મહારાષ્ટ્રમાં 28 નવેમ્બર 2019 ના રોજ શરૂ થયેલ ઉદ્ધવ રાજ સમાપ્ત થઈ ગયું છે. છેલ્લા 10 દિવસથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ બાદ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદની સાથે વિધાન પરિષદના સભ્યપદેથી પણ રાજીનામું આપી દીધું છે. ઉદ્ધવ ઠાકરે કુલ 943 દિવસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રાજીનામાની અટકળોએ જોર પકડ્યું હતું, બરાબર 30 મિનિટ પછી સાચું સાબિત થયું. ઉદ્ધવ ઠાકરે માત્ર 943 દિવસ સીએમ રહ્યા હતાં. આમ પણ મહારાષ્ટ્રમાં અત્યાર સુધી માત્ર 2 મુખ્યમંત્રી જ 5 વર્ષનો કાર્યકાળ પૂરા કરી શક્યા છે.!! જેમાં એક કોંગ્રેસના અને એક ભાજપના છે.

રાજીનામું આપતા પહેલા ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક દ્વારા સંબોધન કર્યું હતું. ઉદ્ધવે સ્પષ્ટ કર્યું કે ફ્લોર ટેસ્ટ સાથે તેમને કોઈ લેવાદેવા નથી. મહાવિકાસ આઘાડી પાસે કેટલા નેતા છે, શિવસેના પાસે છે, ભાજપ પાસે કેટલા નેતા છે. આ બધામાં મન કેમ બગાડવું, મગજનો ઉપયોગ કામ કરવા માટે. મારે આ બધામાં પડવું નથી. મહારાષ્ટ્રના રાજ્યપાલે 30 જૂન સુધીમાં એટલે કે આજે સાંજે 5 વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો હતો. રાજ્યપાલના નિર્ણય સામે શિવસેના સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. પરંતુ કોર્ટે ફ્લોર ટેસ્ટ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો.
મહારાષ્ટ્રનું રાજકારણ પણ ઘણું રસપ્રદ છે. ઉદ્ધવને માત્ર 943 દિવસના કાર્યકાળ બાદ રાજીનામું આપવું પડ્યું હતું, બીજી તરફ જો આપણે ત્યાંના રાજકીય રાજકારણ પર નજર કરીએ તો, તેમના પહેલા માત્ર બે જ મુખ્યમંત્રી 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા હતા. તે બંને ભાજપના દેવેન્દ્ર ફડણવીસ અને કોંગ્રેસના વસંતરાવ નાઈક હતા. 1960માં મહારાષ્ટ્ર અલગ રાજ્ય બન્યા બાદ વસંતરાવ નાઈક 1963 થી 1967 સુધી સીએમ હતા. આ પછી, તેઓ 1967 માં ફરીથી સીએમ બન્યા અને તેમણે બીજી ટર્મ પણ પૂર્ણ કરી. જ્યારે વર્ષ 2014માં ભાજપ-શિવસેના ગઠબંધન વતી રાજ્યના સીએમ બનેલા દેવેન્દ્ર ફડણવીસે પણ પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હતો.