આવકવેરો શબ્દ ભારતીયોને ધ્રૂજાવતો રહ્યો છે. આવકવેરામાં થોડી વધઘટ ભારે ચિંતા અને વાદ-વિવાદનું કારણ બની જાય છે. આવકવેરા બાબતે હજી ઘણી ઉદાસીનતાં જોવા મળે છે. સરકારી તંત્રના અનેક અને અથાગ પ્રયત્નો પછી પણ ટાર્ગેટ વસ્તીને આવકવેરા હેઠળ આવરી શકાય નથી. આવકવેરાના નીતિ-નિયમોની જાણકારીનો અભાવ આ સ્થિતિ માટે કારણભૂત માનવાાં આવે છે. ઈન્કમટેક્સ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2022 છે. જો તમે ITR નથી ભરતા તો તમારે પેનલ્ટી ભરવી પડી શકે છે. શું તમે વિચાર્યું છે કે કોઈની મોત થઈ જાય પછી તેને આવકવેરા રિટર્ન ભરવું પડે કે નહીં? નિયમો અનુસાર મૃત વ્યક્તિનું ITR ફાઇલ કરવું જરૂરી છે. પરંતુ તેમના મૃત્યુ બાદ તેમનું ITR કોણ ફાઈલ કરશે? ચાલો જાણીએ આ નિયમ વિશે.
નિયમના અનુસાર મૃતક વ્યક્તિના ITR ફાઈલ કરવું જરૂરી હોય છે. મૃતક વ્યક્તિનું ITR ફાઈલ કરવા માટે સૌથી પહેલા તેની પત્ની અથવા પતિ જેવા કોઈપણ સંબંધીને કાનૂની વારસદારની મંજૂરી લેવી પડશે. કોઈના મૃત્યુ પછી તેનું ITR ફાઈલ કરવા માટે સૌથી પહેલા મૃતકના કોઈ પણ સંબંધી જેમ કે તેની પત્ની અથવા પતિને કાયદાકીય વારસદારની મંજૂરી મળશે. તમને કોર્ટમાંથી આ મંજૂરી મળશે. વ્યક્તિના નજીકના સભ્યો જેમ કે પતિ-પત્ની અથવા પુત્ર-પુત્રી અથવા અન્ય કોઈને કોર્ટ દ્વારા કાયદેસરના વારસદાર બનાવવામાં આવે છે. કાનૂની વારસદારને સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ માન્યતા આપવામાં આવે છે.
જાતે જ કરો રજીસ્ટ્રેશન
- આની માટે સૌથી પહેલા તમે આયકર વિભાગની સાઈટ પર જઈને રજીસ્ટ્રેશન કરો.
- ત્યારબાદ તમે પહેલા કોર્ટ અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી કાનૂની વારસના પ્રમાણપત્રની નકલ લો.
- હવે તમે આવકવેરા વિભાગની વેબસાઇટ https://www.incometax.gov.in/ પર જાઓ.
- ‘માય એકાઉન્ટ’ દ્વારા ‘કાનૂની વારસ તરીકે નોંધણી કરો’ પર ક્લિક કરો.
- ત્યારબાદ પછી કાનૂની વારસદાર તરીકે તમારી નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરો.
6.થોડા દિવસો પછી, તમને આવકવેરા વિભાગ પાસેથી તમારા નોંધણી વિશેની માહિતી મળશે.
જાણો કેવી રીતે કરો અરજી
મૃત વ્યક્તિનું ITR પણ બાકીના લોકોની જેમ જ ભરવામાં આવે છે.
આ હેઠળ, કાયદાકીય વારસદાર બન્યા પછી, તમે મૃત વ્યક્તિના ખાતામાં લોગિન કરી શકશો.
આ પછી, ITR ભર્યા પછી, ટેક્સ વિભાગ તે ખાતાને કાયમ માટે બંધ કરી દેશે.
- આ સમગ્ર પ્રક્રિયામાં, તમારી પાસે મૃત વ્યક્તિનું મૃત્યુ પ્રમાણપત્ર, પાન કાર્ડ અને આધાર કાર્ડ, તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ તેમજ તમને કાયદેસર વારસદાર બનાવવાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ થયા બાદ મૃત વ્યક્તિના ખાતામાં પણ રિફંડ આવી જશે. - તમારે તે બેંક ખાતામાંથી પૈસા ઉપાડવા અને તેને બંધ કરાવવા માટે તેમની બેંકનો સંપર્ક કરવો પડશે.