મેઇન્ટેનન્સ, નવી લાઇન બિછાવવા કે અન્ય રુટ સેટ કરવા માટે રેલવે દ્વારા અવાર નવાર કેટલીક ટ્રેન રદ કે ડાઇવર્ટ કરવાની જાહેરાત કરાતી હોય છે. છેલ્લા કેટલાક સમયથી પશ્ચિમ રેલવે દ્વારા આવી જાહેરાતો વધી છે, જેને લઇ યાત્રિઓ અને નોકરિયાતોને અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડયો છે. આવી જ વધું એક જાહેરાત દક્ષિણ ગુજરાતના યાત્રિઓને અસર કરનારી સાબિત થવાની છે. પશ્ચિમ રેલવે દ્વારા વડોદરાથી મુંબઈ રૂટ પર માલગાડીઓની વધુ પડતી અવરજવરને કારણે 18 જૂનથી 18 જુલાઈ 2022 સુધી દર શનિવારે અને રવિવારે વડોદરાથી ઉપડતી અને નવસારીમાંથી પસાર થતી કુલ 5 મહત્વની ટ્રેનો 1 મહિના માટે રદ્દ કરવામાં આવી છે. જેને લઇને શનિ-રવિની રજાઓમાં પોતાના ઘરે આવતા વિદ્યાર્થીઓ કે નોકરિયાત વર્ગને પરિવહનના બીજા વિકલ્પની ફરજિયાત પસંદગી કરવી પડશે.
સુરત અથવા નવસારીથી મુંબઇ જતો મોટો વર્ગ વિકેન્ડની રજાઓમાં ટ્રેનની મુસાફરી કરતો હોય છે. ત્યારે 1 મહિના માટે મુસાફરોને બસ કે ખાનગી ટ્રાવેલ્સ દ્વારા મુસાફરી કરવી પડશે. વડોદરાથી ઉપડતી અને નવસારીમાંથી પસાર થતી ચાર જોડી પેસેન્જર ટ્રેન એક મહિના માટે દર શનિવાર અને રવિવારે રદ્દ રહેશે.
પશ્ચિમ રેલવે પર માલગાડીઓની વધુ પડતી અવરજવરને કારણે, 18 જૂન, 2022થી 18 જુલાઈ સુધી દર શનિવાર અને રવિવારે વડોદરાથી ઉપડતી અને મુંબઈ જતી ચાર જોડી ટ્રેનોને એક મહિના માટે રદ્દ કરવામાં આવી છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
*18 જૂનથી 18 જુલાઈ 2022 સુધી દર શનિવાર અને રવિવારે રદ્દ કરવામાં આવનાર ટ્રેનોની યાદી
22929 દહાણુ રોડ-વડોદરા
22930 વડોદરા-દહાણુ રોડ
22959 વડોદરા-જામનગર-ઇન્ટરસિટી
12929 વલસાડ-વડોદરા
19035, વડોદરા-અમદાવાદ
19036 અમદાવાદ-વડોદરા
*19 જૂનથી 19 જુલાઈ સુધી દર શનિવાર અને રવિવારે રદ્દ કરવામાં આવનાર ટ્રેનો
22960 જામનગર-વડોદરા ઇન્ટર સિટી
12930 વડોદરા-વલસાડ
હાલમાં વેસ્ટન રેલ્વે ગુડ્સ ટ્રેનનોને ટ્રાન્સપોર્ટેશનમાં પ્રાથમિકતા આપી રહી છે. જેને લઇને એક મહિના માટે વિકેંડમાં પેસેન્જર ટ્રેન રદ્દ કરવામાં આવી છે. ભારતમાં આર્થિક દ્રષ્ટિએ પેસેન્જર ટ્રેન કરતા ગૂડ્સ ટ્રેનનું મહત્વ વધુ છે અને આયાત નિકાસમાં ડિલિવરી નિયત સમયે થાય તે માટે કેન્દ્ર સરકાર હવે ગંભીર બની છે. જેના ભાગરૂપે શનિ અને રવિ કે જે કર્મચારી વર્ગ વિદ્યાર્થી વર્ગ માટે ટ્રાન્સપોર્ટેશન માટે મહત્વનો હોય છે. તેમને હવે ફરજિયાત બસ કે ખાનગી ટ્રાવેલ્સ દ્વારા મુસાફરી કરવી પડશે.