ગુજરાતમાં લગભગ પખવાડિયાથી ભારે વરસાદથી લોકોને રાહત મળી છે. રાજ્યમાં વરસાદી વાતાવરણ છે અને સામાન્ય વરસાદ થઈ રહ્યો છે. દરમિયાન, 22 જુલાઈથી હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદનું જોર ફરી વધે તેવી આગાહી હવામાન વિભાદ દ્વારા કરવામાં આવી છે. ત્યાં સુધી રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડશે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 57 ટકાથી વધુ વરસાદ થઈ ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને 22 જુલાઈ પછી તેમાં વધારો થવાની શક્યતા છે. આજે રાજ્યના અરવલ્લી અને મહિસાગરમાં વરસાદ પડી શકે છે. આ સાથે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. કચ્છ ઉપરાંત દીવ-દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદની સંભાવના છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 155 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં અમદાવાદ જિલ્લાના ધોળકામાં સૌથી વધુ 3 ઈંચ, મહેસાણાના કડીમાં 2 ઈંચ, રાધનપુરમાં 1.50 ટકા, ભાભર, ખેરગામ અને ધોલેરામાં 0.75 ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 54 ટકાથી વધુ વરસાદ થયો છે. જેમાં કચ્છમાં સિઝનનો 103 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં 57.46 ટકા, દક્ષિણ ગુજરાતમાં 72.89 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 44.82 ટકા અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 32.40 ટકા વરસાદ નોંધાયો છે.