Paytm અને Phonepe લોન્ચ કરશે UPI Lite ની સર્વિસ જેમાં યુજર્સ UPI PIN વિના પેમેન્ટ કરી શકાશે. UPI Lite માટે કોઈ થર્ડ પાર્ટી એપને ઇન્ટીગ્રેટ કરવામાં આવેલ નથી. આ સેવા આપનાર Paytm એ પહેલી એપ્લિકેશન બની શકે છે ત્યારબાદ Phonepe પણ આ સર્વિસ લોન્ચ કરી શકશે.
ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે. paytm અને Phonepe બંને કંપનીઓ હાલમાં આ ફીચર પર કામ કરી રહી છે. UPI Liteએ ઈંસ્ટેન્ટ પેમેન્ટ કરવા માટે ઉપયોગી બની શકે છે. જો કે UPI Liteમાં પેમેન્ટ માટેની લિમિટ 200 રૂપિયા સુધીની જ છે. એક રિપોર્ટ મુજબ બને કંપનીઓએ દાવો કર્યો છે કે હાલમાં UPI Liteએ એડવાન્સ સ્ટેજ પર છે. એક મહિનાની અંદર જ paytm યુજર્સ આ સેવાનો લાભ મેળવી શકશે. ત્યારબાદ Phonepe પણ આ સર્વિસ લોન્ચ કરી શકશે.

200 રૂપિયાથી ઓછી કિંમતના વ્યવહાર કરવા સરળ બની જશે. અહેવાલ મુજબ અન્ય કંપની પણ આ સેવા ટુંક સમય લોન્ચ કરશે જેથી યંગ કસ્ટમર નાની કિંમતની પેમેન્ટ સરળતાથી કરી શકશે, NPCIએ એક વર્ષ પહેલા માર્ચમાં જણાવ્યું હતું કે UPIથી થતી પેમેન્ટ લગભગ 50 ટકા 200 રૂપિયાથી ઓછી કિંમતના હતા.
UPI લાઇટ સર્વિસને ગયા વર્ષે ભારતીય રિઝર્વ બેંક દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. જેનાથી વપરાશકર્તાઓ ઇન્ટરનેટ અથવા UPI પિન વિના પણ ઓછી કિંમત વ્યવહારો કરી શકે છે. 200 રૂપિયા સુધી પેમેન્ટ વૉલેટ દ્વારા માન્ય કરવામાં આવેલ છે. થર્ડ પાર્ટી પ્લેટફોર્મમાં એકીકરણથી આવા વ્યવહારોને વધુ સરળ બનશે. બંને કંપનીઓ તરફથી આ અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.