રાષ્ટ્રપતિની ચૂંટણીને લઇ રાજકીય પક્ષો દ્વારા લોબિંગ શરુ કરી દેવાયું છે. મહત્તમ પક્ષો અને સભ્યોનું સમર્થન મળી રહે એવી વ્યૂહાત્મક રીતે ઉમેદવારની પસંદગી બાદ હવે તેને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવાઇ રહ્યું છે. આ સંદર્ભમાં વિપક્ષ કરતાં ભાજપની સ્થિતિ ખૂબ મજબૂત હોવાનું જણાય રહ્યું છે. બીજૂ જનતા દળ અધ્યક્ષ અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે રાજ્ય વિધાનસભાના તમામ સભ્યોને અનુરોધ કર્યો છે કે તે 18 જુલાઇએ થનારી ચૂંટણીમાં 64 વર્ષીય દ્રૌપદી મુર્મૂનો સાથ આપે. ઓડિશામાં સત્તારૂઢ બીજૂ જનતાદળનુ સમર્થન મળ્યા બાદ NDA તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની ચૂંટણીનો રસ્તો વધુ આસાન બની ગયો છે. વળી, આ આખા ઘટનાક્રમથી પ્રભાવિત થયા વિના વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાનું કહેવુ છે કે આ વિચારધારાની લડાઇ છે, અને દેશને ‘રબર-સ્ટેમ્પ રાષ્ટ્રપતિ’ ની જરૂર નથી.
નવીન પટનાયક ની પાર્ટીનુ સમર્થન મળવાની સાથે જ સંથાલ સમુદાય સાથે સંબંધ રાખનારી દ્રૌપદી મુર્મૂની પાસે લગભગ 52 ટકા મત (લગભગ 5,67,000 મત) થઇ ગયા છે. રાષ્ટ્રપતિ ચૂંટણી માટે કુલ 10,86,431 મત છે. દ્રૌપદી મુર્મૂને મળનારા આ સંભવિત મતોમાંથી 3,08,000 મત બીજેપી અને તેના સહયોગી સાંસદોના છે. વળી, બીજૂ જનતા દળની પાસે લગભગ 32,000 મત છે, જે કુલ મત મૂલ્યના લગભગ 2.9 ટકા છે.
બીજૂ જનતા દળ અધ્યક્ષ અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે રાજ્ય વિધાનસભાના તમામ સભ્યોને અનુરોધ કર્યો છે કે તે 18 જુલાઇએ થનારી ચૂંટણીમાં 64 વર્ષીય દ્રૌપદી મુર્મૂનો સાથ આપે, હાલમાં ઇટાલીની યાત્રા પર ગયેલા પટનાયકે દ્રૌપદી મુર્મૂને ઓડિશાની દીકરી બતાવતા તેનુ સમર્થન કરવાની અપીલ કરી છે.
બીજી તરફ જોકે, કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા નરસિંહ મિશ્રાએ કહ્યું કે બીજેપીના નિર્વાચક મંડળે બીજદના મતોનુ ધ્યાન રાખતા દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા છે. તેમણે કહ્યું કે, સંભવતઃ તે ઉપયુક્ત ઉમેદવાર હોવા છતાં અમે ચૂંટણીમાં તેનુ સમર્થન ના કરીએ.
ચૂંટણીના આ ભાગદોડ વચ્ચે બુધવારે સવારે ભુવનેશ્વર રવાનવા થયા પહેલા દ્રૌપદી મુર્મૂએ ઓડિશાના મયૂરગંજ જિલ્લાના આદિવાસી બહુમતી રાયરંગપુરમાં શિવમંદિરમાં સવારે ઝાડૂ લગાવ્યુ, ઝારખંડના રાજ્યપાલ પદથી ઓગસ્ટ, 2021માં સેવાનિવૃત્ત થયા બાદ સવારે મંદિરમાં ઝાડૂ લગાવવુ દ્રૌપદી મુર્મૂની દિનચર્યાનો ભાગ બની ગયો હતો. અન્ય દિવસોની જેમ જ દ્રૌપદી મુર્મૂએ સ્નાન બાદ મંદિરમાં પૂજા કરી અને નંદીના કાનોમાં પોતાની મનોકામના કહી.
ઉલ્લેખનીય છે કે, બીજેપી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા તરફથી મંગળવારની રાત્રે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂના નામની જાહેરાત કરવામાં આવ્યા બાદ કેન્દ્ર સરકારે તેને ઝેડ પ્લસ સુરક્ષા આપી છે. આજે સવારે પણ મંદિરમાં પૂજા દરમિયાન સીઆરપીએફના જવાનોએ મંદિરને ચારેબાજુથી ઘેરી લીધુ હતુ.
પહેલીવાર આદિવાસી રાષ્ટ્રપતિ બની શકે છે દ્રૌપદી મુર્મૂ. ચૂંટાયા બાદ દ્રૌપદી મુર્મૂ દેશની પહેલી આદિવાસી અને સૌથી ઓછી ઉંમરની રાષ્ટ્રપતિ બનશે, આશા છે કે તેને અન્નામુદ્રક અને વાયએસઆર કોંગ્રેસ જેવી ક્ષેત્રીય પાર્ટીઓનુ પણ સમર્થન મળશે.