Tuesday, March 28, 2023
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
No Result
View All Result
Khabardar News Portal
No Result
View All Result

Home » OMG! પબજી ગેમ માટે સગીરે માતાને ગોળી મારી લાશ 3 દિવસ ઘરમાં છૂપાવી, મિત્રો સાથે પાર્ટી પણ કરી…

OMG! પબજી ગેમ માટે સગીરે માતાને ગોળી મારી લાશ 3 દિવસ ઘરમાં છૂપાવી, મિત્રો સાથે પાર્ટી પણ કરી…

by Admin
June 8, 2022
in ક્રાઇમ વોચ
Reading Time: 1min read
A A
OMG! પબજી ગેમ માટે સગીરે માતાને ગોળી મારી લાશ 3 દિવસ ઘરમાં છૂપાવી, મિત્રો સાથે પાર્ટી પણ કરી…

Hooded man with a gun in the dark

8
SHARES
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી: ઓનલાઇન ગેમ બાળમાનસ ઉપર ખૂબ જ ઉંડી છાપ છોડી રહી છે. તેમાંય મારધાડ વાળી ગેમ બાળકોના માનસને અગ્રેસીવ, ગુનાઇત બનાવી રહી છે. મરવું, મારવું સહજ બનાવી દેતી આ ગેમ બાળકોને ગુનાખોરીના માર્ગે વાળી રહી છે. મારામારી, ચોરી, ઘર છોડી ભાગવું અને હત્યા સુધીના બનાવોમાં સંડોવાતાં બાળકોની તપાસમાં ગેમ કારણભૂત હોવાનું બહાર આવી રહ્યું છે. આવો જ એક હચમચાવી નાખે તેવો કિસ્સો ઉત્તર પ્રદેશથી સામે આવ્યો છે. જેમાં પબજી માટે ગાંડા થયેલા સગીરે તેની માતાને મોતને ઘાટ ઉતારી દીધી. લખનઉમાં 17 વર્ષના એક સગીરને તેની માતાએ પબજી રમવાની ના પાડતા રાતોચોળ થઈ ગયો અને માતાની નિર્મમ રીતે ગોળી મારી હત્યા કરી નાખી.

મળતી માહિતી મુજબ લખનઉમાં રહેતાં તરુણે તેના પિતાની લાઈસન્સવાળી રિવોલ્વરથી માતાને ગોળી મારી દીધી. વધું આઘાતજનક બાબત એ છે કે માતાને ગોળી મારી તે અટક્યો ન હતો. આ તરુણે માતાના મૃતદેહને ઘરના એક ઓરડામાં છૂપાવી દીધો. મૃતદેહ સડવા માંડે અને દુર્ગંધ આવશે એવું પણ તે જાણતો હતો. આ સ્થિતિથી બચવા માટે તરુણે રૂમમાં પાછું રૂમ ફ્રેશનર પણ છાંટ્યે રાખ્યું. છોકરાએ તેની 10 વર્ષની બહેનને પણ ધમકાવી અને ત્રણ દિવસ સુધી ઓરડામાં પૂરી રાખી. તેની નિર્લજ્જતા તો જુઓ આવા માહોલમાં તેણે તેના મિત્રોને પાર્ટી માટે બોલાવ્યા અને પછી માતા વિશે પૂછ્યું તો કહ્યું કે તેની માતા એક સંબધીને મળવા માટે ગઈ છે.

જો કે મૃતદેહ તેનું કામ કરે જ છે એ ધોરણે થોડા સમયમાં જ ઘરમાંથી માથું ફાટી જાય તેવી દુર્ગંધ આવવા માંડી હતી. ઘરમાં કઇંક અજુગતુ થયાની આશંકા જતા પાડોશીઓમાંથી એક જણે છોકરાના પિતાને તેની જાણ કરી. પિતા સેના અધિકારી છે અને પશ્ચિમ બંગાળમાં ફરજ બજાવે છે. પિતાએ પોલીસને જાણ કરી અને ત્યારબાદ પોલીસને મંગળવારે રાતે ઘરમાંથી 40 વર્ષની સાધનાનો ત્રણ દિવસ જૂનો મૃતદેહ મળી આવ્યો.

એસીપી અર્ચના સિંહે જણાવ્યું કે મહિલાને માથામાં ખુબ નજીકથી ગોળી મારવામાં આવી હતી. તેમના મૃતદેહને એર કન્ડીશનર રૂમમાં રાખવામાં આવ્યો હતો. જેથી કરીને દુર્ગંધ આવે નહીં. મીડિયા રિપોર્ટ્સ મુજબ પોલીસે જ્યારે આ આરોપી સગીરની પૂછપરછ કરી તો તેણે કબૂલ કર્યું કે તે પબજી રમતો હતો. આથી તેની ખુબ પીટાઈ પણ થતી હતી. ગત શનિવારે ઘરમાંથી 10 હજાર રૂપિયા ગાયબ થયા હતા. માતાએ તેના પર ચોરીનો આરોપ લગાવીને ખુબ માર્યો. જે પણ ખોટું કામ થતું તેનો આરોપ તેના પર જ લાગતો હતો. આથી નારાજ થઈને તેણે માતાની હત્યા કરી નાખી. આ માટેનો આઇડિયા અને હિંમત ગેમ રમતો હોવાથી આવી હોવાની બાળકની કબૂલાત દરેક માતા પિતા માટે લાલ બત્તી સમાન છે.

Share3Tweet2Send
Previous Post

જલારામ મંડળના નામે 79 હજારના ડ્રાયફ્રૂટ લઇ ભાગેલા 75 વર્ષના વૃદ્ધ પૂણેથી ઝડપાયા…

Next Post

એસ્ટોલ પ્રોજેક્ટ : PM મોદી ઉદ્ઘાટન કરવાના છે એવો આ પ્રોજેક્ટ શા માટે છે આટલો મહત્વનો.? જાણો શું છે તેની ખાસિયત…

Related Posts

શુકુલ ગૃપ ના કરોડોના ઉઠમણામાં વધુ બે ડાયરેક્ટર ઝડપાયા.. સુરતમાં 2.43 કરોડના ફ્રોડમાં ઇકો સેલ દ્વારા કાર્યવાહી…
ક્રાઇમ વોચ

શુકુલ ગૃપ ના કરોડોના ઉઠમણામાં વધુ બે ડાયરેક્ટર ઝડપાયા.. સુરતમાં 2.43 કરોડના ફ્રોડમાં ઇકો સેલ દ્વારા કાર્યવાહી…

March 23, 2023
ગેરકાયદે ગર્ભપાત કરી ટેરેસ પરથી ભ્રૂણ ફેંકતી નર્સ સીસી કમેરાથી ઝડપાઇ,  આંતરરાજ્ય મોટા રેકેટનો પર્દાફાશ થવાની સંભાવના…
ક્રાઇમ વોચ

ગેરકાયદે ગર્ભપાત કરી ટેરેસ પરથી ભ્રૂણ ફેંકતી નર્સ સીસી કમેરાથી ઝડપાઇ, આંતરરાજ્ય મોટા રેકેટનો પર્દાફાશ થવાની સંભાવના…

March 22, 2023
પોલીસ પર હુમલો કરી ભાગેલા ચીટર ફૂલવાણીબંધુ ઝડપાયા, કાયદો હાથમાં લીધા બાદ કાયદાકીય રાહત મેળવવાની દોડાદોડી કરતાં ક્રાઇમબ્રાન્ચે દબોચ્યા…
ક્રાઇમ વોચ

પોલીસ પર હુમલો કરી ભાગેલા ચીટર ફૂલવાણીબંધુ ઝડપાયા, કાયદો હાથમાં લીધા બાદ કાયદાકીય રાહત મેળવવાની દોડાદોડી કરતાં ક્રાઇમબ્રાન્ચે દબોચ્યા…

March 21, 2023
મરવા મજબૂર થાય એવો ત્રાસ આપનાર જયંતિ ઇકલેરાના જ ખોળે બિલ્ડર અશ્વિન ચોવટિયા બેઠો, પોલીસ નોટીસ નોટીસ રમતી રહી અને હાઇકોર્ટમાંથી ફરિયાદ રદ…
ક્રાઇમ વોચ

મરવા મજબૂર થાય એવો ત્રાસ આપનાર જયંતિ ઇકલેરાના જ ખોળે બિલ્ડર અશ્વિન ચોવટિયા બેઠો, પોલીસ નોટીસ નોટીસ રમતી રહી અને હાઇકોર્ટમાંથી ફરિયાદ રદ…

March 16, 2023
વેસુના વેપારીને સ્પા ચલાવતી માતા-પૂત્રીએ અમરોલીમાં બંધક બનાવી 25.43 લાખ લૂંટ્યા, ફરિયાદ કરી તો બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી…
ક્રાઇમ વોચ

વેસુના વેપારીને સ્પા ચલાવતી માતા-પૂત્રીએ અમરોલીમાં બંધક બનાવી 25.43 લાખ લૂંટ્યા, ફરિયાદ કરી તો બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી…

March 13, 2023
લુડો ની લતે ચોરીના રવાડે ચઢયો..!!  રોકડા 4.10  લાખ ચોરી કર્યા બાદ પોલીસ પકડે નહીં એની  મન્નત  માટે સીધો  હાજીઅલી પહોંચી ગયો…
ક્રાઇમ વોચ

લુડો ની લતે ચોરીના રવાડે ચઢયો..!! રોકડા 4.10 લાખ ચોરી કર્યા બાદ પોલીસ પકડે નહીં એની મન્નત માટે સીધો હાજીઅલી પહોંચી ગયો…

March 10, 2023
Next Post
એસ્ટોલ પ્રોજેક્ટ : PM મોદી ઉદ્ઘાટન કરવાના છે એવો આ પ્રોજેક્ટ શા માટે છે આટલો મહત્વનો.? જાણો શું છે તેની ખાસિયત…

એસ્ટોલ પ્રોજેક્ટ : PM મોદી ઉદ્ઘાટન કરવાના છે એવો આ પ્રોજેક્ટ શા માટે છે આટલો મહત્વનો.? જાણો શું છે તેની ખાસિયત…

કાપોદ્રામાં યુવાન મહિલાને  “મૈત્રી”  ભારે પડી.. દારૂડિયા પતિના અત્યાચાર સામે હૂંફ અને મદદની આશાએ બની હવસનો શિકાર..!!

કાપોદ્રામાં યુવાન મહિલાને “મૈત્રી” ભારે પડી.. દારૂડિયા પતિના અત્યાચાર સામે હૂંફ અને મદદની આશાએ બની હવસનો શિકાર..!!

March 28, 2023
નર્સ પાસે ગર્ભપાત કરાવનાર દંપતિની આખરે ધરપકડ.. ચોથું સંતાન જોઇતું ન હોય આ કાંડ કર્યો…!!!

નર્સ પાસે ગર્ભપાત કરાવનાર દંપતિની આખરે ધરપકડ.. ચોથું સંતાન જોઇતું ન હોય આ કાંડ કર્યો…!!!

March 28, 2023
અમેરિકામાં 5 વર્ષની ગુજરાતી બાળકીની હત્યાનો કેસ.. નવસારીની મિયા પટેલને માથામાં ગોળી મારી હત્યા કરનારને 100 વર્ષની સજા…

અમેરિકામાં 5 વર્ષની ગુજરાતી બાળકીની હત્યાનો કેસ.. નવસારીની મિયા પટેલને માથામાં ગોળી મારી હત્યા કરનારને 100 વર્ષની સજા…

March 27, 2023
Khabardar News Portal

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

Navigate Site

  • Home
  • About us
  • Contact us
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

Follow Us

No Result
View All Result
  • Home
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

gu ગુજરાતી
en Englishgu ગુજરાતીhi हिन्दीmr मराठी