લોહી શરીરની કોશિકાઓને પોષક (પદાર્થ) અને પ્રાણવાયુ જેવા જરૂરી તત્વો પુરૂ પાડતું તથા તે જ કોશિકાઓમાંથી બગાડનો નિકાલ કરતું શારીરિક પ્રવાહી છે. માનવ શરીરમાં 7% વજન રક્તનું હોય છે, અને તેની અંદાજિત ઘનતા 1060 kg/m3 હોય છે. જે શુદ્ધ પાણીની 1000 kg/m3 ઘનતાની અત્યંત નજીક છે.પુખ્ત વયની વ્યક્તિમાં રક્તનું પ્રમાણ સરેરાશ 5 લિટર જેટલું (1.3 ગેલન) હોય છે. અનેક જાતના કોશિકાઓ અને પ્લાઝ્માનું મિશ્રણ (ક્યારેક તેને કોર્પસેલ્સ કહેવામાં આવે છે); આ રચાયેલા ઘટકો એરીથ્રોસાઈટ્સ (લાલ રક્તકણો), લ્યુકોસાઈટ્સ (શ્વેત રક્તકણો), અને થ્રોમ્બોસાઈટ્સ (પ્લેટલેટ) છે. રક્તના સમગ્રતયા પ્રમાણની દૃષ્ટિએ લાલ રક્તકણો 45%, પ્લાઝ્મા લગભગ 54.3%, અને શ્વેત કણો લગભગ 0.7% જેટલા હોય છે.
સામાન્ય રીતે આપમે 4 પ્રકારના બ્લડ ગ્રુપ (Blood Group) જોયા હશે. જેમાં A, B, O અને AB નો સમાવેશ થાય છે. પણ ગુજરાતમાં કંઈક એવું બ્લડ ગ્રુપ મળ્યું કે જે ભારતમાં પહેલી વાર જોવા મળ્યું. જેનું નામ EMM Negative છે. ગુજરાતના રાજકોટ શહેરના 65 વર્ષીય વ્યક્તિના શરીરમાં આ દુર્લભ લોહી વહી રહ્યું છે. આ વ્યક્તિને હૃદયની બીમારી છે. EMM Negative ને 42 મુ બ્લડ ગ્રુપ સિસ્ટમ માનવામાં આવી રહ્યું છે. આ પ્રકારના બ્લડ ગ્રુપ ને લીધે શરીરમાં EMM હાઈ ફ્રીક્વન્સી એન્ટીજન્ટની ઉણપ હોય છે. આ બ્લડ ગ્રુપ ધરાવતા લોકો લોહી આપી સકતા નથી અને કોઈનું લોહી લઇ પણ સકતા નથી.
મીડિયા રિપોર્ટ મુજબ રાજકોટના 65 વર્ષીય વ્યક્તિને હાર્ટ-એટેક આવતા અમદાવાદ લાવવામાં આવ્યા હતા. એમની હાર્ટ સર્જરી માટે લોહીની જરૂર હતી. જયારે અમદાવાદ લેબોરેટરીમાં બ્લડ સેમ્પલની તાપસ શક્ય નો બની તો બ્લડ સેમ્પલ સુરત બ્લડ ડોનેશન સેન્ટરમાં મોકલવામાં આવ્યું. વિશ્લેષકોના મત મુજબ આ સેમ્પલ કોઈ સામાન્ય બ્લડ ગ્રુપ સાથે મેચ થતું ન હોવાને લીધે વધુ તાપસ અર્થે અમેરિકા મોકલવામાં આવ્યું. ત્યાર પછી આ બ્લડ ગ્રુપને EMM નેગેટિવ તરીકે ઓળખવામાં આવ્યું. આ બ્લડ ગ્રુપ ભારતમાં પહેલું અને વિશ્વમાં દસમું બ્લડ ગ્રુપ બન્યું.
લોહી શરીરની અંદર ઘણી મહત્વની કામગીરીઓ બજાવે છે.
*પેશીને પ્રાણવાયુ પૂરો પાડવો (લાલ રક્તકણોમાં હિમોગ્લોબિનનું વહન થાય છે)
*શર્કરા, એમિનો એસિડ( અને ફેટી એસિડ જેવા પોષક તત્વોનો પુરવઠો આપે છે (જે રક્તમાં અથવા પ્લાઝમા પ્રોટીન((દા.ત., રક્ત તત્વોમાં વિલિન થતા હોય છે)
*કાર્બન ડાયોક્સાઇડ, યુરિયા અને લેક્ટિક એસિડ જેવા કચરાનો નિકાલ
*રોગપ્રતીકારક કાર્યવાહી, જેમાં શ્વેત રક્તકણોના વહન અને એન્ટિબોડી(બાહ્વ રોગનાં જંતુઓનો સામનો કરનારાં
*લોહીનાં, પ્રતિદ્રવ્યો)દ્વારા બાહ્ય પદાર્થની ઓળખવાનો સમાવેશ થાય છે.
*લોહીનું ગંઠાવું, કે જે શરીરની સ્વ-ઉપચાર પ્રક્રિયાનો એક ભાગ છે (ઈજા સમયે રક્તને વહી જતું અટકાવવા માટેની લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયા)
*સંદેશાવાહકના કાર્યોમાં અંતઃસ્ત્રાવો અને પેશીને નુકસાનના સંકેત આપવાનો સમાવેશ થાય છે.
*શરીરનું નિયંત્રણ pH (શરીરનું સામાન્ય pH લોહી 7.35–7.45ની શ્રેણીમાં હોય છે)[૩] (જે માત્ર 0.1 pH એકમને આવરે છે)
*શરીરના તાપમાનના નિયંત્રણની મુખ્ય કામગીરી, પ્રવાહી સંચાલન કામગીરી