જ્યોતિષ શાસ્ત્ર આપણાં જીવનમાં ઘટતી ઘટનાઓનું વિશ્લેષણ કરે છે, કારણો જણાને છે, ભવિષ્યમાં થનારી ઘટનાઓની આગાહી કરે છે. રોજબરોજના જીવનમાં, વ્યવહારમાં કે વેપાર-ધંધામાં આવતી મુશ્કેલીઓ અને કટોકટીથી બચવાના ઉપાયો પણ આપે છે. વાસ્તવમાં કુંડળીના ગ્રહદોષને કારણે ઘણી સમસ્યાઓ થાય છે. આવી સ્થિતિમાં, આ ગ્રહોના દોષોને દૂર કરવા માટે સમયસર પગલાં લેવા જોઈએ, નહીં તો મોટું નુકસાન સહન કરવું પડશે. જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહોના દોષોને દૂર કરવાના ઉપાય જણાવવામાં આવ્યા છે. આમાંથી કેટલાક ઉપાયો ખૂબ જ સરળ છે. ઉદાહરણ તરીકે- નાહવાના પાણીમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરવાથી પણ ગ્રહ દોષ દૂર થાય છે. આવો જાણીએ કયા ગ્રહના દોષ દૂર કરવા માટે નહાવાના પાણીમાં શું મિક્સ કરવું જોઈએ.

*ગ્રહદોષ દૂર કરવા શાસ્ત્રોમાં જણાવાયેલા ખૂબ જ સરળ એવા ઉપાયો..
સૂર્યઃ જે લોકોની કુંડળીમાં સૂર્ય અશુભ સ્થિતિમાં હોય, તેમણે નાહવાના પાણીમાં લાલ ફૂલ, કેસર, ઈલાયચી અને રોઝમેરી નાખીને સ્નાન કરવું જોઈએ.
ચંદ્ર: જેમની કુંડળીમાં ચંદ્ર દોષ હોય તેમણે સ્નાનના પાણીમાં સફેદ ચંદન, સફેદ સુગંધિત ફૂલ, ગુલાબજળ ઉમેરીને સ્નાન કરવાથી ઘણી રાહત થશે.
મંગળઃ મંગલ દોષથી રાહત મેળવવા માટે નાહવાના પાણીમાં લાલ ચંદન, બાલની છાલ અથવા ગોળ ભેળવીને સ્નાન કરો.
બુધઃ બુધના અશુભ પ્રભાવથી છુટકારો મેળવવા માટે જાયફળ, મધ, ચોખાને પાણીમાં ભેળવીને સ્નાન કરવું ખૂબ જ ફાયદાકારક છે.

બૃહસ્પતિઃ કુંડળીમાં દેવગુરુ બૃહસ્પતિ નબળો હોય તો નાહવાના પાણીમાં પીળી સરસવ, ગોળ અને ચમેલીના ફૂલ ભેળવીને સ્નાન કરો.
શુક્રઃ શુક્ર ધન, સંપતિ વૈભવનો કારક છે. શુક્ર દોષથી રાહત મેળવવા માટે નાહવાના પાણીમાં ગુલાબજળ, એલચી અને સફેદ ફૂલ નાખીને સ્નાન કરો.
શનિ: શનિની અશુભ અસર જીવનને બરબાદ કરે છે. આવી સ્થિતિમાં શનિદેવના ખરાબ પ્રભાવથી છુટકારો મેળવવા માટે નહાવાના પાણીમાં કાળા તલ, વરિયાળી, સુરમ અથવા લોબાન મિક્સ કરીને સ્નાન કરો.
રાહુઃ રાહુ દોષ પણ જીવનમાં ઘણી સમસ્યાઓ લાવે છે. તેની ખરાબ અસરથી બચવા માટે નાહવાના પાણીમાં કસ્તુરી, લોબાન ભેળવીને સ્નાન કરો.
કેતુઃ કેતુ પણ છાયા ગ્રહ છે અને તેની અશુભ અસર ઘણી પરેશાનીઓ લાવે છે. તેનાથી બચવા માટે નાહવાના પાણીમાં લોબાન, લાલ ચંદન ભેળવીને સ્નાન કરો.