હરિયાણાના નૂહ (અગાઉનું મેવાત) જિલ્લામાં, ખાણ માફિયાઓએ મંગળવારે બપોરે નાયબ પોલીસ અધિક્ષક (ડીએસપી) સુરેન્દ્ર સિંહ મંજુને જાહેરમાં ડમ્પર સાથે કચડીને મારી નાખ્યા.
હરિયાણા પોલીસે તેના નાયબ પોલીસ અધિક્ષક (ડીએસપી) સુરેન્દ્ર સિંહ મંજુની હત્યા કરનાર ખાણ માફિયાનું 4 કલાક પછી એન્કાઉન્ટર કર્યું છે.
ગેરકાયદે ખનન રોકવા ગયેલા ડીએસપી સુરેન્દ્રસિંહ મંજુની હત્યા કરાયા બાદ પોલીસે માફિયાઓ સામે મેગા ઓપરેશન હાથ ધર્યુ હતું. મંગળવારે સાંજે લગભગ 4 વાગ્યે, નૂહ જિલ્લાના તાવડુ વિસ્તારમાં ડીએસપીને કચડી નાખનાર ડમ્પરના ડ્રાઇવર અને ક્લિનરને પોલીસે ઘેરી લીધા હતા. બંનેએ આત્મસમર્પણ ન કરતાં પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો.આ દરમિયાન ડમ્પર ઇકરારના કલીનરને પગમાં ગોળી વાગતાં ઇજા પહોંચી હતી, જ્યારે ચાલક સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. જોકે પોલીસ ડ્રાઈવરનો પીછો કરી રહી છે. ડ્રાઈવર અને કંડક્ટર પંચગાંવના રહેવાસી હોવાનું કહેવાય છે. ધરપકડ બાદ ક્લીનરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
**ડીજીપી ઘટનાસ્થળે પહોંચી ગયા
ડીએસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈની હત્યા બાદ હરિયાણા પોલીસના ડીજીપી પીકે અગ્રવાલ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેણે એન્કાઉન્ટરમાં એક આરોપીની ધરપકડની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, આ કેસમાં એન્કાઉન્ટર બાદ 1 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને પગમાં ગોળી વાગી છે. બાકીના આરોપીઓની પણ ધરપકડ માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેમની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
ડીએસપી સુરેન્દ્ર સિંહને મંગળવારે બપોરે જ નૂહ (પૂર્વ નામ મેવાત) જિલ્લાના તાવડુ વિસ્તારમાં માઈનિંગ માફિયાઓએ જાહેરમાં કચડી મારી નાખ્યા હતા. ગેરકાયદે ખનન અંગે માહિતી મળતાં ડીએસપી તેમની ટીમ સાથે અરવલ્લી વિસ્તારના પાંચગાંવની ટેકરીઓ પર પહોંચ્યા હતા. જ્યારે તેણે ગેરકાયદેસર ખનન કરી રહેલા ડમ્પરને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે ચાલકે તેની ઉપર ટ્રક હંકારી મૂકી હતી.
હરિયાણા પોલીસના એડીજી (કાયદો અને વ્યવસ્થા) સંદીપ ખિરવારે જણાવ્યું હતું કે અમારી પાસે માહિતી છે કે અમારી પાસે ત્યાં 4 કર્મચારી હતા, જેમાં ડીએસપીની વ્યક્તિગત ટીમ હતી. અમને આશા છે કે અમે જલ્દી સફળ થઈશું. અમે નાકાબંધી કરાવી લીધી છે, ડમ્પર પણ ટૂંક સમયમાં મળી જશે. અમે IPCની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
હરિયાણાના ગૃહપ્રધાન અનિલ વિજે કહ્યું કે માઈનિંગ માફિયાઓને આ ઉદ્ધતાઈનો જવાબ આપવામાં આવશે. તેમણે કહ્યું કે આ ઘટનાને સહન કરી શકાય નહીં. ઘટનાની જાણ થતાં જ મેં તરત જ ડીજીપીને કહ્યું કે આખા જિલ્લાની પોલીસ બોલાવવી હોય, આસપાસના જિલ્લાઓમાંથી પોલીસ બોલાવવી હોય કે રિઝર્વ પોલીસ બોલાવવી પડે, પરંતુ તે જવાબ આપવામાં આવશે. અમે સંપૂર્ણ કાર્યવાહી કરીશું, કોઈને બક્ષવામાં આવશે નહીં.