કેરળ બાદ હવે ઉત્તર ભારતમાં વાઇફ સ્વેપિંગનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની એક મહિલાએ તેના પતિ પર પત્ની અદલાબદલી (Wife swaping)નો આરોપ લગાવ્યો છે. કોર્ટના નિર્દેશ પર ઉત્તર પ્રદેશ પોલીસે તેના પતિ અને દિયર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. મહિલાનો આરોપ છે કે તેનો પતિ તેને બળજબરીથી દિલ્હીમાં વાઈફ સ્વેપિંગ પાર્ટીઓમાં લઈ ગયો અને તેના જ ભાઈ સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું. પીડિતાએ મુઝફ્ફરનગરની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ-1 (ACJM1) કોર્ટ સમક્ષ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનો પતિ, એક વેપારી સાથે મળીને તેને ધમકાવતો હતો અને બળજબરીથી આવી પાર્ટીઓમાં લઈ જતો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મહિલાના લગ્ન જૂન 2021માં થયા હતા, ત્યારબાદ તે ગુરુગ્રામ રહેવા ગઈ હતી. આ તેમના બીજા લગ્ન હતા. પીડિતાએ કહ્યું, જો મેં વાઈફ સ્વેપિંગ પાર્ટીમાં જવાની ના પાડી, તો મારા પતિ મને મારશે અને મારી સાથે યૌન શોષણ કરશે. 24 એપ્રિલના રોજ મેં ગુરુગ્રામમાં પોલીસ સ્ટેશન પહોંચવાનો પ્રયાસ કર્યો, પરંતુ મારા પતિએ રસ્તામાં મને રોકી દીધી હતી. પતિના ગુંડાઓએ મને અટકાવી. જો હું આ વિશે કોઈને કહીશ તો મને મારી નાખવાની ધમકી આપી હતી.
નવી-મંડી પોલીસ સ્ટેશનના પ્રભારી સુશીલ કુમાર સૈનીએ જણાવ્યું હતું કે, અમે મહિલાના પતિ અને દિયર સામે કલમ 376 (બળાત્કાર), 307 (હત્યાનો પ્રયાસ), 323 (સ્વેચ્છાએ ઇજા પહોંચાડવા બદલ સજા) હેઠળ કેસ નોંધ્યો છે. આ ઘટના ગુરુગ્રામમાં બની છે, આ બાબત સંબંધિત પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવશે.