માતા દરેક સ્વરૂપે બાળકો માટે એટલી જ ખાસ હોય છે જેટલી મનુષ્ય માટે. વાયરલ થયેલા વીડિયોમાં એક ઉંદરે બાળકને સાપના મોંમાંથી બચાવીને શ્વાસ લીધો હતો. ટ્વિટર પેજ @DoctorAjayita પર શેર કરવામાં આવેલ વિડિયોમાં, એક ઉંદર તેના બાળકને ઝેરી સાપ ના મોંમાંથી બચાવવા માટે બાથ ભીડતી જોવા મળે છે. સાપ ઝડપથી શિકાર કરવા માંગતો હતો, પરંતુ ઉંદરની માતા તેના માર્ગમાં અવરોધ બની ગઈ. તેણી તેને વારંવાર રોકતી રહી અને અંતે સાપને ઉંદરને છોડીને સ્થળ પરથી ભાગી જવું પડ્યું.
બાળકો પર કોઈ સંકટ આવે ત્યારે માતાનો સંકટમોચન અવતાર જોવા મળે જ છે. દયા, માયા, પ્રેમની મૂર્તિ ગણાતી માતા બાળકોના માતાને જોખમ જણાતા જ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં વાર લાગતો નથી. બાળકો પર કોઈ ખતરો હોય કે તરત જ માતાપિતા સૌથી મોટું જોખમ લઈને તેમને બચાવવાનો પ્રયાસ કરે છે. ભલે ગમે તેટલો મોટો ખતરો હોય. જેમ ઉંદરે બાળકને મોતના મુખ માંથી બહાર કાઢ્યું. ટ્વિટર પેજ @DoctorAjayita પર શેર કરવામાં આવેલા વીડિયોમાં, એક ઉંદર તેના બાળકને ઝેરી સાપના મોંમાંથી બચાવવા માટે સાપ સાથે લડે છે. અને જ્યાં સુધી તે બાળકને છોડી ન દે ત્યાં સુધી સાપને લડાઈ આપે છે.
સૌથી મોટી વાત એ છે કે સાપને જોઈને બધાનો ડર વધી જાય છે. ખાસ કરીને ઉંદરોની પ્રજાતિ સાપનો પ્રિય શિકાર છે, તેને જોઈને ઉંદરો બિલમાં છુપાઈ જવા માંગે છે. આવી સ્થિતિમાં એક માતાએ સાપ સાથે ખુલ્લેઆમ પંગો લીઘો, મક્કમતાંથી બાથ ભીડી. કારણ, સાપે તેના બાળકને મોઢામાં પકડી લીધું હતું. જો કે ઉંદરે પણ જાનની બાજી લગાવી સાપનો સામનો કર્યો. શિકારી સાથે જંગ છેડ્યો અને વિજય પણ મેળવ્યો. ઉંદરના વળતાં હુમલાથી હેરાન સાપ બચ્ચાને છોડી ભાગવા મજબૂર બન્યો હતો. આ વીડિયો ખૂબ વાઇરલ થઇ રહ્યો છે. સ્વરુપ કહો કે ખોળિયું કોઇપણ હોય. માં એ માં જ રહે છે.