતો અને બંને દિગ્ગજ બેટ્સમેન જલ્દી જ પેવેલિયન પરત ફર્યા હતા.
ભારતીય ટીમે ઈંગ્લેન્ડને સતત ચોથી શ્રેણીમાં હરાવ્યું છે. આ પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે છેલ્લે વર્ષ 2014માં ટી-20 સિરીઝ જીતી હતી. જોકે તે દરમિયાન માત્ર એક જ મેચ રમાઈ હતી. એટલું જ નહીં, રોહિતની કેપ્ટન્સીમાં ભારતે સતત 14મી T20 મેચ જીતી છે.