દીવ નગર પાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જેમાં ભાજપે 15 વર્ષ બાદ ભાજપે જીતનો પરચમ લહેરાવીને પાલિકાની કમાન પોતાની હસ્તક કરી લીધી છે
15 વર્ષ બાદ ભાજપે દીવ નગરપાલિકા કબજે કરી છે. તાજેતરમાં દીવ નગર પાલિકા માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં કુલ 13માંથી 7 વોર્ડના પરિણામ જાહેર થયા છે. જે તમામ સાતેય વોર્ડમાં ભાજપની જીત મેળવી છે. જયારે 6 વોર્ડ પહેલા જ ભાજપે બિન હરીફ કબ્જે કર્યા હતાં આમ છેલ્લા 15 વર્ષથી આ દીવ નગર પાલિકાના ચાલી રહેલા કોંગ્રેસનું રાજ ખતમ થઈ ગયું હતું.
ઉલ્લેખનીય છે કે,છેલ્લા 15 વર્ષથી દીવ નગરપાલિકાની સત્તા કોગ્રેસ પાસે હતી.ત્યારે તાજેતરમાં 13 વોર્ડમાંથી 7 વોર્ડ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં બંને પક્ષો દ્વારા બેઠકોને જીતવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. ત્યારે આજે રિણામ જાહેર થયું હતું જેમાં સાતેય બેઠક પર થઈ ભાજપની જીતનો પરચમ લહેરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભાજપના 6 વોર્ડના સભ્યો પહેલાથીજ બિન હરીફ થયા હતાં. ત્યારે આજે આવેલા પરિણામ બાદ તમામ વોર્ડમાં ભાજપે પોતાના કબ્જે કરી લીધો છે.આમ છેલ્લા 15 વર્ષ બાદ ભાજપે દીવ નગર પાલિકા કબ્જે કરી છે.