રોકાણકારો માટે આ અઠવાડિયું વર્ષનું સૌથી ખરાબ વિક રહ્યું હતું. શેરબજાર જ નહીં ક્રિપ્ટો માર્કેટમાં પણ રોકાણનું ભારે ધોવાણ થયું છે. અમેરિકી બજાર હોય કે ભારતીય શેરબજાર બધે જ કડાકા બોલતાં રોકાણકારોએ રડવાનો વારો આવ્યો હતો. આ સપ્તાહે નિફ્ટી અને ડાઉ જોન્સ 52 સપ્તાહના નીચલા સ્તરે પહોંચ્યા છે. છેલ્લા છ દિવસમાં એકલા ભારતીય શેરબજારમાં રોકાણકારોને રૂ.18 લાખ કરોડ ડૂબ્યા છે. આ જ હાલત ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં પણ રહી છે. અહીં પણ ત્રીસ ટકા જેટલા ધોવાણને પગલે હાહાકાર જેવી સ્થિતિ સર્જાય છે.
માર્કેટના સૂત્રોના અનુસાર વિતેલા અઠવાડિયે ક્રિપ્ટોકરન્સીની કુલ માર્કેટ કેપ પણ 1 લાખ કરોડ ડોલરથી નીચે આવી ગઈ હતી. છેલ્લા 7 દિવસમાં ક્રિપ્ટોકરન્સીની માર્કેટ કેપ લગભગ 30,000 મિલિયન ડોલર એટલે કે 22 લાખ કરોડ રૂપિયાથી વધુ ધોવાઇ ગઈ છે. 7 દિવસની અંદર જ સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇન અને બીજા નંબરની સૌથી મોટી કરન્સી ઇથેરિયમ 30 ટકાથી વધુ તૂટી ગઇ છે. આના પરથી અંદાજો આવી શકે છે કે આ અઠવાડિયે ક્રિપ્ટો માર્કેટમાં કેટલું બ્લડ બાથ થયું હતું.
ક્રિપ્ટોકરન્સીની માર્કેટ કેપ 10 જાન્યુઆરીએ 1.187 લાખ કરોડ રૂપિયા હતી. આજે શનિવારે તે ઘટીને 88,000 કરોડ ડોલર થઈ ગઈ છે. ટોચની દસ કરન્સી તેમની ઉંચી સપાટીથી 70 ટકા તૂટી ગઈ છે. આ સપ્તાહે અમેરિકી શેર બજાર ડાઉ જોન્સ પણ 30,00ના સ્તરની નીચે ગયું છે. મે 2020 બાદ આ સૌથી ખરાબ પ્રદર્શન છે.
વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇન ગગડીને 20,000 ડોલરની નીચે પહોંચી ગઇ છે. આજે શનિવારે એક બિટકોઈનની કિંમત 19,150 ડૉલરની આસપાસ ટ્રેડ થઈ રહી છે. તે તેના ઉચ્ચ સ્તર એટલે કે નવેમ્બર 2021 ના સ્તરથી 65 ટકાથી વધુ તૂટી ગયો છે. છેલ્લા સાત દિવસમાં જ કરન્સીમાં લગભગ 30 ટકાનો ઘટાડો થયો છે.
બીજી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી ઇથેરિયમમાં છેલ્લા 7 દિવસમાં 35 ટકાનો ઘટાડો થયો છે. નવેમ્બરની સર્વોચ્ચ સપાટીથી, ચલણ લગભગ સાડા ચાર ગણું ઘટી ગયું છે. આજે શનિવારે તે 1000 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે. નવેમ્બર 2021 માં તે 4,600 ડોલર પર ચાલી રહ્યો હતો.
માર્કેટ કેપની દ્રષ્ટિએ વિશ્વની 10મી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી ડોગેકોઇનની સ્થિતિની દ્રષ્ટિએ ડોગેકોઇનની હાલત ખરાબમાંથી અતિ ખરાબમાં બદલાઇ ગઇ છે. તેના ઊંચા સ્તરેથી કરન્સી 80 ટકાથી વધુ નીચે આવી છે. જો તમે ઓગસ્ટ 2021 માં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો તે આજે લગભગ 15,000 અથવા તેનાથી ઓછું થઈ ગયું હોત.