સુરતમાં પ્રેમ સંબંધમાં જીવન અને મરણનો સાથે વાયદો કર્યો હોય તેમ પ્રેમીએ આપઘાત કરતા પ્રેમિકાએ પણ મોતને વ્હાલુ કરી લીધું. પ્રેમીએ આપઘાતનો પ્રયાસ કરતા પ્રેમિકા તેને નવી સિવિલ હોસ્પિટલ લઇને આવી હતી. જ્યાં ડોક્ટરે તેને મૃત ઘોષિત કરતા પ્રેમિકાને લાગી આવ્યુ અને હોસ્પિટલના જ પાંચમા માળેથી છલાંગ મારી દીધી. વળી અહીં ચોંકાવનારી વાત તો એ છે કે પ્રેમિકા પરિણીત હતી. તેના બે બાળકો પણ છે.
શહેરના ભટાર વિસ્તારમાં આવેલ અલથાણ ખોડીયાર નગરમાં રહેતો 30 વર્ષે રવિ વિનોદ સોલંકી જેઓ ગતરોજ પોતાના ઘરે ગળે ફાસો ખાઈ લીધો હતો. જોકે રવિને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવવામાં આવ્યો હતો. વિનોદ બેભાન હાલતમાં હતોઅને તેની સાથે એક મહિલા પણ હતી. તેની પૂછપરછ કરતા પોતે તેની પ્રેમિકા હોવાનું જણાવ્યું હતુ. ડોક્ટરે જ્યારે વિનોદને મૃત જાહેર કરતા તેના મૃતદેહને પીએમ રૂમમાં ખસેડવાની તજવીજ ચાલી રહી હતી તેવામાં જ પ્રેમિકાએ કિડની હોસ્પિટલમાં જઇને પાંચમા માળેથી પડતુ મૂક્યું. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.

આ અજાણી સ્ત્રીએ રવિને સારવાર માટે 108 મારફતે સિવિલ હોસ્પિટલ લઈ આવી હતી. પરંતુ હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે રવિને મૃત જાહેર કરતા જ અજાણી સ્ત્રીએ પણ નવી સિવિલ હોસ્પિટલના ન્યૂ કિડની બિલ્ડિંગના પાંચમા મળેથી કુદકો મારી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ હોસ્પિટલનું તંત્ર દોડતું થઈ ગયું હતું. તથા અજાણી સ્ત્રીને તાત્કાલિક ટ્રોમાં સેન્ટર લઈ જવામાં આવી હતી. ત્યાં ફરજ પરના ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી હતી. હાલ આ મામલે ખડોદરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.

ન્યુ સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડીંગના પાંચમા માળેથી કૂદેલી અજાણી સ્ત્રીની ઓળખ માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ એમ માનવામાં આવી રહ્યું છે કે 30 વર્ષે યુવકને સારવાર માટે લઈ આવનાર આ સ્ત્રી આ યુવકની પ્રેમિકા હોય તેમ માનવામાં આવી રહ્યું છે. તથા પોલીસ સૂત્ર માહિતી મુજબ આ અજાણી સ્ત્રીએ યુવકના આત્મહત્યા બાદ તેના પડતું મૂકી જીવન ટૂંકાય હોય તે માનવામાં આવી રહ્યું છે. પરંતુ હજી સુધી આ મહિલાની ઓળખ થઈ ચૂકી નથી. આ માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.