Thursday, March 30, 2023
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
No Result
View All Result
Khabardar News Portal
No Result
View All Result

Home » 18 જૂને છે PM મોદીના માતા હીરાબાનો 100મો જન્મદિવસ, વડનગરમાં દિવાળી જેવો માહોલ, પરિવાર દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન..

18 જૂને છે PM મોદીના માતા હીરાબાનો 100મો જન્મદિવસ, વડનગરમાં દિવાળી જેવો માહોલ, પરિવાર દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન..

by Admin
June 17, 2022
in ગુજરાત લાઈવ
Reading Time: 1min read
A A
18 જૂને છે PM મોદીના માતા હીરાબાનો 100મો જન્મદિવસ, વડનગરમાં દિવાળી જેવો માહોલ, પરિવાર દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન..
8
SHARES
Share on FacebookShare on Twitter

ગાંધીનગર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વધુ એક વખત ગુજરાત પ્રવાસે છે. વડોદરા અને પાવાગઢ ખાતેના તેમના કાર્યક્રમો ઉપરાંત ગુજરાતની નજર અન્ય એક મહત્વની ઘટના ઉપર પણ મંડરાયેલી છે. આ ઇવેન્ટ છે મોદીના માતા હીરાબાનો 100મો જન્મ દિવસ. 18 જૂને હીરાબાનો જન્મદિવસ છે. હીરાબાને 100 વર્ષ થવાના છે. પોતાના ગુજરાતના પ્રવાસ દરમિયાન પીએમ મોદી પણ માતા હીરાબાની મુલાકાત લઈ શકે છે. તો હીરાબાના 100માં જન્મદિવસને ખાસ બનાવવા વડનગરમાં દિવાળી જેવો માહોલ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનો જન્મદિવસ શનિવાર 18 જૂને છે. હીરાબાના જન્મદિવસ પહેલા વડનગરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ અંગે પ્રહ્લાદભાઈ મોદીએ કહ્યુ કે, વડનગરમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તો પરિવાર દ્વારા જ્ઞાતિ ભોજનનું પણ આયોજન કરાયું છે. 18 જૂને હીરાબાના જન્મદિવસના દિવસે વડનગરની તમામ શાળાના બાળકોને મગના શીરાનું ભોજન પણ આપવામાં આવશે. આ સાથે જ ભવ્ય

પ્રહ્લાદ મોદીએ આપેલી માહિતી પ્રમાણે હીરાબેનની ઉંમરના 100 વર્ષ પૂરા થઈ રહ્યાં છે. અમે વડનગરના હાટકેશ્વર મંદિરમાં એક નવચંડી યજ્ઞ અને સુંદર કાંડના પાઠનું આયોજન કર્યું છે. આ અવસર પર મંદિરમાં એક સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો પરિવાર દ્વારા આ દિવસે બપોરે અમદાવાદના જગન્નાથ મંદિરમાં બપોરના ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 જૂને ગુજરાતના પ્રવાસે આવવાના છે. આ દરમિયાન તેઓ ગાંધીનગર જઈ માતાના આશીર્વાદ લઈ શકે છે. પીએમ મોદી પોતાની યાત્રા દરમિયાન વડોદરામાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. આ પહેલાં પીએમ મોદી માર્ચ મહિનામાં ગુજરાતના પ્રવાસ દરમિયાન ગાંધીનગર સ્થિત નિવાસ્થાને માતા હીરાબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.

ગાંધીનગરમાં આ રોડનું નામ પૂજ્ય હીરાબા માર્ગ અપાયું : ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી 80 મીટરના રોડે ‘પૂજ્ય હીરાબા માર્ગ’ નામ આપવામાં આવ્યુ છે. આ વિશે ગાંધીનગર પાલિકા દ્વારા જણાવાયુ કે, જેઓએ પોતાના સમગ્ર જીવન, ત્યાગ, તપસ્યા, સેવા અને કર્તવ્યનિષ્ઠાથી દેશની સેવા કરી છે તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા આવતીકાલે 18 જૂને 100 વર્ષ પૂર્ણ કરી રહ્યાં છે. ત્યારે ગાંધીનગરના લોકોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને રાસયણ પેટ્રોલ પંપથી 80 મીટરના રોડને પૂજ્ય હીરાબા માર્ગ તરીકે નામકરણ કરાયુ છે. હીરાબાનું નામ સદાય જીવંત રહે અને ભવિષ્યમાં આવનાર પેઢી તેમના જીવનમાંથી ત્યાગ, તપસ્યા, સેવા અને કર્તવ્યનિષ્ઠાનો બોધપાઠ લે તે હેતુથી આ માર્ગને તેમનુ નામ આપવામાં આવ્યુ છે.

Share3Tweet2Send
Previous Post

ઉંદરનો પીછો કરી પોલીસે રિકવર કર્યું ગાયબ થયેલું 10 તોલા સોનું..!! જાણો ઈન્ટરેસ્ટિંગ કિસ્સો

Next Post

સોનમ કપૂર સાથે દેખાતો આ વ્યક્તિ છે કોણ.? ચહેરે દાઢી-મૂછ અને શરીરે સેક્સી ટુંકો ડ્રેસ પહેરીને ફરતો શખ્સ છે……

Related Posts

જંત્રીના દર વધે તે પહેલાં આટલું કરી લો.. લાખો રૂપિયા બચી જશે..!! સરકારે કાઢી આપ્યો વચલો રસ્તો…
ગુજરાત લાઈવ

જંત્રીના દર વધે તે પહેલાં આટલું કરી લો.. લાખો રૂપિયા બચી જશે..!! સરકારે કાઢી આપ્યો વચલો રસ્તો…

March 30, 2023
પત્ની સાથે  આડાસંબંધ  રાખનારા  મિત્રને આપી  સરપ્રાઇઝ ગિફ્ટ.. ઘરે બોલાવ્યા બાદ ટુકડા કરી કેનાલમાં ફેંકી દીધો.!!
ગુજરાત લાઈવ

પત્ની સાથે આડાસંબંધ રાખનારા મિત્રને આપી સરપ્રાઇઝ ગિફ્ટ.. ઘરે બોલાવ્યા બાદ ટુકડા કરી કેનાલમાં ફેંકી દીધો.!!

March 30, 2023
બેફામ દોડતા વાહનોને હવે લેસર ગનની લગામ..!! મર્યાદા કરતાં વધુ સ્પીડમાં જતા વાહનચાલકો વિરૂદ્ધ થશે દંડાત્મક કાર્યવાહી…
ગુજરાત લાઈવ

બેફામ દોડતા વાહનોને હવે લેસર ગનની લગામ..!! મર્યાદા કરતાં વધુ સ્પીડમાં જતા વાહનચાલકો વિરૂદ્ધ થશે દંડાત્મક કાર્યવાહી…

March 30, 2023
11 વર્ષની બાળકીને પીંખનારા હવસખોરને ફાંસી, મદદગારને જનમટીપ..બારડોલી કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો…
ગુજરાત લાઈવ

11 વર્ષની બાળકીને પીંખનારા હવસખોરને ફાંસી, મદદગારને જનમટીપ..બારડોલી કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો…

March 29, 2023
કાપોદ્રામાં યુવાન મહિલાને  “મૈત્રી”  ભારે પડી.. દારૂડિયા પતિના અત્યાચાર સામે હૂંફ અને મદદની આશાએ બની હવસનો શિકાર..!!
ગુજરાત લાઈવ

કાપોદ્રામાં યુવાન મહિલાને “મૈત્રી” ભારે પડી.. દારૂડિયા પતિના અત્યાચાર સામે હૂંફ અને મદદની આશાએ બની હવસનો શિકાર..!!

March 28, 2023
નર્સ પાસે ગર્ભપાત કરાવનાર દંપતિની આખરે ધરપકડ.. ચોથું સંતાન જોઇતું ન હોય આ કાંડ કર્યો…!!!
ગુજરાત લાઈવ

નર્સ પાસે ગર્ભપાત કરાવનાર દંપતિની આખરે ધરપકડ.. ચોથું સંતાન જોઇતું ન હોય આ કાંડ કર્યો…!!!

March 28, 2023
Next Post
સોનમ કપૂર સાથે દેખાતો આ વ્યક્તિ છે કોણ.? ચહેરે દાઢી-મૂછ અને શરીરે સેક્સી ટુંકો ડ્રેસ પહેરીને ફરતો શખ્સ છે……

સોનમ કપૂર સાથે દેખાતો આ વ્યક્તિ છે કોણ.? ચહેરે દાઢી-મૂછ અને શરીરે સેક્સી ટુંકો ડ્રેસ પહેરીને ફરતો શખ્સ છે……

જંત્રીના દર વધે તે પહેલાં આટલું કરી લો.. લાખો રૂપિયા બચી જશે..!! સરકારે કાઢી આપ્યો વચલો રસ્તો…

જંત્રીના દર વધે તે પહેલાં આટલું કરી લો.. લાખો રૂપિયા બચી જશે..!! સરકારે કાઢી આપ્યો વચલો રસ્તો…

March 30, 2023
પત્ની સાથે  આડાસંબંધ  રાખનારા  મિત્રને આપી  સરપ્રાઇઝ ગિફ્ટ.. ઘરે બોલાવ્યા બાદ ટુકડા કરી કેનાલમાં ફેંકી દીધો.!!

પત્ની સાથે આડાસંબંધ રાખનારા મિત્રને આપી સરપ્રાઇઝ ગિફ્ટ.. ઘરે બોલાવ્યા બાદ ટુકડા કરી કેનાલમાં ફેંકી દીધો.!!

March 30, 2023
બેફામ દોડતા વાહનોને હવે લેસર ગનની લગામ..!! મર્યાદા કરતાં વધુ સ્પીડમાં જતા વાહનચાલકો વિરૂદ્ધ થશે દંડાત્મક કાર્યવાહી…

બેફામ દોડતા વાહનોને હવે લેસર ગનની લગામ..!! મર્યાદા કરતાં વધુ સ્પીડમાં જતા વાહનચાલકો વિરૂદ્ધ થશે દંડાત્મક કાર્યવાહી…

March 30, 2023
Khabardar News Portal

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

Navigate Site

  • Home
  • About us
  • Contact us
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

Follow Us

No Result
View All Result
  • Home
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

gu ગુજરાતી
en Englishgu ગુજરાતીhi हिन्दीmr मराठी