ગુજરાતના ગાંધીનગરમાં આવેલી અને દેશની એકમાત્ર બાળ વિશ્વવિદ્યાલય( ચિલ્ડ્રન યુનિવર્સિટી) ગાંધીનગરની રિસર્ચ કમિટી તથા એકેડેમિક કાઉન્સિલમાં સુરતના જાણીતા મનોવૈજ્ઞાનિક ડો. રુદ્રેશ વ્યાસની નિયુક્તિ કરવામાં આવી છે. સરકારની અતિ મહત્વકાંક્ષી એવી આ યુનિવર્સિટિમાં ડો.વ્યાસની નિમણૂંક સુરતના શિક્ષણ જગત માટે ગૌરવશાળી ગણવામાં આવી રહી છે.
વર્ષ 2009માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બાળકોના સર્વાંગી વિકાસના ક્ષેત્રોમાં સંશોધન કરવાના ઉદ્દેશ્ય સાથે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. યુનિવર્સિટીની સ્થાપના “ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી એક્ટ, 2009” દ્વારા કરવામાં આવી હતી અને તે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન સાથે જોડાયેલી છે. યુનિવર્સિટી બાળકોના વિકાસને સરળ બનાવવા માટે યોગ્ય વાતાવરણ અને પ્રણાલીઓ બનાવવા માટે સંશોધન, શિક્ષણ, તાલીમ અને વિસ્તરણ સેવાઓનું સંચાલન કરે છે. ભારતની એકમાત્ર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી છે.

સુરતની 102 વર્ષ જૂની રાજ્યની પ્રતિષ્ઠિત એમ.ટી.બી આર્ટસ કોલેજ ના મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ રુદ્રેષ વ્યાસની બાળ વિશ્વવિદ્યાલય( ચિલ્ડ્રન યુનિવર્સિટી) ગાંધીનગર માં રિસર્ચ કમિટી તથા એકેડેમિક કાઉન્સિલમાં નિયુક્તિ કરવામાં આવી છે. ચિલ્ડ્રન યુનિવર્સિટી બાળકોને ધ્યાનમાં રાખી કાર્ય કરતી દેશભરની એકમાત્ર યુનિવર્સિટી છે. જેમાં બાળકના શારીરિક, માનસિક, સામાજિક, આવેગિક, બોદ્ધિક અને આધ્યાત્મિક વિકાસ વિશેના સંશોધનો અને અભ્યાસક્રમો વગેરે ચાલી રહ્યા છે. બાળ મનોવિજ્ઞાનના અભ્યાસુ અને નિષ્ણાત એવા ડોક્ટર રૂદ્રેશ વ્યાસની આ યુનિવર્સિટીના સંશોધન વિભાગ અને એકેડેમિક કાઉન્સિલમાં નિયુક્તિ થઈ છે. ડૉ વ્યાસ ડીસલેક્ષિયા, આત્મહત્યા નિવારણ , પરીક્ષા દરમ્યાન બાળકોના તણાવ નિવારણ વગેરે કાર્યો માટે રાજ્યભરમાં જાણીતા છે.
આ અગાઉ એનસીઆરટી દ્વારા Guidance and counselling ના focus group માં સમાવેશ બાદ હવે જી.સી.ઇ.આર.ટી દ્વારા રાજ્યકક્ષાના Guidance and counselling ની સમિતિમાં પણ ડૉ રૂદ્રેશ એમ વ્યાસનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રાજ્યની શાળાઓમાં સલાહ અને માર્ગદર્શન માટે નવી શિક્ષણ નીતિ અંતર્ગત કયા પગલા લેવાવા જોઇએ અને આવનારા વર્ષોમાં આ માટે કયા પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ તેની ભલામણો આ સમિતિ દ્વારા કરવામાં આવે છે. સમિતિના અધ્યક્ષ જીએલએસ યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર ડોક્ટર ભાલચંદ્ર જોશી છે. જે ખૂબ સરસ રીતે તેનું કાર્ય કરી રહી છે.