વડોદરાઃ પોર ગામે આવેલી આશિષ સોસાયટીમાં કરૂણ ઘટના ઘટી હતી. અહીં HP રાંધણ ગેસના બોટલ ભરેલી પિકઅપ ગાડીએ બે વર્ષના બાળકને કચડી નાંખતા મોત નીપજ્યું છે. લાડકવાયો ગુમાવનાર પરિવારના આક્રંદથી વાતાવરણ ભારે ગમગીન બની ગયું હતું.
વડોદરાના સીમાડે આવેલા પોર ગામે આશિષ સોસાયટીમાં HP રાંધણ ગેસના બોટલ ભરેલી પિકઅપ વાન આવી હતી. આ વાન ઘર નંબર 31 સામેથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન ત્યાં નિખિલ ગાંધીન બે વર્ષીય પુત્ર જેનિલ ત્યાં રમી રહ્યો હતો. વાનના ચાલકની ગફલત કહો કે બેદરકારીના કારણે અહીં અકસ્માત સર્જાયો હત. પીકઅપ વાનનું ટાયર માસૂમ જેનિલ ઉપરથી ફરી વળ્યું હતું. આ અકસ્માતમાં જેનિલનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું છે.
અકસ્માત વેળા હાજર સૂત્રોના કહેવા અનુસાર જેનિલ ઘરના બારણા પાસે રમતો હતો. એટલામાં HP રાંધણ ગેસના બોટલ ભરેલી પિકઅપ સોસાયટીમા ડિલિવરી માટે આવી હતી. ગાડી ડ્રાઇવરે રિવર્સ લેતા બે વર્ષના જેનિલ બાળક ઉપર પાછળનું ટાયર ફરી વળ્યું હતું. ઘર પાસે જ બે વર્ષના બાળકનું કમકમાટી ભર્યું મોત નિપજતા બાળકના માતા પિતા પર આભ તૂટી પડ્યું હોઈ તેવી સ્થિતિ સર્જાઈ હતી.
વરણામાં પોલીસ તાત્કાલિક સ્થળે દોડીઆવી હતી. બાળક ને pm અર્થે પોર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. બે વર્ષના માસૂમ બાળક જેનિલનું મૃત્યુ થતા મા, બાપ, પરિવાર તેમજ સોસાયટીના વ્હાલ સોયો દીકરો ગુમાવતા સોસાયટીમાં શોકનો માહોલ છે.