ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે મે મહિનામાં લાખો ભારતીય એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. એપ દર મહિને નવા IT નિયમો હેઠળ રિપોર્ટ્સ જાહેર કરીને આ વિશે માહિતી આપે છે. મેના રિપોર્ટમાં વોટ્સએપે જણાવ્યું હતું કે તેઓએ 1.9 મિલિયન ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. કંપનીની માર્ગદર્શિકાના ઉલ્લંઘનને કારણે આ એકાઉન્ટ્સને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. ગત એપ્રેલ મહિનામાં પણ કંપની તરફથી 18.05 લાખ એકાઉન્ટ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો.
વોટ્સએપના પ્રવક્તાએ કહ્યું કે કંપનીના આ માસિક યુઝર સિક્યોરિટી રિપોર્ટમાં યુઝર્સની ફરિયાદો અને તે ફરિયાદો પર વોટ્સએપ દ્વારા લેવામાં આવેલા પગલાનો પણ ઉલ્લેખ છે. મે મહિનામાં એપ દ્વારા કુલ 528 ફરિયાદો મળી હતી અને 24 ખાતાઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાંથી 303 ફરિયાદો પ્રતિબંધ માટે હતી અને અન્ય એકાઉન્ટ સપોર્ટ, પ્રોડક્ટ સપોર્ટ અને સલામતી સંબંધિત હતી.
વોટ્સએપે 19 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. વોટ્સએપના નવા રિપોર્ટમાં 1 મે 2022 થી 31 મે 2022 સુધીનો ડેટા સામેલ છે. પ્રવક્તાએ કહ્યું, ‘IT નિયમો 2021 મુજબ, અમે મે 2022નો લેટેસ્ટ રિપોર્ટ જારી કર્યો છે. આ સાથે જ વોટ્સએપે પ્લેટફોર્મનો દુરુપયોગ રોકવા માટે ઘણા પગલાં લીધા છે. મે મહિનામાં 19 લાખથી વધુ વોટ્સએપ એકાઉન્ટને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.
WhatsAppના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે અમે અમારા પ્લેટફોર્મ પર અમારા વપરાશકર્તાઓને વધુ સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાની પ્રક્રિયામાં ડેટા વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો સાથે મળીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને અન્ય અત્યાધુનિક ટેકનોલોજીમાં રોકાણ કર્યું છે.
આ પહેલા વોટ્સએપે એપ્રિલ મહિનામાં 16 લાખથી વધુ ભારતીય ખાતાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. તે જ સમયે, માર્ચ મહિનામાં 18.05 લાખ એકાઉન્ટ્સ પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. વપરાશકર્તાઓ તરફથી મળેલા નકારાત્મક પ્રતિસાદને ધ્યાનમાં રાખીને, એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવાની કાર્યવાહી કરવામાં આવે છે.