ઉદયપુર મર્ડર કેસમાં ચારેબાજુથી ઘેરાયેલી અશોક ગેહલોત સરકાર પોલીસ અધિકારીઓ સામે એક્શન મોડમાં આવી ગઈ છે. રાજસ્થાન સરકારે એસપી અને આઈજીને હટાવ્યા છે. દરજી કન્હૈયાલાલની હત્યામાં સંડોવાયેલા બંને આરોપીઓને અજમેરની ઉચ્ચ સુરક્ષાવાળી જેલમાં ખસેડવામાં આવ્યા છે.
રાજસ્થાન સરકારે ઉદયપુરના એસપી મનોજ કુમાર અને આઈજી હિંગલાજને હટાવી દીધા છે. સરકારે 10 જિલ્લાના એસપીની બદલી કરી છે. વિકાસ શર્માને ઉદયપુરના નવા એસપી બનાવવામાં આવ્યા છે, જ્યારે વિકાસ શર્માને ઉદયપુરના નવા એસપી બનાવવામાં આવ્યા છે. હત્યા થઇ એ સમયે જ સ્થાનિક પોલીસે કન્હૈયાલાલની ફરિયાદ સાંભળી ન હતી, પ્રોટેક્શન આપ્યું ન હતું એવા આરોપ મૂકાયા હતાં, જેને ગંભીરતાંથી લઇ સરકારે એ સમયે જ ઉદયપુરના ASIને બેદરકારીના આરોપસર સસ્પેન્ડ કરી દીધા છે. કન્હૈયાલાલની ફરિયાદ લઇ કાર્યવાહી કરવાના સ્થાને એએસઆઈ ભવર લાલે સમાધાન કરાવ્યું હતું.
કન્હૈયાલાલ હત્યા કેસમાં પોલીસ પર બેદરકારીનો આરોપ છે. કન્હૈયાલાલે પોલીસને અરજી કરી હતી કે તેને સતત જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. તેણે પોલીસ પાસે સુરક્ષા પણ માંગી હતી જે નકારી કાઢવામાં આવી હતી. કન્હૈયાલાલના પરિવારનો આરોપ છે કે જો તેને સુરક્ષિત રાખવામાં આવ્યો હોત તો તેનો જીવ બચાવી શકાયો હોત. સુરક્ષા વ્યવસ્થાના મુદ્દે અશોક ગેહલોત સરકાર સતત ભાજપના નિશાના પર રહી છે. પોલીસની બેદરકારીના કારણે સરકાર આ હત્યામાં ખરાબ રીતે ઘેરાયેલી છે.