રાજ્યના માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ દસની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. બોર્ડની વેબસાઈટ gseb.org ધોરણ દસની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ-10 બોર્ડનું 65.18 ટકા પરિણામ જાહેર કરાયું છે.
ધોરણ 10ની પરીક્ષા 28 માર્ચથી 9 એપ્રિલની વચ્ચે યોજાઈ હતી. અંદાજીત નવ લાખ 70 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજ્યના 81 ઝોન અને 958 પરીક્ષા કેંદ્રો, ત્રણ હજાર 182 પરીક્ષા સ્થળ અને 33 હજાર 231 પરીક્ષા ખંડમાં બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. આ વર્ષે ધોરણ 10ના 9.70 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 10ની પરીક્ષાનું 65.18 ટકા પરિણામ આજે જાહેર થઈ ગયું છે. સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા અને પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે છોકરાઓ કરતાં છોકરીઓએ 11.74 ટકા વધુ પરિણામ મેળવ્યું છે.
ધોરણ 10 બોર્ડનું 65.18 ટકા પરિણામ આવ્યું છે. જેમાં 294 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે. 1007 શાળાઓનું 30 ટકાથી ઓછું પરિણામ અને 121 શાળાઓનું ઝીરો ટકા પરિણામ આવ્યું છે. રાજકોટના રૂપાવટી કેન્દ્રનું સૌથી વધુ પરિણામ જાહેર કરાયું છે. રૂપાવટી કેન્દ્રનું 94.80 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે દાહોદના રૂવાબારી મુવાડા કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે. રૂવાબારી મુવાડા કેન્દ્રનું 19.17 ટકા પરિણામ આવ્યું છે.
ધોરણ 10 બોર્ડનું 65.18 ટકા પરિણામમાં ગુજરાતી માધ્યમમાં 63.13 ટકા, હિન્દી માધ્યમમાં 63.96 ટકા અને અંગ્રેજી માધ્યમમાં 81.50 ટકા પરિણામ આવ્યું છે. આ સિવાય અમદાવાદ જિલ્લાનું 63.98% પરિણામ, ગાંધીનગર જિલ્લાનું 65.83% પરિણામ, જૂનાગઢ જિલ્લાનું 66.25% પરિણામ, વડોદરા જિલ્લાનું 61.21% પરિણામ, રાજકોટ જિલ્લાનું 72.86% પરિણામ અને જામનગર જિલ્લાનું 69.68% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, ચાલુ વર્ષે ધોરણ 10ના પરિણામમાં 12,090 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ, 52,992 વિદ્યાર્થીઓને A-2 ગ્રેડ, 93,602 વિદ્યાર્થીઓને B-1 ગ્રેડ, 1,30,097 વિદ્યાર્થીઓને B-2 ગ્રેડ, 1,37,657 વિદ્યાર્થીઓને C-1 ગ્રેડ મેળવ્યો છે.

- સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર રૂપાવટી રાજકોટ જિલ્લો-94.80 ટકા
*સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર રૂબાવારી મુવાડા દાહોદ- 19.17 ટકા
*સૌથી વધુ સુરત જિલ્લાનું 75.64 ટકા પરિણામ
*સૌથી ઓછું પાટણ જિલ્લાનું 54.29 ટકા પરિણામ
*100 ટકા પરિણામ ધરાવતી શાળા 294
*ધોરણ દસના છેલ્લા ત્રણ વર્ષના પરિણામ પર નજર કરીએ તો વર્ષ 2018માં ધોરણ દસનું 67.50 ટકા, વર્ષ 2019માં 66.97 ટકા અને વર્ષ 2020માં ધોરણ દસનું 60.64 ટકા પરિણામ જાહેર થયુ હતુ.