ગાંધીનગર : PM મોદી તેમની માતા હીરાબાના 100માં જન્મ દિવસ નિમિત્તે ગાંધીનગરના રાયસણ સ્થિત ઘરે આશીર્વાદ લેવા પહોંચ્યા સવારે 6.30 કલાકે હતાં. જ્યાં તેમણે અડધો કલાકથી વધારે સમય પોતાની માતા સાથે ગાળ્યો હતો. PM મોદી પોતાની માતા માટે ખાસ ભેટ લઈને પહોંચ્યા હતા.PM મોદીએ માતા હીરાબાને શીરો ખવડાવી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.
આ ઉપરાંત પોતાની માતાના ચરણ ધોઈને આશીર્વાદ લીધા હતાં. PM મોદી પોતાની માતા માટે ખાસ ભેટ તરીકે શાલ લઈને પહોંચ્યા હતા, જે તેમને અર્પણ કરી હતી.માતા હીરાબાના ચરણ ધોઈ PM મોદીએ તે પાણીને પોતાના માથે ચડાવ્યું હતું. માતાને ગુલાબનો હાર પણ પહેરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, PM મોદીના આગમનને લઈને ગાંધીનગરમાં રાયસણ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત રાયસણ ગામ તરફ નિવાસસ્થાનના રૂટ પર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે. કે, શનિવારે વહેલી સવારે ગાંધીનગરમાં હીરાબાના નિવાસસ્થાને પ્રધાનમંત્રી મોદી પોતાના કાફલા સાથે આવી પહોંચે છે. આ વખતે PM મોદી પોતાના માતાને મળવા ગયા ત્યારે હાથમાં કોઈ ગિફ્ટ લઈને આવ્યા હતા.