Thursday, March 30, 2023
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
No Result
View All Result
Khabardar News Portal
No Result
View All Result

Home » ભારતના સૌપ્રથમ સંપૂર્ણ સ્ટીલ સ્લેગ 6 લેન રોડનું સુરતમાં થયું ઉદ્ઘાટન, જાણો આ રોડની વિશેષતા…

ભારતના સૌપ્રથમ સંપૂર્ણ સ્ટીલ સ્લેગ 6 લેન રોડનું સુરતમાં થયું ઉદ્ઘાટન, જાણો આ રોડની વિશેષતા…

by Admin
June 16, 2022
in ગુજરાત લાઈવ
Reading Time: 1min read
A A
ભારતના સૌપ્રથમ સંપૂર્ણ સ્ટીલ સ્લેગ 6 લેન રોડનું સુરતમાં થયું ઉદ્ઘાટન, જાણો આ રોડની વિશેષતા…
8
SHARES
Share on FacebookShare on Twitter

સુરત : સુરતમાં 1 કિલોમીટર લાંબા 6 લેનના Steel Slag Roadનું નિર્માણ કરાયું છે. આ માર્ગના નિર્માણ માટે એ એમ/એન એસ ઈન્ડીયાના હજીરા પ્લાન્ટમાંથી આશરે 1 લાખ ટન પ્રોસેસ્ડ સ્ટીલ સ્લેગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ યુનિક માર્ગને સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ (CRRI) – કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચની (CSIR) લેબોરેટરીના સહયોગથી વિકસાવવામાં આવ્યો છે. કેન્દ્રના સ્ટીલ પ્રધાન રામચંદ્રપ્રસાદ સિંઘે આજે આ સ્ટીલના સ્લેગથી તૈયાર કરવામાં આવેલા ભારતના સૌપ્રથમ રોડનું ઉદ્ઘાટન કર્યું હતું.

આર્સેલર મિત્તલ અને નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર દિલીપ ઓમ્મેનએ જણાવ્યુ કે, CRRIના સહયોગથી એ એમ/એન એસ ઈન્ડિયા માર્ગ નિર્માણમાં નેચરલ એગ્રીગેટસનો વિકલ્પ વિકસાવવાનું ગૌરવ અનુભવે છે. જે આંતરરાષ્ટ્રીય ગુણવત્તા ધરાવે છે અને ખર્ચમાં સ્પર્ધાત્મક છે તેમજ કુદરતી સ્ત્રોતો ઉપરનો બોજ ઘટાડે છે. વેસ્ટ ટુ વેલ્થ અને ક્લિન ઈન્ડીયા ઝુંબેશના ભાગ તરીકે હાથ ધરાયેલા આ નવતર પ્રકારનો પ્રયાસ સરક્યુલર ઈકોનોમીમાં યોગદાન સાકાર કરે છે. સાથે સાથે અન્ય લોકો અપનાવી શકે તેવું ઉદાહરણ પણ પૂરું પાડે છે.
એએમ/એન એસ ઈન્ડીયાને તાજેતરમાં GR ઇન્ફ્રા પ્રોજેક્ટ તરફથી સ્ટીલ સ્લેગનો જથ્થો પૂરો પાડવાનો ઓર્ડર મળ્યો છે. જે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડીયા 36.93 કિમીનો સુરત નજીક એના ગામથી કીમ સુધીનો આઠ લેનના રોડ માટે આપવામાં આવ્યો છે. શરૂઆતી ઓર્ડર 1 લાખ ટન સ્ટીલ સ્લેગ પૂરો પાડવાનો છે. જે 350 ટન સ્ટીલ સ્લેગના પ્રથમ કન્સાઈનમેન્ટ ગત અઠવાડિયે એ એમ/એન એસ ઈન્ડીયા ખાતેથી રવાના કરવામાં આવ્યો હતો.

હજીરામાં એ એમ/એન એસ ઈન્ડીયાનો વાર્ષિક 9 મિલિયન ટનની ઉત્પાદન ક્ષમતા ધરાવતો સુસંકલિત પ્લાન્ટ ઈલેક્ટ્રિક આર્ક ફર્નેસિસ\કોનાર્ક ફર્નેસિસમાં 2 મિલિયન ટન સ્ટીલ સ્લેગ પેદા કરે છે. સ્ટીલ સ્લેગનો ઉપયોગ ઘણા સમયથી રોડ બનાવવા તથા બાંધકામ ક્ષેત્ર માટે કરવામાં આવતો પણ તેની ગુણવત્તા અને અસરકારકતાને નિયંત્રિત કે મોનિટર કરવામાં આવતી નહીં હતી. તેના નિરાકરણ માટે કેન્દ્ર સરકારના સ્ટીલ મંત્રાલયે માર્ગ નિર્માણમાં સ્ટીલ સ્લેગના ઉપયોગ અંગે વૈજ્ઞાનિક સંશોધન હાથ ધરવા માટે પ્રોજેક્ટ એનાયત કર્યો હતો.

પ્રોસેસ કરાયેલા સ્ટીલ સ્લેગ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ રોડ અને હાઈવે બાંધકામમાં વપરાતા કુદરતી સંશોધિત સ્ત્રોતોની તુલનામાં ટકાઉ અને કરકસર યુક્ત જણાય આવ્યો હતો. આ દેશમાં અંશતઃ પથ્થરની કપચીને બદલે દુનિયામાં કદાચ પ્રથમ વખત સ્ટીલ સ્લેગના સ્તરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નવો તૈયાર કરાયેલો રોડ સુરત જિલ્લા માટે મહત્વનો ટ્રાન્સપોર્ટ કોરિડોર બની રહેશે કારણ કે દૈનિક અંદાજીત 1000થી 1200 ભારે વાહનો આ રોડ પરથી અવરજવર કરે છે. આ રોડની મજબૂતાઈ દેશના માર્ગ નિર્માણ ક્ષેત્રે રિસાયકલ કરેલી સામગ્રીના ઉપયોગ અને ભારતમાં હાઈવે નિર્માણમાં નવતર પ્રકારના પ્રયત્નની સંભાવના પુરવાર કરે છે.

Share3Tweet2Send
Previous Post

વડોદરાના પોલીસ જવાનની કામગીરી જોઇ ગૃહમંત્રી સંઘવીએ લખ્યું, આ કામ બદલ 100 સલામ પણ ઓછા પડે

Next Post

સદીઓ બાદ પાવાગઢમાં થશે ધજારોહણ.!! PM મોદીના હસ્તે રચાશે ઈતિહાસ, જાણો કેમ ખંડિત હતું મંદિરનું શિખર…

Related Posts

જંત્રીના દર વધે તે પહેલાં આટલું કરી લો.. લાખો રૂપિયા બચી જશે..!! સરકારે કાઢી આપ્યો વચલો રસ્તો…
ગુજરાત લાઈવ

જંત્રીના દર વધે તે પહેલાં આટલું કરી લો.. લાખો રૂપિયા બચી જશે..!! સરકારે કાઢી આપ્યો વચલો રસ્તો…

March 30, 2023
પત્ની સાથે  આડાસંબંધ  રાખનારા  મિત્રને આપી  સરપ્રાઇઝ ગિફ્ટ.. ઘરે બોલાવ્યા બાદ ટુકડા કરી કેનાલમાં ફેંકી દીધો.!!
ગુજરાત લાઈવ

પત્ની સાથે આડાસંબંધ રાખનારા મિત્રને આપી સરપ્રાઇઝ ગિફ્ટ.. ઘરે બોલાવ્યા બાદ ટુકડા કરી કેનાલમાં ફેંકી દીધો.!!

March 30, 2023
બેફામ દોડતા વાહનોને હવે લેસર ગનની લગામ..!! મર્યાદા કરતાં વધુ સ્પીડમાં જતા વાહનચાલકો વિરૂદ્ધ થશે દંડાત્મક કાર્યવાહી…
ગુજરાત લાઈવ

બેફામ દોડતા વાહનોને હવે લેસર ગનની લગામ..!! મર્યાદા કરતાં વધુ સ્પીડમાં જતા વાહનચાલકો વિરૂદ્ધ થશે દંડાત્મક કાર્યવાહી…

March 30, 2023
11 વર્ષની બાળકીને પીંખનારા હવસખોરને ફાંસી, મદદગારને જનમટીપ..બારડોલી કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો…
ગુજરાત લાઈવ

11 વર્ષની બાળકીને પીંખનારા હવસખોરને ફાંસી, મદદગારને જનમટીપ..બારડોલી કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો…

March 29, 2023
કાપોદ્રામાં યુવાન મહિલાને  “મૈત્રી”  ભારે પડી.. દારૂડિયા પતિના અત્યાચાર સામે હૂંફ અને મદદની આશાએ બની હવસનો શિકાર..!!
ગુજરાત લાઈવ

કાપોદ્રામાં યુવાન મહિલાને “મૈત્રી” ભારે પડી.. દારૂડિયા પતિના અત્યાચાર સામે હૂંફ અને મદદની આશાએ બની હવસનો શિકાર..!!

March 28, 2023
નર્સ પાસે ગર્ભપાત કરાવનાર દંપતિની આખરે ધરપકડ.. ચોથું સંતાન જોઇતું ન હોય આ કાંડ કર્યો…!!!
ગુજરાત લાઈવ

નર્સ પાસે ગર્ભપાત કરાવનાર દંપતિની આખરે ધરપકડ.. ચોથું સંતાન જોઇતું ન હોય આ કાંડ કર્યો…!!!

March 28, 2023
Next Post
સદીઓ બાદ પાવાગઢમાં થશે ધજારોહણ.!! PM મોદીના હસ્તે રચાશે ઈતિહાસ, જાણો કેમ ખંડિત હતું મંદિરનું શિખર…

સદીઓ બાદ પાવાગઢમાં થશે ધજારોહણ.!! PM મોદીના હસ્તે રચાશે ઈતિહાસ, જાણો કેમ ખંડિત હતું મંદિરનું શિખર…

જંત્રીના દર વધે તે પહેલાં આટલું કરી લો.. લાખો રૂપિયા બચી જશે..!! સરકારે કાઢી આપ્યો વચલો રસ્તો…

જંત્રીના દર વધે તે પહેલાં આટલું કરી લો.. લાખો રૂપિયા બચી જશે..!! સરકારે કાઢી આપ્યો વચલો રસ્તો…

March 30, 2023
પત્ની સાથે  આડાસંબંધ  રાખનારા  મિત્રને આપી  સરપ્રાઇઝ ગિફ્ટ.. ઘરે બોલાવ્યા બાદ ટુકડા કરી કેનાલમાં ફેંકી દીધો.!!

પત્ની સાથે આડાસંબંધ રાખનારા મિત્રને આપી સરપ્રાઇઝ ગિફ્ટ.. ઘરે બોલાવ્યા બાદ ટુકડા કરી કેનાલમાં ફેંકી દીધો.!!

March 30, 2023
બેફામ દોડતા વાહનોને હવે લેસર ગનની લગામ..!! મર્યાદા કરતાં વધુ સ્પીડમાં જતા વાહનચાલકો વિરૂદ્ધ થશે દંડાત્મક કાર્યવાહી…

બેફામ દોડતા વાહનોને હવે લેસર ગનની લગામ..!! મર્યાદા કરતાં વધુ સ્પીડમાં જતા વાહનચાલકો વિરૂદ્ધ થશે દંડાત્મક કાર્યવાહી…

March 30, 2023
Khabardar News Portal

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

Navigate Site

  • Home
  • About us
  • Contact us
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

Follow Us

No Result
View All Result
  • Home
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

gu ગુજરાતી
en Englishgu ગુજરાતીhi हिन्दीmr मराठी