અમદાવાદ : મેઘરાજાએ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. પહેલા સ્પેલમાં જ તડાફડી મચાવતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેલની સ્થિતિ ઉદ્ભવી હતી. દસેક દિવસના આ સ્પેલ બાદ હવે ફરી મેધરાજા મેદાને આવી રહ્યા છે. કેટલાક દિવસોના વિરામ બાદ મેઘરાજા ફરી એકવાર રાજ્યમાં ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે. જોકે, આ વખતે દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્રમાં નહીં પરંતુ ઉત્તર ગુજરાતમાં આકાશી આફત બની રહી છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદ બંધ થયો હોવા છતાં પણ આફત ટળી નથી.
રાજસ્થાનથી ઉત્તર ગુજરાત (ઉત્તર ગુજરાત) સુધી ફરી એક આકાશી આફત આવી રહી છે. ઉત્તર ગુજરાતમાં 23 અને 24 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં શનિવાર અને રવિવારે ભારે વરસાદને કારણે ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે.
જો ચોમાસામાં વરસાદની વાત કરીએ તો અત્યાર સુધીમાં 20.25 ઈંચ સાથે 60 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જો ઝોન પ્રમાણે વરસાદની ટકાવારી જોઈએ તો કચ્છમાં સિઝનનો 104 ટકા, ઉત્તર ગુજરાતમાં 36 ટકા, મધ્ય ગુજરાતમાં 51 ટકા, સૌરાષ્ટ્રમાં 58 અને દક્ષિણ ગુજરાતમાં 75 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે જળાશયોમાં પાણીની ભારે આવક થઈ છે. હાલ રાજ્યના 50 જળાશયોને (Rainfall forecast in Gujarat) હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. તો ઉત્તર ગુજરાત અને કચ્છ આફતનો સામનો કરી રહ્યા છે. તે અંગે તંત્ર પણ સતર્ક છે.
ક્યાં ક્યાં વરસાદ પડી શકે? – આ દિશામાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના (Rain News Gujarat) વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં શનિવારે અને રવિવારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. કચ્છ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, જામનગર, રાજકોટ, બોટાદ આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી અને (Heavy Rain in Gujarat)વલસાડમાં વરસાદની આગાહી છે.