હોલીવુડના પ્રખ્યાત સિંગર જસ્ટિન બીબરનું નામ આવે ત્યારે વિશ્વના કરોડો લોકો તેમના વિશે જાણવા આતુર હોય છે. પરંતુ આજે પ્રશંસકો માટે એક માઠા સમાચાર મળી રહ્યા છે. ત્યારે તમને જણાવી દઈએ કે જસ્ટિન બીબર હાલ વેકેશન પર ગયા છે. સતત કોન્સર્ટ કરતો જસ્ટિન હવે પોતાના શરીરને થોડો સમય આરામ આપી રહ્યો છે. તેનું કારણ એ છે કે તે એક દુર્લભ બીમારીથી પીડિત છે. જસ્ટિન બીબરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે અને જણાવ્યું છે કે તેને રામસે હંટ સિન્ડ્રોમ નામની બિમારીથી પીડિત છે. જેણા કારણે તેના અડધા ચહેરા પર પેરાલિસિસ થઈ ગયો છે.

સોશિયલ મીડિયા એપ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો શેર કરીને જસ્ટિન બીબરે ફેન્સને જણાવ્યું છે કે તેઓ પોતાનો કોન્સર્ટ શોને કેમ કેન્સલ કરી રહ્યા છે? વીડિયોમાં જસ્ટિન કહે છે કે, ‘મને આ બીમારી એક વાયરસને કારણે થઈ છે, જે મારા કામ અને ચહેરાની નસો પર હુમલો કરી રહી છે. જેના કારણે મને મારા ચહેરાની એક બાજુ સંપૂર્ણપણે લકવો થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે મારી એક આંખ ઝબકી રહી નથી. હું એક બાજુથી હસી પણ શકતો નથી અને એક બાજુ મારું નાક હલતું પણ નથી. જસ્ટિને તેના ચાહકોના સમર્થન બદલ આભાર માન્યો હતો. સાથે, તેમણે વચન પણ આપ્યું હતું કે તે જલ્દીથી સ્વસ્થ થઈ જશે અને પાછા સ્ટેજ પર પરત ફરશે. જસ્ટિને જણાવ્યું છે કે તે ડૉક્ટર દ્વારા સૂચવ્યા મુજબ ચહેરાની કસરતો કરી રહ્યો છે જેથી તેનો ચહેરો ફરી એકવાર સામાન્ય થઈ શકે.
https://www.instagram.com/tv/CeorE9OjqX9/?igshid=ZjhmMmE0MjU=
**શું છે રામસે હન્ટ સિન્ડ્રોમ બિમારી?
રામસે હન્ટ સિન્ડ્રોમ અથવા આરએચએસ એક દુર્લભ ન્યુરોલોજીકલ રોગ છે. તેમાં કાનની આસપાસ, ચહેરા પર અથવા મોં પર પીડાદાયક ફોલ્લીઓ થાય છે. આ સિવાય દર્દીના ચહેરા પર લકવો પણ થઈ શકે છે. તેનાથી કાનમાં બહેરાશની ગંભીર સમસ્યા પણ થઈ શકે છે. આ દુર્લભ રોગ ત્યારે થાય છે જ્યારે વેરિસેલા-ઝોસ્ટર વાયરસ માથાની નસમાં ચેપ લગાડે છે. આ વાયરસ બાળકોમાં ચિકનપોક્સ અને પુખ્ત વયના લોકોમાં દાદરનું કારણ બને છે.
દાદર અને ચિકન પોક્સ બંન્નેને શરીરના જે ભાગોને અસર કરે છે, તે ભાગોમાં ઘણી ફોલ્લીઓ થાય છે. કાનથી ચહેરા સુધીની નસોની પાસે ફોલ્લીઓ અને કાનના દુખાવા સહિત ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. આ સ્થિતિને રામસે હન્ટ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં વ્યક્તિના ચહેરા પર લકવો અથવા તો પેરાલિસિસ પણ થઈ શકે છે.
**રામસે હન્ટ સિન્ડ્રોમના લક્ષણો
રામસે હન્ટ સિન્ડ્રોમના સૌથી વધુ દેખાતા લક્ષણોમાં કાન પાસે દાદ, તો ફોલ્લીઓ અથવા તો ચહેરાની આસપાસ લકવો છે. આ સિન્ડ્રોમને કારણે જ્યારે ચહેરો લકવાગ્રસ્ત થઈ જાય છે, ત્યારે ચહેરાના સ્નાયુઓને નિયંત્રિત કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે. લાગે છે કે તમારો અડધો ચહેરો નિર્જીવ થઈ ગયો છે.
કેટલાક કિસ્સાઓમાં રામસે હન્ટ સિન્ડ્રોમમાં લાલ, પરુ ભરેલા ફોલ્લાઓ પણ જોવા મળે છે. આ દાણાઓ અથવા ફોલ્લાઓ કાનની અંદર, બહાર અથવા આસપાસ હોઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં ફોલ્લીઓ તમારા મોંમાં પણ દેખાઈ શકે છે, ખાસ કરીને ઉપરની બાજુ અથવા તો ગળામાં.
**સિન્ડ્રોમના સામાન્ય લક્ષણો
- અસરગ્રસ્ત કાનમાં દુખાવો
- ગરદનમાં દુખાવો
- કાનમાં અવાજ આવવો
- બહેરાશ
- ચહેરાના અસરગ્રસ્ત ભાગ પર આંખ ન થવી
- સ્વાદમાં કમી
- ચક્કર આવવા
**કારણ અને જોખમ
રામસે હન્ટ સિન્ડ્રોમ વાયરસના કારણે થાય છે. કારણ કે રામસે હન્ટ સિન્ડ્રોમ દાદરને કારણે થાય છે, જે લોકોને ભૂતકાળમાં ચિકન પોક્સ થઈ ચૂક્યો છે. 60 વર્ષથી વધુ ઉંમરના હોય અથવા નબળી રોગપ્રતિકારક શક્તિ હોય તેવા લોકોનું આ રોગનું જોખમ સૌથી વધુ હોય છે.
**સિન્ડ્રોમની સારવાર
રામસે હંટ સિન્ડ્રોમ માટે બજારમાં ઘણી દવાઓ ઉપલબ્ધ છે, જે ડૉક્ટરની સલાહ પર લઈ શકાય છે. આ દવાઓ તે વાયરસને મારી નાખે છે. જ્યારે, તમારી સ્થિતિ જોઈને ડૉક્ટર વિવિધ પ્રકારની દવાઓ પણ લખી શકે છે.
રામસે હન્ટ સિન્ડ્રોમમાં કેટલીક કાયમી કોમ્પિલિકેશન પણ જોવા મળી શકે છે. જોકે, જો લાંબા સમય સુધી આ રોગની સારવાર કરવામાં ન આવે તો ચહેરાના સ્નાયુઓ નબળા પડી શકે છે અથવા સાંભળવાની ક્ષમતા પણ ઘટી શકે છે.