Thursday, June 1, 2023
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
No Result
View All Result
Khabardar News Portal
No Result
View All Result

Home » વાંકદેખાઓને મોદીનો પડકાર : વિકાસ માટે સમર્પિત ના હોય એવું મારૂ એક પણ અઠવાડિયું શોધી બતાવે…

વાંકદેખાઓને મોદીનો પડકાર : વિકાસ માટે સમર્પિત ના હોય એવું મારૂ એક પણ અઠવાડિયું શોધી બતાવે…

by Admin
June 10, 2022
in ગુજરાત લાઈવ
Reading Time: 1min read
A A
વાંકદેખાઓને મોદીનો પડકાર :  વિકાસ માટે સમર્પિત ના હોય એવું  મારૂ એક પણ અઠવાડિયું શોધી બતાવે…
8
SHARES
Share on FacebookShare on Twitter

નવસારી : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નવસારીના ખુડવેલ ખાતે યોજાયેલા ગુજરાત ગૌરવ અભિયાનમાં વિશાળ જનશક્તિને સંબોધન કરતા ગૌરવ સહ જણાવ્યું કે, સુશાસનના આઠ વર્ષ અમે દેશના ગરીબોની પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવામાં સમર્પિત કર્યા છે. વિકાસ કામો એ અમારા માટે કોઇ રાજકીય બાબત નથી, પણ એ અમારો સેવાનો સંકલ્પ છે અને તેને પૂર્ણ કરી રહ્યા છીએ.

ગુજરાતના આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસની નેમ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલ ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નવસારી, સુરત, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં પાણી પુરવઠા, આરોગ્ય સેવાઓ, માર્ગ અને મકાન, ઉર્જા અને શહેરી વિકાસ વિભાગના કુલ રૂ. ૩૦૫૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં અંદાજીત રૂ.૯૦૦ કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ, રૂ.૬૫૦ કરોડના વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત અને રૂ. ૧૫૦૦ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન કર્યું હતું. આમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૭ યોજનાઓના લોકાર્પણ, ૧૨ યોજનાઓના ખાતમુહૂર્ત અને ૧૪ યોજનાઓનું ભૂમિપૂજન એક જ દિવસમાં એક જ સ્થળેથી સંપન્ન કર્યું હતું. વડાપ્રધાને નવસારી ખાતે અંદાજીત રૂ. ૫૪૨ કરોડના ખર્ચે નિર્માણ પામનારી સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલનું પણ ભૂમિપૂજન કર્યું હતું.

આઝાદી બાદની તત્કાલિન સરકારોમાં વિકાસને પ્રાથમિક્તા આપવામાં આવી નહોતી, તેનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું કે, અમારી સરકારે ગરીબ, વંચિત, પછાતો, મહિલાઓ સહિત આદિવાસી વિસ્તારોમાં આવાસ, વીજળી, શૌચાલય, ગેસ જોડાણ, પીવાનું શુદ્ધ પાણી પહોંચાડ્યું છે. એટલું જ નહીં દુર્ગમ અને દૂરદરાજના વિસ્તારોની ચિંતા કરી કરોડો લોકોના સપનાઓ અને આંકાક્ષાઓ પૂર્ણ કરવા સાથે અનેક નવા ક્ષેત્રોને વિકાસમાં જોડવામાં સફળતા પ્રાપ્ત કરી છે.

આદિવાસી સામર્થ્ય અને સંકલ્પની ભૂમિ પર ગુજરાત ગૌરવ અભિયાનમાં સહભાગી બનવું એ મારા માટે પણ ગર્વની વાત છે તેવું કહેતા વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું કે, ગુજરાતે છેલ્લા બે દાયકામાં વિકાસની નૂતન ક્ષિતિજો સર કરી છે. વિકાસ માટે નવી આકાંક્ષા અને અપેક્ષાઓ ઉભી થઇ છે. તેમણે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાને મળી રહેલા રૂ. ૩૦૫૦ કરોડના આ વિકાસ કામોથી આ વિસ્તારના તમામ લોકોનું જીવન સુખમય તો બનશે જ સાથે સાથે આદિવાસી વિસ્તારોમાં રોજગારીના અવસરો પણ ઉભા થશે.

આ વિસ્તાર સાથે પોતાના ભૂતકાળના સંસ્મરણો વાગોળતા મોદીએ એ કહ્યું કે, ચીખલીના લોકોએ મને ક્યારેય ભૂખ્યો સુવા દીધો નથી. આદિવાસી પરિવારો પાસેથી મને ઘણુ શીખવા મળ્યું છે. તેમની સ્વચ્છતા, સુઘડતા અને અનુશાસન અનુકરણીય છે, એટલું જ નહી, આ સમાજની સમજદારીપૂર્વકની જીવનશૈલી છે. આદિવાસી સમાજ સામુદાયિક જીવન સાથે જળ, જમીન અને જંગલ સાથે જોડાઇને તેનું સંરક્ષણ કરે છે તેની પણ પ્રસંશા વડાપ્રધાનશ્રીએ કરી હતી. આઠ વર્ષ પહેલા તમે મને આશીર્વાદ આપી બહુ ઉમ્મીદો સાથે રાષ્ટ્રસેવા કરવા માટે દિલ્હી મોકલ્યો હતો, તેમ જણાવતા વડાપ્રધાને કહ્યું કે, ગરીબોનું સશક્તિકરણ એ અમારી સરકારની પ્રાથમિક્તા અને પ્રતિબદ્ધતા છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ એમ પણ કહ્યું કે, હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે આદિવાસી વિસ્તારમાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ શરૂ કરવાનું અભિયાન ઉપાડ્યું હતું. આદિવાસી વિસ્તારોના બાળકો પ્રતિભાશાળી હોય છે. પણ, તેમને તબીબ કે ઇજનરે બનવાની તક મળતી નહોતી. પરંતુ, વિજ્ઞાન પ્રવાહની શાળા શરૂ કરવાના અભિયાનથી શરૂ થયેલી સફર હવે ઇજનેરી, મેડિકલ કોલેજ સુધી વિસ્તરી છે. આદિવાસી વિસ્તારોમાં ગોવિંદ ગુરુ અને બિરસા મુંડા યુનિવર્સિટી શરૂ કરી છે. આદિવાસી યુવાનોનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે માતૃભાષામાં તબીબી શિક્ષણ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. નવસારીમાં રૂ. ૫૪૨ કરોડના ખર્ચે મેડિકલ કોલેજ અને હોસ્પિટલ બનવા જઇ રહી છે. જેનો આ વિસ્તારના ૧૦ લાખ લોકોને આરોગ્યલક્ષી સેવાનો લાભ મળશે, એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉમેર્યું કે, કેટલાક લોકોને એવું લાગે છે કે ચૂંટણી આવે એટલે વિકાસના કામો કરવામાં આવે છે. પરંતુ આ લોકોને મારો પડકાર છે કે મારૂ એક પણ અઠવાડિયું એવું શોધી લાવે કે જેમાં અમે વિકાસનું કામ ના કર્યું હોય. વિકાસ એ અમારા માટે રાજનીતિનો વિષય નથી, પણ એ અમારી લોકસેવાની પ્રતિબદ્ધતા અને લોકકલ્યાણનો અવસર છે. તેનાથી જ અમને જનતાના આશીર્વાદ મળે છે એમ તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું. કુદરતી પડકારોનો સામનો કરીને અમલી બનાવવામાં આવેલા અસ્ટોલ પ્રોજેક્ટની પ્રશંસા કરતા મોદીએ એમ જણાવ્યું કે, વર્ષ ૨૦૧૮માં મેં જ્યારે આ પરિયોજનાનું ખાતમુહૂર્ત કર્યું ત્યારે કેટલાક લોકોને એમાં ચૂંટણી દેખાતી હતી. પણ આજે અમે ગર્વ સાથે કહીએ છીએ કે નેવાના પાણી મોભે નહીં પણ ૨૦૦ માળની ઉંચાઇએ ચઢાવી આદિવાસી પરિવારોના ઘર સુધી પીવાનું પાણી પહોંચાડ્યું છે. જે કામનું અમે ખાતમુહૂર્ત કરીએ છીએ, એનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ. આ યોજનાનો કેસ સ્ટડી તરીકે અભ્યાસ કરવા ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓ અને અદ્યાપકો, નિષ્ણાંતોને આહ્વાન કર્યું હતું.

તેમણે જણાવ્યું કે, પ્રજા માટે જીવવાનું, પ્રજાના કલ્યાણ માટે ખપી જવાના મંત્ર સાથે સત્તાને અમે સેવાનું સાધન બનાવ્યું છે. સેવામાં રાજકીય બાબતોને ટાળી સમાજ માટે કલ્યાણકારી કામ કરી રહ્યા છીએ. ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારોના સર્વાંગીણ વિકાસ માટે અમે વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરી હતી. જેનું અત્યારે ચોથું ચરણ ચાલી રહ્યું છે. વિકાસને સર્વાંગીણ, સર્વસ્પર્શી, સર્વસમાવેશક બનાવી તમામ વર્ગને આવરી લેવાની દિશા ઉપર અમે ચાલી રહ્યા છીએ. ગુજરાત સરકાર પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમયબદ્ધ આયોજન દ્વારા સમાજના છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડવા માટે કામ કરી રહી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાત સરકારે જ્યાં માનવી ત્યાં સુવિધાનો ધ્યેય પાર પાડ્યો છે. વડાપ્રધાનશ્રીએ વિકાસની રાજનીતિનો માર્ગ બતાવ્યો છે. ટીમ ગુજરાત’’ વડાપ્રધાનશ્રીના ચિંધેલા રાહ પર ચાલવા સંકલ્પબદ્ધ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વની ડબલ એન્જીનની સરકારનો લાભ ગુજરાતને મળ્યો છે. નરેન્દ્રભાઇના દિશાદર્શનમાં સરકારના પ્રયાસોના નક્કર અને વાસ્તવિક પરિણામો પાછલા ૮ વર્ષમાં ગુજરાત સહિત દેશની જનતાએ જોયા છે. આ ૮ વર્ષમાં ગુજરાતમાં પાંચ લાખથી વધુ ઘરોને નળ જોડાણ, ૧૧ લાખ એકરમાં લિફટ ઇરીગેશન, પાઇપલાઇન તથા સિંચાઇના કામો, ૩.૩૦ લાખ આદિજાતિ લાભાર્થીઓને ઘર વપરાશના વીજજોડાણ આપવામાં આવ્યા છે.

પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા ભૂતકાળમાં જ્યાં પાણી પહોચવું અસંભવ હતું તેવા દુર્ગમ વિસ્તારોમાં પણ નલ સે જલ યોજના મારફત ઘર ઘર પાણી પહોંચતું કર્યું છે. પાણી પુરવઠા ઈજનેરી કૌશલ્યની અજાયબી એવી મધુબન ડેમ આધારિત અસ્ટોલ જૂથ યોજના આનું ઉત્તમ ઉદાહરણ છે. એટલું જ નહિ જ્યાં જરૂર પડી ત્યાં ઉદવહન કરીને આદિવાસી વિસ્તારોમાં સિંચાઇનું પાણી પણ ખેતરો સુધી પહોંચાડી ખેડૂતોને ત્રણ પાક લેતા કર્યા છે. રાજ્યના દૂર દરાજના આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પણ સરળ અને સુલભ બનાવી છે. તેમ તેમણે ઉમેર્યું હતું.
પ્રારંભમાં સૌનો આવકાર કરતા આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારે નેવાના પાણી મોભે ચડાવી આદિજાતિ વિસ્તારોમાં નળ થી જળ પહોંચાડ્યું છે. અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું જેનું લોકાર્પણ આજે તેઓ કરી રહ્યા છે જે આનંદની વાત છે.

ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલે નેવાના પાણીને મોભે ચઢાવવાની વડાપ્રધાનશ્રીની દ્રઢ ઈચ્છાશક્તિને કારણે આજે ડુંગરાળ પ્રદેશોમાં પણ, પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે તેમ જણાવ્યું હતું. શ્રી પાટીલે કોરોનાની સ્વદેશી રસી સમયસર શોધીને ભારત સરકારે પ્રજાજનોને નવું જીવન આપ્યું છે તેમ જણાવ્યું હતું.

Share3Tweet2Send
Previous Post

કોરોના લોકડાઉનમાં ભારતીય બાળકો અચાનક મોટા થઇ ગયા, અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો

Next Post

નૂપુર શર્માના નિવેદન પર મુસ્લિમ સમાજમાં રોષ, હાવડામાં રોડ અને રેલવે માર્ગ બંધ

Related Posts

“ગૌમાંસ”ના સમોસા વેચવા જતો કોસાડીનો નામચીન ખાટકી ઇસ્માઇલ જીભાઇ ઝડપાયો.. સુલેમાન અને સાયમન વોન્ટેડ…
ગુજરાત લાઈવ

“ગૌમાંસ”ના સમોસા વેચવા જતો કોસાડીનો નામચીન ખાટકી ઇસ્માઇલ જીભાઇ ઝડપાયો.. સુલેમાન અને સાયમન વોન્ટેડ…

May 23, 2023
ખૂંખાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ગુજરાત લાવવા માટેનો તખ્તો તૈયાર.. આંતર રાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડીકેટ અંગે કરાશે તપાસ…
ગુજરાત લાઈવ

ખૂંખાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ગુજરાત લાવવા માટેનો તખ્તો તૈયાર.. આંતર રાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડીકેટ અંગે કરાશે તપાસ…

April 25, 2023
રો રો ફેરીમાં રચાયો બોગસ પેઢી ઉભી કરવાનો ખેલ..!!  ફેક ફર્મ રજીસ્ટ્રેશન માટે શરૂ કર્યું લોન નું તરકટ.. ભાવનગરનો અબ્દુલ અને આદિલ માસ્ટર માઇન્ડ…
ગુજરાત લાઈવ

રો રો ફેરીમાં રચાયો બોગસ પેઢી ઉભી કરવાનો ખેલ..!! ફેક ફર્મ રજીસ્ટ્રેશન માટે શરૂ કર્યું લોન નું તરકટ.. ભાવનગરનો અબ્દુલ અને આદિલ માસ્ટર માઇન્ડ…

April 24, 2023
ગર્લફ્રેન્ડના ફોટા મોબાઇલમાંથી ડિલીટ કરવાના ઝઘડામાં લોહી રેલાયું, ત્રણ ભાઇઓનો બે મિત્રો પર હુમલો, છાતીમાં ચપ્પુ મરાતા એકનું મોત…
ગુજરાત લાઈવ

ગર્લફ્રેન્ડના ફોટા મોબાઇલમાંથી ડિલીટ કરવાના ઝઘડામાં લોહી રેલાયું, ત્રણ ભાઇઓનો બે મિત્રો પર હુમલો, છાતીમાં ચપ્પુ મરાતા એકનું મોત…

April 21, 2023
પાનના ગલ્લેથી મળેલી 500ની નકલી નોટની તપાસ બેંગ્લોર પહોંચી..!! માઇલક 4.89 લાખની જાલી નોટ સાથે ઝડપાયો…
ગુજરાત લાઈવ

પાનના ગલ્લેથી મળેલી 500ની નકલી નોટની તપાસ બેંગ્લોર પહોંચી..!! માઇલક 4.89 લાખની જાલી નોટ સાથે ઝડપાયો…

April 19, 2023
ઓયોમાં રૂમ અને કોલગર્લના ચક્કરમાં  ફસાવી  લાખ્ખો રૂપિયા  પડાવી લેનારને પોલીસે કુરિયરબોય બની આબાદ ઝડપ્યો…
ગુજરાત લાઈવ

ઓયોમાં રૂમ અને કોલગર્લના ચક્કરમાં ફસાવી લાખ્ખો રૂપિયા પડાવી લેનારને પોલીસે કુરિયરબોય બની આબાદ ઝડપ્યો…

April 11, 2023
Next Post
નૂપુર શર્માના નિવેદન પર મુસ્લિમ સમાજમાં રોષ, હાવડામાં રોડ અને રેલવે માર્ગ બંધ

નૂપુર શર્માના નિવેદન પર મુસ્લિમ સમાજમાં રોષ, હાવડામાં રોડ અને રેલવે માર્ગ બંધ

ધીરેન્દ્ર શાસ્ત્રીના જગદગુરુ રામભદ્રાચાર્ય છે 22 ભાષાના જાણકાર..!! માત્ર 2 મહિનાની ઉંમરે દ્રષ્ટિ ગુમાવી છતાં 80 કરતા વધુ ગ્રંથો રચ્યા…  અનેક કંઠસ્થ.!!

ધીરેન્દ્ર શાસ્ત્રીના જગદગુરુ રામભદ્રાચાર્ય છે 22 ભાષાના જાણકાર..!! માત્ર 2 મહિનાની ઉંમરે દ્રષ્ટિ ગુમાવી છતાં 80 કરતા વધુ ગ્રંથો રચ્યા… અનેક કંઠસ્થ.!!

May 31, 2023
ધોનીએ બંધ કરી દીધી હતી આંખો, CSK કેમ્પમાં છવાઈ ગયો સન્નાટો.!! આવો હતો છેલ્લી ઓવરનો રોમાંચ…

ધોનીએ બંધ કરી દીધી હતી આંખો, CSK કેમ્પમાં છવાઈ ગયો સન્નાટો.!! આવો હતો છેલ્લી ઓવરનો રોમાંચ…

May 30, 2023
જોડિયા ભાઈઓનો અનોખો રેકર્ડ… કદ, કાઢી, દેખાવ જ નહીં બોર્ડ એક્ઝામમાં માર્ક્સ પણ સરખા જ..!!!

જોડિયા ભાઈઓનો અનોખો રેકર્ડ… કદ, કાઢી, દેખાવ જ નહીં બોર્ડ એક્ઝામમાં માર્ક્સ પણ સરખા જ..!!!

May 26, 2023
Khabardar News Portal

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

Navigate Site

  • Home
  • About us
  • Contact us
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

Follow Us

No Result
View All Result
  • Home
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

gu ગુજરાતી
en Englishgu ગુજરાતીhi हिन्दीmr मराठी