કળા અને અભિવ્યક્તિના નામે બાલીવુડમાં એવા કારનામાઓ થતાં આવ્યા છે કે જે કલ્પનાથી પરે હોય. કોઇ બી કે સી ગ્રેડના કલાકારો જ નહીં ફ્રન્ટલાઇનર્સ પણ પૈસા અને પલ્બિસિટી માટે એવું કરે છે કે તેના પ્રસંશકો પણ મોંમાં આંગણા નાંખવા મજબૂર બને. હાલ અભિનેતા રણવીર સિંહે કરાવેલા ન્યૂડ ફોટોશૂટથી ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવ્યો છે. રણવીરની આ નગ્ન તસ્વીરો વાઇરલ થવા સાથે નેટયૂઝર્સ તરફથી આકરી પ્રતિક્રિયા પણ બહાર આવવા માંડી છે. મુસ્લિમ નેતાઓ એવા અણિયારા સવાલ પૂછવા માંડ્યા છે કે શરીર ઉઘાડું કરવાની આઝાદી છે, તો હિજાબથી શરીર ઢાંકવા શા માટે નહીં..??
રણવીરે એક મેગેજીન કવર માટે ન્યૂડ પોઝ આપ્યો છે. ફોટોમાં તેમને પોતાના પરફેક્ટ મસ્કુલર બોડીને ફ્લોન્ટ કરતાં જોઇ શકાય છે. દરેક ક્લિકમાં તેમનો કોન્ફિડેન્ટ, બોલ્ડ અને સેક્સ લુક જોવા લાયક છે એમ કહીને આ ફોટોશૂટને પબ્લિસિટિ આપવામાં આવી રહી છે. ફોટોઝમાં રણવીર અલગ અલગ પોઝ આપતાં જોવા મળી રહ્યા છે. રણવીરે આ મેગેજીન સાથે પોતાની ફિલ્મો વિશે પણ વાત કરી છે. ફોટોઝ સાથે રણવીરનો ઇન્ટરવ્યું પણ ફીચર કરવામાં આવ્યો છે. ફોટોઝમાં રણવીર પોતાની બોડી ફ્લોન્ટ કરતાં જોવા મળી રહ્યા છે. રણવીરના કેટલાક ફેન્સને તેમનું આ ફોટોશૂટ પસંદ આવી રહ્યું છે તો કેટલાક લોકો ટ્રોલ કરી રહ્યા છે.

યૂઝર્સે કરી આવી કોમેન્ટ..
રણવીરે પોતાના ફોટોઝથી ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. દરેક યૂઝરે લખ્યું- દીપિકા દીદી આ જોઇ શું કહેશે. એક ફેનએ રણવીર સિંહના આ ફોટોશૂટને મિલિંદ સોમનથી પ્રેરણા ગણાવે છે. કોઇએ એવું પણ લખ્યું કે ક્યા યાર, પૈસો કે લિયે કુછ ભી.. અન્ય એકે લખ્યું કે દીપિકા ભાભીને કપડે નહીં ધોયે ક્યાં..
ન્યૂડ ફોટોશૂટ કરાવવાની આઝાદી છે તો હિજાબ પહેરવાની કેમ નહીં? સપાના નેતાએ રણવીર સિંહ પર સાધ્યુ નિશાન..

બોલીવૂડ સ્ટાર રણવીર સિંહના ન્યૂડ ફોટોશૂટ પર ઉભો થયેલો વિવાદ શમી જવાને બદલે વધારે ચગી રહ્યો છે. દેશભરમાં તેની ટીકા થઈ રહી છે ત્યારે સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ તો આ વિવાદને હિજાબ સાથે જોડી દીધો છે.તેમણે કહ્યુ હતુ કે, જો શરીર દેખાડવુ આઝાદી છે તો યુવતી પોતાનુ શરીર પોતાની મરજીથી હિજાબ વડે ઢાંકવા માંગે તો તે ધાર્મિક ભેદભાવ કે અત્યાચાર કેમ ગણવામાં આવે છે…આપણને આખરે કેવા સમાજની જરૂર છે. નગ્ન તસવીરો જાહેર કરવી આઝાદી ગણાય છે તો હિજાબ પહેરવો કેમ આઝાદી નથી ગણાતી?