સુરત, ૧૨ જુલાઈ…
ખેલો લીંબાયત, ક્રાઇમ છોડો લીંબાયત… એ વા હેતુથી લીંબાયત માં ‘રન ફોર ફિટ સુરત મેરેથોન 2022’ નું આયોજન કરવામાં આવ્યું હતું . આ મેરેથોન માં 500 થી વધુ યુવક-યુવતીઓ એ ભાગ લઈ લીંબાયત વિસ્તાર ને ક્રાઇમ ફ્રી વિસ્તાર બનાવવા જાગૃતિ સંદેશો આપ્યો હતો. એટલું જ નહીં પણ પ્રથમ, દ્વિતીય અને ત્રીજા ક્રમાંકે આવનાર ખેલાડીઓને રોકડ ઇનામ સાથે મેડલ, શિલ્ડ અને સર્ટી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. લીંબાયત પીઆઇ હિતેષસિંગ ઝાલા એ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમય થી ગુનેગારો ને રમતના માધ્યમ થી ગુનાઓ છોડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. અને આવી અનોખી જાગૃતિ સ્પર્ધા ને લઈ અનેક ગુનેગારો આજે સામાન્ય જીવન જીવતા થયા છે.
અધિકારીઓ એ જણાવ્યું હતું કે, આ મેરેથોનમાં નિલગીતિથી સંજય નગર સુધીના યુવક-યુવતીઓ એ ભાગ લીધો હતો. તમામ સ્પર્ધકો સામાન્ય પરિવાર થી હતા. સવારે 6 વાગ્યાથી શરૂ થયેલી દોડ 7:30 વાગે પુરી થઈ હતી. પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ પણ આ સ્પર્ધામાં હાજર રહ્યા હતા.
વધુમાં જણાવ્યું હતું કે, ખેલો લીંબાયત, ક્રાઇમ છોડો લીંબાયત ના હેતુથી શરૂ થયેલી રન ફોર ફિટ સુરત મેરેથોન 2022 માં 500 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પ્રથમ આવનાર (યુવક-યુવતીઓ) 5100, દ્વિતીય આવનાર ને 2100 અને ત્રીજા ક્રમાંકે આવનાર ને 1100 નું રોકડ ઇનામ અને શિલ્ડ, સર્ટી અને મેડલ આપી સન્માનિત કરાયા હતા. લીંબાયત વિસ્તારમાં આવી સ્પર્ધાઓ ના આયોજન પાછળ ક્રાઇમ છોડો એક માત્ર હેતુ છે અને ઘણા અપરાધિઓ એ ગુના ની દુનિયા છોડી સામાન્ય જીવન જીવવા તરફ વળ્યા છે.