સુરત, તા.02 ફેબ્રૂઆરી…
ચેક રિટર્નના કેસમાં રાંદેરના યુવકને કોર્ટે એક વર્ષ કેદની સજા અને વળતરનો હુકમ કર્યો હતો. મહેનતાણા પેટે આપવામાં આવેલો ચેક રિટર્ન થતાં એડવોકેટ ભાવેશ કુલકર્ણી દ્વારા દાખલ કરાયેલી ફરિયાદમાં આરોપી માર્ગીલ પાસાવાલાએ પેમેન્ટ કરવામાં દાખવી એવી ઘોર બેદરકારીકોર્ટ કાર્યવાહી દરમિયાન પણ દાખવવી ભારે પડે હતી.
ગોડાદરામાં પ્રિયંકા સોસાયટીમાં રહેતાં રણધીરકુમાર વિજયસિંહ રાજપૂતે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ વાંસના પાલક બાંધવાનું કામકાજ કરે છે. આરોપી માર્ગીલ હસમુખભાઇ પાસાવાલા (રહે, સંતતુકારામ સોસાયટી, સંગના સોસાયટી પાસે, નવયુગ કોલેજ, રાંદેરરોડ) એલીવેશન અંગે કામકાજ કરે છે.

માર્ગીલને એલીવેશનનાં કામકાજ દરમિયાન અવાર નવરા પાલક બનાવવાની જરૂર પડતી હોય તેના રણધીરકુમાર સાથે ધંધાકીય સંબંધ સ્થપાયા હતાં. માર્ગીલે ને સંસ્કૃતિ એ.સી. માર્કેટ, ગોડાદરા વિવસ્તારમાં એલીવેશન અંગેનું કામ સને ૨૦૧૭ ના ઓગષ્ટ માસમાં રાખ્યું હતું. આ કામ માટે આવશ્યક પાલક બનાવવાની આવશ્યકતાં ઉભી થતાં તેમણે રણધીરકુમારનો સંપર્ક સાધ્યો હતો.
માર્ગીલે જણાવેલ કે, તમારે હમારી સાઈટ પર પાલક બાંધવાનો છે. ફદિરયાદીએ સાઇટ જોયા બાદ માર્ગીલ સાથે ભાવતાલ નકકી કર્યા હતાં. માર્ગીલે 2,70,000 માં પાલક બાંધવાનું કામ સોંપ્યું હતું. વધુમાં આરોપીએ જણાવેલ કે, ” હમારૂ એલીવેશન અંગેનું કામ પુણ- થશે અને હમોને બિબલ્ડર દ્વારા પૈસા આપવામાં આવશે એટલે હું તમોને તુરંત જ તમારા પૈસા ચુકવી આપીશ. ” જેથી આરોપીની આ વાતમાં વિશ્વાસ ભરોસો મૂકી ફદિરયાદી ધંધો કરવા રાજી થયા હતાં.

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું છે કે, એલીવેશનનું કામ પુણ- થઈ ગયું એટલે તેઓેના કાયદેસરના લેણાં નિકળતા નાણાંની માંગણી કરતા આરોપીએ જણાવેલ કે, ” હાલમાં બિબલ્ડર પાસેથી પૈસા આવ્યા નથી. જેવા આવશે તેવા તમોને તુરંત જ ચુકવી આપીશ.” જેથી ફદિરયાદી આરોપી ઉપર વિવશ્વાસ અને ભરોસો રાખી થોડો સમય થોભી ગયેલા.ત્યારબાદ ઘણો સમય વિવતવા છતાં આરોપીએ 2.70 લાખ ચૂકવ્યા ન હતાં.
રણદધીર કુમારે પોતાનું મહેનતાણું લેવા માટે વારંવાર આરોપી માર્ગીલનો સંપર્ક કર્યો હતો. જો કે તે વાયદાઓ કરતા કરી ગલ્લા તલ્લા કરી સમય પસાર કરતા આવેલા. ત્યારબાદ આરોપીએ ફદિરયાદીના કાયદેસરના લેણાં નિકળતા નાણાંની ચુકવણીના પાટ- પેમેન્ટ પેટે કાલુપુર કોમર્શીયલ બેન્કનો 1.70 લાખનો ચેક આપ્યો હતો. આ ચેક રણધીરકુમારે તેમના એકાઉન્ટમાં ડિપોઝીટ માટે આપ્યો તો કે અન સફિશ્યન્ટ બેલેન્સ શેરા સાથે રિટર્ન થયો હતો.

જાણી જોઇને એવા એકાઉન્ટનો ચેક અપાયો કે જેમાં પુરતું ભંડોળ જ ન હતું. આ મામલે રણધીરકુમારે માર્ગીલને નોટિસ પણ આપી હતી. જો કે યોગ્ય પ્રતિસાદ ન મળતાં આખરે અત્રેની કોર્ટમાં એડવોકેટ ભાવેશ કુલકર્ણી મારફત ફરિયાદ દાખલ કરાઇ હતી. આ કેસ કાર્યવાહી દરમિયાન કોર્ટમાં હાજર રહેતા માર્ગીલે સમાધાનનું કહી થોડી થોડી રકમ આપી હતી. જો કે ત્યારબાદ તેણે કોર્ટમાં આવવાનું બંધ કરી દીધું હતું.
એડવોકેટ ભાવેશ કુલકર્ણીની રજૂઆતના પગલે કોર્ટે માર્ગીલ સામે વોરંટ ઇશ્યૂ કર્યા છતાં તે હાજર રહ્યો ન હતો. કોર્ટે આ બાબતને ગંભીરતાંથી લઇ માર્ગીલના બચાવ માટેના તમામ હક્કો બંધ કરી કાર્યવાહી આગળ ચલાવી હતી. જેમાં તેને એક વર્ષની સજા અને વળતર પેટે 1.20 લાખ રૂપિયા રણધીરકુમારને ચૂકવી આપવા હુકમ કર્યો હતો. માર્ગીલ સામે પકડ વોરંટ ઇશ્યૂ કરતાં કોર્ટે નોંધ્યું હતું કે કોઇ આરોપીની ગેરહાજરી અને અનિશ્ચિત કારણ માટે કેસ પેન્ડીંગ રાખી શકાય નહી. કોર્ટ ગુણદોષ પર કેસનો નિકાલ કરવા માટે સક્ષમ છે.