રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ ૩૬ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. છોટા ઉદેપુરના બોડેલીમાં સૌથી વધુ ૨૨ ઇંચ વરસાદ તથા રાજ્યના ૧૨ તાલુકાઓમાં ૮ ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના ૬૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧૧ જુલાઇ ૨૦૨૨ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન કચ્છ ઝોનમાં સૌથી વધુ ૬૫.૪૫ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૪૧.૭૯ ટકા, સૌરાષ્ટ્રમાં ૩૯.૪૩ ટકા, પૂર્વ ગુજરાતમાં ૩૦.૦૭ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૨૦.૪૪ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે પાણીની આવક થતાં રાજ્યના 13 જળાશયો હાઈ એલર્ટ ઉપર આવી ગયા છે. 207 યોજનાઓમાં 40 ટકા જળસંગ્રહ થઇ ચૂક્યો હોવાનું સરકારી તંત્ર દ્વારા જણાવાય રહ્યું છે.

ક્વાંટ તાલુકામાં ૪૩૨ મિ.મી., જાંબુઘોડામાં ૪૨૬ મિ.મી., જેતપુર પાવીમાં ૪૦૩ મિ.મી., છોટાઉદેપુરમાં 33૦, વઘઈમાં ૨૮૮, આહવામાં ૨૭૫, ધરમપુરમાં ૨૨૫, અમદાવાદ શહેરમાં ૨૧૯, સુબીરમાં ૨૧૧, વાંસદામાં 209, કપરાડામાં ૨૦૪, સાગબારામાં ૧૯૭, સંખેડામાં ૧૮૮, ડેડીયાપાડામાં ૧૮૬ મિ.મી., ડોલવણમાં ૧૮૦, ઘોઘંબામાં ૧૫૮, નડિયાદમાં ૧૪૩, ગોધરામાં ૧૩૭, સોજીત્રામાં ૧૩૬, મહેમદાવાદ અને નસવાડીમાં ૧૩૫, તિલકવાડા અને હાલોલમાં ૧૩૦, ઉમરપાડામાં ૧૨૯, ખેરગામમાં ૧૨૩, મોરબીમાં ૧૨૧, માતરમાં ૧૧૮, ગરુડેશ્વરમાં ૧૧૩, વસોમાં ૧૦૬ મિ.મી. એમ કુલ ૩૦ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
ડભોઇમાં ૯૯ મિ.મી., ખેડામાં ૯૭ , ધોલેરામાં ૯૫, આણંદમાં તથા શહેરામાં ૯૨, મુન્દ્રા અને અબડાસામાં ૮૯, ગણદેવીમાં ૮૫, ખંભાતમાં ૮૪, વાઘોડિયામાં ૮૨, પેટલાદમાં ૮૧, મહુવામાં ૮૦, નવસારીમાં ૭૯, ચીખલી, વલસાડ અને કઠલાલમાં ૭૮, નાંદોદમાં ૭૭ મિ.મી., તારાપુર, વાલોદ અને દાહોદમાં ૭૩ મિ.મી., દહેગામમાં ૭૧, કુકરમુંડામાં ૭૦, પારડીમાં ૬૭, કાલોલમાં ૬૫, સાણંદમાં ૬૪, વાપી તથા કડીમાં ૬૨, પાદરા, દસકોઈ અને સોનગઢમાં ૬૦ મિ.મી., જલાલપોરમાં ૫૯, કચ્છ-માંડવી અને વ્યારામાં ૫૮, નખત્રાણામાં ૫૬, કલોલમાં તથા લુણાવાડામાં ૫૫, નિઝરમાં ૫૪, માંગરોળ અને વડોદરામાં ૫૨ મિ.મી. એમ કુલ ૩૯ તાલુકાઓમાં બે થી ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના ૧૪૯ જેટલા તાલુકાઓમાં બે ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

ગુજરાતમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે અને ઘણી અસર થઈ રહી છે. આવી સ્થિતિમાં અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે., ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ભારે વરસાદથી કોઈ રાહત નથી. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં આગામી પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અગાઉ, અધિકારીઓએ જણાવ્યું હતું કે છોટા ઉદેપુર, પંચમહાલ (બંને મધ્ય ગુજરાતમાં) અને ડાંગ જિલ્લાના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો છે.
છોટા ઉદેપુરના બોડેલી તાલુકામાં રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં માત્ર 12 કલાકમાં 433 મીમી વરસાદ નોંધાયો હતો, જેના કારણે ઉચ અને હેરાન નદીઓમાં પાણીનું સ્તર જોખમના નિશાનથી ઉપર વધી ગયું હતું અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નાયબ મામલતદાર સતીશ માલે જણાવ્યું હતું કે, “અમે અત્યાર સુધીમાં છોટા ઉદેપુર જિલ્લાના નસવારી તાલુકાના બોડેલી નગર અને અકોના ગામના નીચાણવાળા વિસ્તારોમાંથી 65 લોકોને બચાવ્યા છે. આ ઉપરાંત 800 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.”
રાજ્યના 13 જળાશયો હાઈ એલર્ટ પર, 207 યોજનાઓમાં 40 ટકા જળસંગ્રહ
પાણી પુરવઠા વિભાગના ફ્લડ સેલ દ્વારા જણાવ્યાનુસાર ૧૧ જળાશયો ૧૦૦ ટકા કે તેથી વધુ, ૧૮ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા, ૨૫ જળાશયો ૫૦ ટકાથી ૭૦ ટકા (સરદાર સરોવર સહિત), ૧૦૧ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના ૧૫, મધ્ય ગુજરાતના ૧૭, દક્ષિણ ગુજરાતના ૧૩, કચ્છના ૨૦ અને સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં થયેલ વરસાદને પરિણામે ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ ધરાવતા ૧૧ જળાશયો તેમજ ૯૦ થી ૧૦૦ ટકાના જળસંગ્રહ ધરાવતા બે જળાશયો મળી કુલ ૧૩ જળાશયો હાઈએલર્ટ ઉપર છે. ૮૦ થી ૯૦ ટકા જળસંગ્રહ સાથે ૮ જળાશયો એલર્ટ પર તથા ૭૦ થી ૮૦ ટકા ભરાયેલા ૭ જળાશયો માટે સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.