દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી (PIL) દાખલ કરવામાં આવી છે જેમાં માગણી કરવામાં આવી છે કે સ્પાઈસ જેટની તમામ ફ્લાઈટ્સ બંધ કરવામાં આવે. પિટિશન (PIL)માં એવું પણ કહેવામાં આવ્યું છે કે ફ્લાઈટ્સ બંધ કરવી જોઈએ જેથી કરીને કોઈ મોટી ઘટના ન બને, જ્યાં જાન-માલનું મોટું નુકસાન થઈ શકે. અરજીમાં વધુમાં જણાવાયું છે કે સ્પાઈસ જેટ સુરક્ષિત, કાર્યક્ષમ અને ભરોસાપાત્ર હવાઈ સેવા પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે. આ અરજી (PIL) એડવોકેટ રાહુલ ભારદ્વાજે દાખલ કરી છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે તાજેતરમાં સ્પાઈસ જેટની ફ્લાઈટને લઈને અનેક ઘટનાઓ બની છે. ભારદ્વાજે પિટિશનમાં માગણી કરી છે કે સ્પાઈસ જેટની કામગીરીનું સંચાલન યોગ્ય રીતે થઈ રહ્યું છે કે નહીં તેની તપાસ કરવા માટે એક કમિશનની રચના કરવામાં આવે. એવિએશન રેગ્યુલેટર DGCA એ છેલ્લા 18 દિવસમાં મિડ-એર ટેક્નિકલ સ્નેગની આઠ ઘટનાઓ પછી સ્પાઇસજેટને કારણ બતાવો નોટિસ જારી કરી છે, જેમાં જણાવ્યું છે કે એરલાઇન સલામત, કાર્યક્ષમ અને વિશ્વસનીય હવાઈ સેવા પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે.
ઘટનાઓની ડીજીસીએની સમીક્ષામાં ખુલાસો થયો છે કે નબળી આંતરિક સલામતી તપાસ અને અપૂરતી જાળવણી કામગીરીને કારણે સ્પાઈસ જેટના સુરક્ષા માર્જિનમાં ઘટાડો થયો છે, એરલાઈનના વડા અજય સિંહે કહ્યું કે એરલાઈન હવે બમણી સાવચેતી રાખશે અને ઉડાન ભરશે. ચેકિંગ કામગીરીને વધુ મજબૂત બનાવશે. સ્પાઇસજેટ તરફથી એક નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તે તેના મુસાફરો અને પાઇલોટ્સ માટે સલામત કામગીરી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.
ટેક્નિકલ ખામીની 8મી ઘટના મંગળવારે પ્રકાશમાં આવી જ્યારે સ્પાઇસજેટનું કાર્ગો પ્લેન ચીનમાં ચોંગકિંગ તરફ જતું કોલકાતા પરત આવ્યું કારણ કે ટેક-ઓફ પછી પ્લેનનું હવામાન રડાર કામ કરી રહ્યું ન હતું. તે જ દિવસે એરલાઈનની બે ૃ ફ્લાઈટમાં પણ ટેકનિકલ ખામી સર્જાઈ હતી.
DGCAની નોટિસનો જવાબ આપતા નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે મુસાફરોની સુરક્ષા સર્વોચ્ચ મહત્વ ધરાવે છે. આ સાથે બાંધછોડ કરવામાં આવશે નહીં.