બિહારના છપરામાં રહસ્મય વિસ્ફોટ થયાની ઘટના સામે આવી છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે મકાનના છાપરા દૂર સુધી ફડ્યા અને દીવાલો પણ ધરાશાયી થઇ ગઇ હતી. વિસ્ફોટમાં કુલ છ વ્યક્તિઓના મૃત્યું થયા છે. મકાનમાં ફટાકડા બનાવાતાં હતાં તે વેળા વિસ્ફોટ થયાનું કહેવાય રહ્યું છે, જો કે વિસ્ફોટની તીવ્રતાં અને તેના કારણે સર્જાયેલી ખાનાખરાબીએ અનેક શંકા કુશંકા પણ ઉભી કરી છે.
ઘટના અંગે સારણના SPએ જણાવ્યું હતું કે, અહીં રહેતા પરિવારના સભ્યએ જણાવ્યું કે આગળ રેડીમેડની દુકાન હતી અને પાછળના ભાગે ફટાકડા બનાવતા અને વેચતા હતા. જેમાં વિસ્ફોટ થયો અને આગ ફાટી નીકળી હતી. આમાં ફટાકડાની સાથે સિલિન્ડરમાં પણ વિસ્ફોટ થયો હશે. કારણ કે આખું ઘર જમીનદોસ્ત થઈ ગયું છે. અમે એ પણ તપાસ કરી રહ્યા છીએ કે બ્લાસ્ટ ફટાકડાના કારણે થયો હતો કે બોમ્બથી. બોમ્બ સ્કવોડને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી રહી છે. તપાસ બાદ જ તથ્યો સામે આવશે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ ફટાકડા ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યા હતા કે આ માટે લાયસન્સ લેવામાં આવ્યું હતું.
SPએ કહ્યું કે ફોરેન્સિક ટીમ અને બોમ્બ સ્કવોડ આ બોમ્બ બ્લાસ્ટની તપાસ કરશે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. આખું ઘર ધરાશાયી થયું અને ઘરની છત અને દિવાલો કેટલાય મીટર દૂર કૂદીને કાટમાળમાં ફેરવાઈ ગઈ. આ ઘરની અંદર હાજર એક વ્યક્તિના શરીરનો એક ભાગ લગભગ 50 મીટર દૂર પડ્યો હતો. ફટાકડાના કારણે આટલો મોટો વિસ્ફોટ કેવી રીતે થઈ શકે તેવી ચર્ચા ચાલી રહી છે. બોમ્બ વિસ્ફોટમાં કાટમાળમાંથી અત્યાર સુધીમાં 6 મૃતદેહ કાઢવામાં આવ્યા છે, મકાન ધરાશાયી થયા બાદ પણ વિસ્ફોટો ચાલું જ હતા.

કહેવાય છે કે ખૈરા પોલીસ સ્ટેશન હેઠળના ખોડાઈબાગના ઓલહાનપુર ગામમાં મસ્જિદ પાસે અચાનક વિસ્ફોટ થયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બોમ્બ વિસ્ફોટના કારણે નાસભાગ મચી ગઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અહીં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. તે જ સમયે એક વિસ્ફોટ થયો હતો. બોમ્બ વિસ્ફોટની માહિતી મળતાં, છપરા પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ દોડી ગયા હતા. એમ્બ્યુલન્સ અને રાહત અને બચાવ ટીમો સાથે ખોદાઈબાગ જવા રવાના થયા. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ વિસ્ફોટ ‘બોમ્બ બ્લાસ્ટ’ના કારણે થયો હતો કે ફટાકડા બનાવતી વખતે વિસ્ફોટ થયો હતો તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. વહીવટીતંત્રે કાટમાળમાંથી એક બાળકના મૃતદેહ સહિત 6 મૃતદેહોને બહાર કાઢ્યા હતા. વિસ્ફોટમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અહીંના સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કર્મચારી મિયાં અને રિયાઝુદ્દીન મિયાંનું ઘર હતું. તે ઘરમાં ફટાકડા લાવીને વેચતો હતો. લગ્નના કામોમાં બોમ્બ-ફટાકડા વેચવાનું કામ કરતા હતા. બ્લાસ્ટ બાદ તેનું ઘર ધરાશાયી થઈ ગયું છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે પાકાં મકાનની છત ઉડી ગઈ. ઘરમાં હાજર લોકોના શરીરના અંગો કેટલાય મીટર દૂર ઉડીને વેરવિખેર થઈ ગયા હતા. આ અકસ્માત બાદ ગ્રામજનોના ટોળા એકઠા થઈ ગયા છે.હાલમાં પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.