મહારાષ્ટ્રના રાજકીય સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદેના જૂથની 2 અલગ અલગ અરજીઓ પર સુનાવણી હાથ ધરાઈ છે. એક અરજી એકનાથ શિંદેએ દાખલ કરી છે જ્યારે બીજી અરજી બળવાખોર ધારાસભ્ય ભરત ગોગાવલે તરફથી કરવામાં આવી છે. બંને અરજીઓમાં ડેપ્યુટી સ્પીકરના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. સૌથી પહેલા તો એ નોટિસને પડકારવામાં આવી છે જેમાં 16 બળવાખોરોની સદસ્યતા સમાપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જ્યારે શિંદેને નેતા પદેથી દૂર કરવા તથા અજય ચૌધરીને ચીફ વ્હિપ નિયુક્ત કરવાના નિર્ણયને પણ પડકારવામાં આવ્યો છે. સુપ્રિમ કોર્ટે પ્રાથમિક સુનાવણી બાદ હવે 11મી જુલાઇની મુદત આપી છે. ત્યાં સુધી આ ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાની કાર્યવાહી 11મી જુલાઇ સુધી કરી શકાશે નહી.

અરજીની સુનાવણી હાથ ધરતાં સુપ્રીમ કોર્ટે સિંઘવીને એવો સવાલ કર્યો હતો કે, જે સ્પીકર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હોય તે કોઈ સદસ્યની અયોગ્યતાની કાર્યવાહી કઈ રીતે શરૂ કરી શકે. સુપ્રીમ કોર્ટે એવો સવાલ કર્યો હતો કે, ડેપ્યુટી સ્પીકર પોતાની સામેના પ્રસ્તાવમાં પોતે જ જજ કઈ રીતે બની ગયા? કોર્ટે સવાલ કર્યો હતો કે, શિંદેની ટીમે ઈ-મેઈલના માધ્યમથી ડેપ્યુટી સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ મોકલી હતી જેના પર ધારાસભ્યોના હસ્તાક્ષર હતા. જવાબમાં ડેપ્યુટી સ્પીકરના વકીલે કહ્યું કે, હા નોટિસ આવી હતી પણ તેને રદ કરવામાં આવી હતી.
ત્યારે કોર્ટે આકરા શબ્દોમાં કહ્યું હતું કે, ડેપ્યુટી સ્પીકર અને વિધાનસભા કાર્યાલયે એક એફિડેવિટ દાખલ કરવું પડશે. જણાવવું પડશે કે, ડેપ્યુટી સ્પીકર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ આવ્યો હતો કે નહીં. જો આવ્યો હતો તો તેને રિજેક્ટ શા માટે કરવામાં આવ્યો.

શિવસેનાના વકીલે 1992ના કિહોટો હોલોહન કેસનો હવાલો ટાંકી દલીલો કરવામાં આવી હતી. કોર્ટમાં દલીલ દરમિયાન શિવસેનાના અભિષેક મનુ સિંઘવીએ જીવનું જોખમ હોવાની વાત પાયાવિહોણી હોવાનો દાવો કર્યો હતો. સિંઘવીએ જણાવ્યું કે, 1992ના કિહોટો હોલોહન કેસમાં પણ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે, જ્યાં સુધી સ્પીકર કોઈ નિર્ણય ન લે ત્યાં સુધી કોર્ટમાં કોઈ એક્શન ન થવી જોઈએ. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે એવો સવાલ કર્યો હતો કે, શું 1992ના કેસમાં પણ સ્પીકરની પોઝિશન સામે સવાલો ઉભા થયા હતા. ત્યારે સિંઘવીએ જણાવ્યું કે, રેબિયા કેસ પ્રમાણે સ્પીકર ભલે ખોટો નિર્ણય લે પરંતુ તેમના નિર્ણય બાદ જ કોર્ટ દખલ કરી શકે.
સુપ્રીમ કોર્ટમાં શિંદેની ટીમ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, 39 ધારાસભ્યો તેમના સાથે છે. આમ મહારાષ્ટ્ર સરકાર લઘુમતીમાં છે. તેમણે જણાવ્યું કે, જ્યારે ડેપ્યુટી સ્પીકરની છબિ જ શંકાના ઘેરામાં હોય તો તેઓ અયોગ્ય ઠેરવવાનો પ્રસ્તાવ કઈ રીતે લાવી શકે. પહેલા એ અરજીઓ પર સુનાવણી થવી જોઈએ જેમાં ડેપ્યુટી સ્પીકરને દૂર કરવાની માગણી કરવામાં આવી છે. ડેપ્યુટી સ્પીકર સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટે એવો સવાલ કર્યો હતો કે, પહેલા હાઈકોર્ટમાં શા માટે ન ગયા. તેના જવાબમાં વકીલે કહ્યું કે, આ ગંભીર કેસ હતો માટે સીધા અહીં આવ્યા. શિંદેના વકીલે કહ્યું કે, આર્ટિકલ 32 પ્રમાણે અરજી કરી શકાય. અમારા સાથે પાર્ટી શિવસેનાના 39 ધારાસભ્યો છે. અમને ધમકીઓ આપવામાં આવે છે. જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે. ઘર સહિતની અન્ય સંપત્તિઓને નુકસાન પહોંચાડવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, બળવાખોર ધારાસભ્યોએ 2 અરજી આપી છે. પહેલું તો તેમના જીવને જોખમ દર્શાવ્યું છે અને બીજું ડેપ્યુટી સ્પીકર દ્વારા તેમને ઓછો સમય આપવામાં આવ્યો હોવાનું કહેવામાં આવ્યું છે.
શિવસેનાના બાગી ધારાસભ્યોએ આજે સાંજે 5:00 વાગ્યા સુધીમાં અયોગ્ય ઠેરવવા અંગેની નોટિસનો જવાબ આપવાનો હતો. સુપ્રીમ કોર્ટે ડેપ્યુટી સ્પીકરની આ નોટિસ પર 11મી જુલાઈ સુધી રોક લાગતી હોવાનું જણાવ્યું. મતલબ કે હવે ત્યાં સુધી આ ધારાસભ્યોને અયોગ્ય નહીં ઠેરવી શકાય. એકનાથ શિંદેની અરજી પર સુપ્રીમ કોર્ટે લગભગ તમામ પક્ષોને નોટિસ આપી છે. તમામ પક્ષોએ 5 દિવસની અંદર આ નોટિસનો જવાબ આપવાનો છે. આગામી 11 જુલાઈના રોજ આ કેસની આગળની સુનાવણી હાથ ધરાશે. જે પક્ષોને નોટિસ પાઠવવામાં આવી છે તેમાં ડેપ્યુટી સ્પીકર, વિધાનસભાના સચિવ, કેન્દ્ર સરકાર, મહારાષ્ટ્ર પોલી, શિવસેના ધારાસભ્ય દળના નેતા અજય ચૌધરી, સુનીલ પ્રભુ વગેરેનો સમાવેશ થાય છે.
સુપ્રીમ કોર્ટે સિંઘવીને એવો સવાલ કર્યો હતો કે, જે સ્પીકર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હોય તે કોઈ સદસ્યની અયોગ્યતાની કાર્યવાહી કઈ રીતે શરૂ કરી શકે. સુપ્રીમ કોર્ટે એવો સવાલ કર્યો હતો કે, ડેપ્યુટી સ્પીકર પોતાની સામેના પ્રસ્તાવમાં પોતે જ જજ કઈ રીતે બની ગયા? કોર્ટે સવાલ કર્યો હતો કે, શિંદેની ટીમે ઈ-મેઈલના માધ્યમથી ડેપ્યુટી સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ મોકલી હતી જેના પર ધારાસભ્યોના હસ્તાક્ષર હતા. જવાબમાં ડેપ્યુટી સ્પીકરના વકીલે કહ્યું કે, હા નોટિસ આવી હતી પણ તેને રદ કરવામાં આવી હતી.
ત્યારે કોર્ટે આકરા શબ્દોમાં કહ્યું હતું કે, ડેપ્યુટી સ્પીકર અને વિધાનસભા કાર્યાલયે એક એફિડેવિટ દાખલ કરવું પડશે. જણાવવું પડશે કે, ડેપ્યુટી સ્પીકર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ આવ્યો હતો કે નહીં. જો આવ્યો હતો તો તેને રિજેક્ટ શા માટે કરવામાં આવ્યો.
ઉપરાંત મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી પણ કોરોના સંક્રમણમાંથી સાજા થયા બાદ હોસ્પિટલમાંથી પરત આવ્યા છે. આ કારણે તેમની કાર્યવાહી પર પણ સૌની નજર છે. કોશ્યારીએ કેન્દ્રીય ગૃહ સચિવને પત્ર લખીને બળવાખોર ધારાસભ્યોના પરિવારોને તાત્કાલિક સુરક્ષા પૂરી પાડવાના નિર્દેશ આપ્યા છે.