સંઘ પ્રદેશ દમણના ડાભેલ વિસ્તારમાં બળાત્કાર બાદ યુવતીની હત્યા કરવાની ઘટનાએ ભારે ચકચાક મચાવી છે. ઘેલવાડ ગામે મૂળ બિહારની યુવતી સાથે બે યુવકોએ બળાત્કાર કર્યો હતો. હવસ સંતોષ્યા બાદ આ હેવાનોએ યુવતીને મોતને ઘાટ ઉતારી લાશ ઝાડીમાં ફેંકી દીધી હતી. જોકે ઘટનાની જાણ થતાં જ દમણ પોલીસે પણ ગણતરીના સમયમાં ગુનાનો ભેગ ઉકેલવા સાથે એ બંને નરાધમોની પકડી લોકઅપના સળિયા પાછળ ધકેલી દીધા છે.
મળતી માહિતી અનુસાર ડાભેલ વિસ્તારમાં એક ઝાડી વિસ્તારમાં એક યુવતીનો મૃતદેહ મળ્યો હોવાની જાણકારી પોલીસને મળી હતી. આ મામલે દમણ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો ત્યારે અર્ધ નગ્ન હાલતમાં યુવતીનો મૃત્યુ મળી આવ્યો હતો. શરીરની સ્થિતિ જોતા તેણી ઉપર બળાત્કાર ગુજારાયાનું જણાય આવતું હતું. ઘટનાની ગંભીતાને લઈને દમણ પોલીસે આ યુવતીની ઓળખ શરૂ કરી હતી અને યુવતીનું મોતનું સાચું કારણ મેળવવા માટે યુવતીના પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
આ સાથે જ યુવતીની ઓળખ માટે દમણ પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ આરંભી હતી. જેમાં દમણ પોલીસ યુવતીની ઓળખ પહેલા આરોપીઓ સુધી પહોંચી ગઇ હતી. આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. દમણ પોલીસે નીતિશ પાસવાન અને ગજેન્દ્ર નામના બે આરોપીની ધરપકડ કરી લીધી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ બંને ઉત્તર પ્રદેશ અને બિહારના વતની છે.
દમણ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક યુવતી મૂળ બિહારની છે. દમણ પોલીસે આ યુવતીની ઓળખ પ્રસ્થાપિત કરી નથી. દમણ પોલીસની તપાસમાં આવ્યું છે કે આ બંને હેવાન ઈસમો દ્વારા જ યુવતી જ સાથે ગેંગરેપ કરી તેને મોતને ઘાટ નીપજાવી હતી. પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે બહાર આવ્યું છે કે આ યુવતી દમણના ઘેલવડ ગામે પોતાની એક મહિલા મિત્રને મળવા ગઈ હતી .પરંતુ જે તે વખતે આ મહિલાના રૂમ પર તાળું મારેલું હતું તેથી તે તેના પાડોશી નિતેશના ઘરે ગઈ હતી.
નિતેશની પત્નીને આ યુવતી સાથે આછો પાતળો પરિચય હતો. જો કે જે તે વખતે નીતિશની પત્ની હાજર ન હતી અને નીતિશ અને તેનો મિત્ર દારૂની પાર્ટી કરી રહ્યા હતા. ત્યારે આ પીડીતાને વાતોમાં ભેળવીને આ બંને ઈસમો દ્વારા યુવતીને તેના રૂમમાં લઈ જવામાં આવી હતી અને બંને હેવાનો દ્વારા દારૂના નશામાં આ યુવતી સાથે ગેંગરેપ કર્યો હતો.અને ત્યારબાદ આ યુવતીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. જોકે રાત્રે 1:00 વાગ્યાના સમય આ બંને હેવાનિ સમયે આ યુવતીના મૃતદેહને થોડી દુર એક ઝાડીઓ નાખી ફરાર થઈ ગયા હતા.
દમણ પોલીસે ઝડપી તપાસ અને બાતમીદારો તેમજ અન્ય ટેકનીકલ ઇન્ટેલન્જસની મદદ લઈને રેપ વિથ મર્ડરને આથી ઉકેલી નાખી છે. કોર્ટમાં રજૂ કરાતા દમણ કોર્ટ દ્વારા આ બંનેને 25 જુલાઈ સુધીના રિમાન્ડ પણ આપવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસા થાય તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે ત્યારે બિહારથી રોજગારી મેળવવા આવેલ આ યુવતી ને નાનકડી ઓળખાણ ભારે પડી છે. પોલીસ હવે આ યુવતીની ઓળખ માટે કવાયત કરી રહી છે.