ઉત્તર ભારતના રાજ્યોમાં શ્રાવણ મહિનો શરૂ થઇ ગયો છે અને સાથે સાથે કાવડ યાત્રા પણ શરૂ થઈ ગઈ છે. ભગવાન શિવના જ્યોતિર્લિંગ પર ગંગા જળને ખભા પર રાખીને જલાભિષેક કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બિહારના શામલીના ભૈંસવાલ ગામના વકીલ મલિક પણ આ વર્ષે કાવડ યાત્રા દરમિયાન તેમના જીવનમાં છઠ્ઠી વખત હરિદ્વારથી પગપાળા પવિત્ર જળ લાવવા માટે તૈયાર છે. મુસ્લિમ હોવા છતાં તે ભગવાન શિવના ભક્ત છે. સતત પાંચ વર્ષ સુધી, તે હરિદ્વારથી ગંગા જળ લે છે અને પગપાળા યાત્રા કરીને જાય છે અને પોતાના ગામના મંદિરમાં શિવને જળ ચઢાવે છે.

પોતાની કાવડ યાત્રાને લઈને વકીલ મલિકે કહ્યું કે હું ઈસ્લામ પ્રત્યે સમાન સમર્પિત છું અને હંમેશા જમાતમાં જોડાઉં છું. જો કે, કાવડને લાવવા પાછળનો મારો હેતુ એ સાબિત કરવાનો છે કે ભગવાન એક છે અને આપણે જ મતભેદો સર્જીએ છીએ.
વકીલ મલિક કહે છે, જો મારો સંદેશ એક પણ વ્યક્તિ સુધી પહોંચશે તો મારો હેતુ પૂરો થશે. મલિક અત્યાર સુધીમાં પાંચ વખત યાત્રાનો ભાગ બની ચૂક્યા છે. આ છેલ્લી વાર હશે જ્યારે તે પોતાના સંકલ્પ પ્રમાણે દોડશે. દર વર્ષે તે બાગપતના પુરા મહાદેવ મંદિરમાં પવિત્ર જળ ચઢાવે છે.
વકીલ મલિક આ વખતે તેણે શામલી જિલ્લા મુખ્યાલય અને ગાદીપુખ્તા પોલીસ સ્ટેશનથી પહેલીવાર પરવાનગી માંગી હતી. મલિકે કહ્યું કે શરૂઆતના વર્ષોમાં મને કાવડને લાવવા માટે મારા પરિવાર તરફથી પણ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ કહ્યું કે હું મારા ધર્મ સાથે દગો કરી રહ્યો છું. જોકે બાદમાં તે મારા પરિવારના સભ્યોને સમજી ગયા હતો. હવે તેઓ કાવડને લઈ જવામાં પણ મદદ કરે છે.
આ સમગ્ર મામલે એસએચઓ કરમવીર સિંહે કહ્યું કે, ગુરુવારે સવારે 11 વાગ્યે એક મુસ્લિમ વ્યક્તિ પોલીસ સ્ટેશન આવ્યો હતો. તેઓ કાવડને હરિદ્વારથી કોઈપણ વિરોધ વિના લાવવા માંગતા હતા. તેની સામે કોઈએ વાંધો કે ફરિયાદ કરી ન હતી. દરેક વ્યક્તિને શ્રદ્ધા છે અને અમે તેનું સન્માન કરીએ છીએ.