મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવા જનારાઓ ઓનલાઇન ટિકિટ બુક કરવા માટે જે પ્લેટફોર્મ કહો કે માધ્યમનો ઉપયોગ કરે છે એમાં BookMyShow મોખરે છે. ટિકિટ બુકિંગમાં મોટો હિસ્સો ધરવતાં બુકમાયશો સામે મિલ્ટિપ્લેક્સ સાથે સાંઠગાંઠ સાધી છેતરપિંડી કરવા અંગેના ગંભીર આરોપ સાથે ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદના આ કિસ્સામાં, ભારતીય સ્પર્ધા પંચે ઓનલાઈન ટિકિટિંગ પ્લેટફોર્મ BookMyShow સામે તપાસનો આદેશ આપ્યો છે.
મલ્ટિપ્લેક્સ અને સિનેમાઘરો સાથેના કરાર અંગે BookMyShow સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 60 દિવસમાં તેનો રિપોર્ટ ડીજી ઇન્વેસ્ટિગેશનને સોંપવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે જ થિયેટરો સાથેના એક્સક્લુઝિવ કરાર અંગે પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સીસીઆઈ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે મલ્ટીપ્લેક્સ અને સિનેમાઘરો સાથે બુક માય શોના વિશેષ કરારો સ્પર્ધા ઘટાડી શકે છે.
BookMyShow ઉપર ઓનલાઈન પ્લેટફોર્મ સિનેપોલિસ, INOX, PVR અને અન્ય થિયેટરો સાથે સ્પર્ધા અધિનિયમ, 2002ની કલમ 3 અને 4નું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. CCI દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ તપાસ કરવામાં આવશે કે Bookmyshow અને મલ્ટીપ્લેક્સ વચ્ચે કોઈ પ્રકારનો કરાર છે કે કેમ. આ ઓનલાઈન ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ પર કેટલાક થિયેટરો સાથે 100% ટિકિટો તગડી ફી શેરિંગ પર જોડાઈ હોવાનો આરોપ છે. એવો પણ આરોપ છે કે આનાથી પ્રભાવશાળી સ્થિતિમાંથી ગ્રાહકો પર ટિકિટ દીઠ 19-25 રૂપિયાનો બોજ વધી ગયો છે. આ આક્ષેપ ઓનલાઈન ટિકિટ બુકિંગ પોર્ટલ દ્વારા કરવામાં આવ્યો છે.
આ પછી સીસીઆઈ દ્વારા આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આદેશમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે બુક માય શોને સિંગલ સ્ક્રીન સિનેમા થિયેટર સાથે વિશેષ કરાર કરવાનો અધિકાર નથી. શોટાઇમ નામના મૂવી ટિકિટિંગ પોર્ટલના માલિકે એક બાતમીદાર પાસેથી મળેલી માહિતીના આધારે BookMyShow પર આરોપ લગાવ્યો છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે BookMyShow ઊંચી સુવિધા ફી વસૂલે છે. તેમાંથી 50% કમિશન તરીકે સિનેમા ગૃહો સાથે શેર કરે છે. તમને જણાવી દઈએ કે જાન્યુઆરી-માર્ચ 2017માં ફિલ્મ ટિકિટના ઓનલાઈન બુકિંગમાં BookMyShowનો હિસ્સો 78% હતો.