વલસાડ જિલ્લાના કરવાડ ગામમાં 8 ફેબ્રૂઆરીએ અચાનક ભાગદોડ મચી ગઇ. ગામ રાજસ્થાનના બાંસવાડાના વતની એવા મહેશભાઇ ગરાસિયામાં રહેતાં ની 6 વર્ષની દીકરી પરી ધોળા દિવસે રમતાં રમતાં અચાનક ગાયબ થઈ ગઈ હતી. આખું ગામ પરી પરી ની બૂમો પાડવા અને શોધવા માંડ્યું. 4 કલાક પછી પમ પરી નહી મળી. જમીન નિગલ ગઇ કે આસમાં ખા ગયા એવી સ્થિતિ ઉભી થતાં પરિવારે હાફળા ફાફળા થઈને પોલીસને જાણ કરી. આ સાથે જ શરૂ થયું શ્વાસ થંભાવી દેતું ઓપરેશન. 16 કલાક સુધી ચાલેલા આ ઓપરેશનમાં એક બાજુ ગુજરાત પોલીસ હતી અને બીજું બાજુ શાતિર દિમાગવાળો બાળકીનો અપહરણકર્તા.

વલસાડ ડીએસપી રાજદીપસિંહ ઝાલા એ મીડિયાને ઘટના અંગે જણાવ્યું હતું કે બપોરે દોઢ વાગ્યે દીકરી પરી જમવા ન આવી ત્યારે માતાપિતાએ આસપાસની સાઇટોમાં સર્ચ કર્યું. પછી શેઠને જાણ કરી. બાદમાં તમામ ભેગા થઈને શોધખોળ કરવા લાગ્યા. ત્યાંથી નજીક મેટ્રોની સાઇટ પર પણ તપાસ કરી. પરંતુ દીકરીના કોઈ સગડ ન મળતા છેલ્લે સાંજે 6 વાગ્યે ડુંગર પોલીસને જાણ કરી.
ઝાલા કહે છે કે અમે પહેલાં એ લૉજિક લગાવ્યું કે આસપાસમાંથી અન્ય કોણ ગાયબ છે? ઘણી વખત બાળકો રમતાં રમતાં જંગલમાં જતાં રહે તો ભૂલાં પડતાં હોય છે. એનાથી ખબર પડે કે અન્ય બાળક પણ સાથે છે કે કેમ? એ દરમિયાન જાણવા મળ્યું કે રમેશ નામનો નેપાળી ચોકીદાર પણ ગાયબ છે. એ બપોરથી નથી દેખાતો. એનું ટેક્નિકલ એનાલિસિસ કર્યું તો તેનો ફોન મુંબઈ પાલઘર નજીક સ્વિચ ઓફ થયો હતો. ત્યારે કન્ફર્મ થઈ ગયું કે ચોકીદાર રમેશ જ બાળકીને લઈ ગયો છે.

ગામમાં તપાસ દરમિયાન બહાર આવ્યું કે ચોકીદાર રમેશ ઘણા સમયથી ગામની છોકરીઓ પર ધ્યાન રાખીને બેઠો હતો. તેની નજર માત્ર પરી પર જ નહીં પણ ત્યાંનાં ઘણાં બાળકો પર હતી. તે બાળકોને ચોકલેટ ખવડાવતો, મોબાઇલમાં નેપાળી ડાન્સના તથા મેળાના વીડિયો બતાવતો. જ્યારે એનાં માતાપિતા સાથે બેસતો, બાળકોને લારી પર ખવડાવવા લઈ જઇ પાછા મૂકી જતો એ રીતે એણે બધાનો વિશ્વાસ જીત્યો હતો. જાંસામાં લેવા તેણે પરીને કહ્યું હતું કે ચાલ તને મેળો દેખાડવા નેપાળ લઈ જઉ. ઉપરાંત પરીને ફોસલાવવા માટે તેણે આગલા દિવસે ફુગ્ગાનું પેકેટ, ઈમિટેશન જ્વેલરી અને નવું ફ્રૉક લઈ આપ્યું હતું.

ચોદીકાર રમેશને ખબર હતી કે સાઇટ પર બધે CCTV છે. સાઇટ પરની બિલ્ડિંગમાં પાછળની તરફ મહિલાઓ માટે બાકોરું બનાવી એક વૉશરૂમ બનાવવામાં આવ્યો હતો. જેની બીજી તરફ એક વોકળું હતું. જેનો લાભ ચોદીકાર રમેશે ઉઠાવ્યો હતો. તે પહેલાં બિલ્ડિંગના પાછળના ભાગે બાકોરામાંથી પરીને લઈને વોકળામાં મૂકી આવ્યો હતો. પછી તે ફરી આગળના દરવાજા પર આવ્યો હતો. જ્યાંથી તે જ્યાં પરી ઊભી હતી તે વોકળા તરફ ગયો હતો. જ્યાંથી પરીનું અપહરણ કરીને ઝાડી-ઝાંખરામાં થઈને મુખ્ય રસ્તા પર પહોંચી ગયો હતો. થોડેક જ દૂર મેટ્રો બ્રિજની સાઇટ આવતાં ચોદીકાર રમેશે પોતાનો શર્ટ બદલી લીધો, એટલું જ નહીં બાળકીને પણ નવું ફ્રૉક પહેરાવી દીધું હતું. પછી રિક્ષામાં બેસીને હાઇવે તરફ આવી ગયો.

ઝાલા કહ્યું કે શાતિર અપહરણકારે પોલીસને ચકમો આપવા ચાલાકી વાપરી હતી. અમે જ્યારે CCTV ચેક કર્યા ત્યારે તેમાં રમેશ એકલો જ દેખાતો હતો. એટલે અમે પણ યુક્તિ વાપરી. અમે ટ્રાન્સપોર્ટેશન પોઈન્ટ પર ફોકસ કર્યું હતું. અમે ત્યાંના CCTV ચેક કર્યા તો એમાં ચોકીદાર રમેશ છોકરીને એક ઇકો ગાડીમાં લઈ જતો દેખાયો હતો. આથી અમે ઇકો ગાડી સુધી પહોંચવા ટોલનાકાનો સંપર્ક કર્યો. ત્યાંથી ગાડીનો નંબર મેળવી પોલીસ એના માલિક સુધી પહોંચી હતી. અમે ઈકો ગાડીના માલિકની પૂછપરછ કરી તો તેણે સ્વીકાર્યું કે બંને મારી ઈકો ગાડીમાં બેઠાં હતાં. બાદમાં તેઓ જ્યાં ઊતર્યાં હતાં ત્યાંના CCTV તપાસ્યા. જેમાં રમેશ બાળકીને છોટા હાથીમાં લઈને મુંબઈના ઘાટકોપર તરફ જતો દેખાયો હતો.

આરોપી અમારી આગળ હતો અને અમે પાછળ પાછળ. અમે છોટા હાથીનું પગેરું શોધતાં શોધતાં ગયા તો જાણવા મળ્યું કે ચોદીકાર રમેશ બાળકીને લઈને મુંબઈના કુર્લા રેલવે સ્ટેશન ગયો છે. કુર્લાથી નેપાળ જવા માટેની ટ્રેનોની વિગતો એકઠી કરી. જેમાં કુશીનગરની ટ્રેન ધ્યાનમાં આવી. અમે ઓલરેડી દોઢથી બે કલાક પાછળ ચાલતા હતા. એટલે અમારી એક ટીમ એ ટ્રેન પાછળ ગઈ. આ સિવાય એ ટ્રેન જેટલાં જંક્શન પર ઊભી રહે ત્યાં કો-ઓર્ડિનેટ કરીને આરોપીના ફોટોગ્રાફ મોકલી આપ્યા હતા.
જેના દ્વારા ચોકીદાર રમેશ નેપાળી નોકરી પર લાગ્યો હતો એની પાસે પણ તેના કોઈ આઈડી કે સરનામું કઈ નહોતું. તેણે મોબાઈલ પણ સ્વિચ ઓફ કરી દીધો હતો. એનો એક ફોટો અને CCTV ફૂટેજ માંડ મળ્યા હતા. ઉપરાંત એ પહેલાં મુંબઈ અને UPમાં રહેતો હતો પણ ક્યાં રહેતો હતો એ પણ શોધવાનું હતું. બાળકીને લઈને નેપાળમાં ક્યાં જાય કે છે કેમ? એના પરિવાર કે સાગરીતો કોણ – કયા છે એ વિશે કોઈ જાણ નહોતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ચોદીકાર રમેશ નેપાળી મુંબઇમાં રાજબહાદુરના પિતા સાથે કામ કરતો હતો. ઉપરાંત કોલ ડિટેલમાં પણ મુંબઈના ઘણા નંબર મળી આવ્યા. તપાસ માટે અમે મુંબઈ તરફ ટીમો મોકલી. એ દરમિયાન મુંબઇમાં જ્યાં રહેતો હતો ત્યાંનું સરનામું શોધીને અમારી ટીમ પહોંચી ગઈ પણ રમેશ નેપાળી ઉર્ફે લેખે ખલાંગ ત્યાં પણ નહોતો પહોંચ્યો. એટલે એ UP કે નેપાળ તરફ જવાની શક્યતા હતી. અમે મુંબઈથી એ તરફ જતી ટ્રેનોની ડિટેલ મંગાવી. રેલવે પોલીસને જાણ કરી ઉપરાંત પોલીસના જુદા જુદા સોશિયલ મીડિયા ગ્રુપમાં પણ માહિતી મોકલી દીધી હતી.
ઝાલા કહ્યું કે ટ્રેન મુંબઈથી ઉપડીને કુશીનગર (ઉત્તરપ્રદેશ) તરફ પ્રયાણ કરી રહી હતી. દરમિયાન રાત્રે ખંડવા જંક્શન પર ચોકીદાર રમેશ પાણી પીવા માટે ઊતર્યો હતો. બરોબર આ જ વખતે ત્યાં પહેલેથી એલર્ટ રેલવે પોલીસના જવાનોની તેના પર નજર પડી હતી. રેલવે પોલીસે થોડો પણ વિલંબ કર્યા વગર આરોપીને તુરંત દબોચી લીધો હતો. થોડીવાર પછી અમારી ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી.

ઝાલાએ જણાવ્યું હતું કે ઘટના બની એ સાઇટ એક દોઢ વર્ષથી શરૂ થઈ છે. જ્યારે રમેશ નેપાળી પોતે આઠ મહિનાથી આ સાઇટ પર નોકરી કરતો હતો. એ શરૂઆતમાં આવીને રાજબહાદુર નામના નેપાળીને મળ્યો હતો. એણે કહ્યું કે ‘હું નેપાલથી આવું છું. મને નોકરીની જરૂર છે.’ રાજબહાદૂરે તેને પોતાના ઘરે રાખ્યો અને નોકરી પણ અપાવી. રમેશ ત્યાં ચોકીદારી અને પાણી પાવાનું કામ કરતો હતો. એણે સાઇટ પર નોકરી રહેવા માટે કોઈ દસ્તાવેજ આપ્યા નહોતા. એનું સાચું નામ પણ રમેશ નથી. એ પોતે રમેશ નેપાળી તરીકે પોતાની ઓળખ આપતો હતો. પરંતુ ઇન્વેસ્ટિગેશન દરમિયાન તેની પાસે આઇડેન્ટિટી પ્રૂફ માંગતા પોતાનું અસલી નામ ‘લેખે ટીકારામ ખલાંગ’ (બનગઈ, મોતીપુર, નેપાળ) જણાવ્યું હતું

આરોપીને પકડી લીધા પછી બાળકી થોડું રડી હતી કારણ કે બાળકી રમેશ નેપાળીને સારી રીતે ઓળખત, તેની સાથે રમતી હતી. એને ખબર પણ નહોતી કે આ મને કિડનેપ કરીને લઈ જઇ રહ્યો છે. રમેશ નેપાળી ઉર્ફે લેખે ટીકારામ પોલીસને ગુમરાહ કરવા માટે સીસી કેમેરાથી બચ્યો, મોબાઇલ બંધ કરી દીધો હતો. તેણે સતત વાહનો બદલ્યાં હતાં. વાપીથી નીકળ્યો ત્યારથી 4-5 વાહનો બદલ્યાં હતાં. ઉપરાંત પરંપરાગતના બદલે 407 અને છોટા હાથી જેવાં વાહનોનો ઉપયોગ પણ કર્યો હતો.
ઝાલાએ જણાવ્યું કે લેખે ઉર્ફે રમેશ સામાન્ય રીતે 6 થી 12 વર્ષની ઉંમરનાં બાળકો શાંત હોય અને બૂમાબૂમ ન કરે ઉપરાંત એ ઉંમરનાં બાળકોને આસાનીથી સમજાવી પટાવી શકાય. સારુ વર્તન કરો એટલે તેઓમાં પેરન્ટહુડ જેવી ફીલિંગ પણ આવે. એટલે એ ઉંમરનાં બાળકોને જ ટાર્ગેટ કરતો. છેલ્લે વિશ્વાસમાં આવી જાય એવાં બાળકોને ઉઠાવી જતો. અત્યાર સુધીમાં ઉત્તરપ્રદેશના અલગ અલગ વિસ્તારમાંથી ચારેક બાળકોનું અપહરણ કર્યાનું તેણે કબૂલ્યું છે.

4 બાળકોમાં 3 છોકરી અને 1 છોકરો છે. એમાં નાનામાં નાની 6થી મોટામાં મોટી છોકરી 12 વર્ષની છે. પૂછપરછમાં એણે અગાઉ અપહરણ કરેલાં બાળકોનાં ફક્ત નામ જ આપ્યાં છે. અમે ઉત્તરપ્રદેશમાં ટીમો પણ મોકલી આપી છે. જેથી એની કબૂલાતની ખરાઈ કરી શકાય. કેટલી ફરિયાદો થઈ એમનું શું સ્ટેટસ છે ઉપરાંત બાળકો અને તેમનાં માતાપિતા વિશે જાણકારી મેળવી શકાય.
લેખે ઉર્ફે રમેશ હમાલી, ડ્રાઈવરી અથવા વોચમેન ઉપરાંત જે મળે એ કામ કરતો. એ પછી જે જગ્યાએ કામ કરે ત્યાં બાળકોની વોચ રાખીને ભોળવીને અપહરણ કરી લેતો. રમેશ નેપાળના મોતીપુર ખાતે એ બાળકોને વેચતો હતો. મોતીપુર એ નેપાળના લુંબિનીમાં આવેલું એક નાનકડું ગામ છે. ત્યાં બાળકો ખરીદતાં બે શખ્સોનાં નામ સામે આવ્યાં છે. આગળ એ શખ્સો બાળકોનું શું કરતાં એ તેને ખબર નથી. એની પાસેથી બાળકો ખરીદનારનાં હાલ તો અલગ અલગ નામો આપી રહ્યો છે અને 3 હજારમાં આપી દીધા એવું કહે છે. પરંતુ અમને વિશ્વાસ નથી. ક્યારેક કહે છે કે 10 થી 15 હજાર રૂપિયામાં આપ્યા છે. પરંતુ હજુ તપાસ ચાલુ છે.
એલસીબી પીઆઇ વી બી બારડ કહે છે કે તપાસની શરૂઆતમાં અમે બાળકીનો ફોટો મેળવ્યો હતો. CCTV ફૂટેજની તપાસમાં પહેલા ચોદીકાર રમેશ એક ગલ્લા પર તમાકુ લેવા જતા લાલ કલરની ટીશર્ટમાં દેખાયો હતો. ત્યાર બાદની જગ્યાના CCTV તપાસ્યા તો એક જગ્યાએ એક શખ્સ બાળકીને લઈને જતો દેખાયો હતો. પરંતુ બંને CCTVમાં બંનેનાં કપડાં અલગ હતાં. પણ ધ્યાનપૂર્વક જોતાં બાળકીના માથામાં લીલા રંગની હેરબેન્ડ હતી. એ પરથી નક્કી થઈ ગયું કે આ જ બાળકી છે. એ પરથી આગળ ફોલોઅપ કર્યું અને તેના સુધી પહોંચી ગયા. કોર્ટે રમેશ નેપાળીના 21 તારીખ સુધીના રિમાન્ડ આપ્યા છે.
બાળકીના પિતા મહેશભાઇએ કહ્યું કે અપહરણના દિવસે બપોરે અમે જમવા આવ્યાં ત્યારે દીકરીએ તેની મમ્મી સાથે વાત કરી. બાદમાં તેની મમ્મીએ જમવાનું આપતાં તે જમવા બેઠી. એ પછી અમે એક વાગ્યાથી એને ચારેતરફ શોધતાં હતાં. પછી અમને રમેશ ઉર્ફે લેખે ટીકારામ પણ સાઇટ પર નહોતો. એને 10 વાર ફોન કર્યા તો પણ ના ઉપાડ્યા. આગળ જઈને ફોન બંધ થઈ ગયો એટલે અમને એના પર શંકા ગઈ. અપહરણ કરવા એણે દીકરીને કહ્યું હતું કે ચાલ આપણે દુકાને જઈએ. પણ મારે નાનો છોકરો છે. એની સાથે રમતી હતી. એટલે દીકરીએ કહ્યું કે ના, ભાઈ, એકલો છે, મારી મમ્મી મારશે. પછી ચોકલેટ આપી અને ઊંચકીને લઈ ગયો. આગળ જઈને તેને કપડાં પહેરાવ્યાં. બાદમાં દીકરીને કહ્યું તારી મમ્મી પાસે લઈ જઉ. એને ચોકલેટો આપી હતી એટલે એ રડી નહીં.