સુરતઃ શહેરના સગરામપુરા વિસ્તારમાં રહેતી સગીરાનું પ્રેમના ઓથે શારીરિક શોષણ કરાયું હતું. તેણીને ફરવાના બહાને ડુમસ બીચ લઇ ગયા બાદ ત્યાં ઇમોશનલી બ્લેકમેઇલ કરી મુખમૈથુન કરાવ્યું હતું. એટલું જ નહીં આ અંગતપળોનો વીડિયો બનાવી લીધા બાદ તે વાઇરલ કરવાની ધમકી આપી વારંવાર મળવા બોલાવાઇ હતી. મારી સાથે લગ્ન નહીં કરે તો કયાંય થવા નહીં દેવાની ધમકી આપી હતી. સનકી યુવકે લાંબા સમય સુધી તેણીને પોતાના વશમાં રાખી છે. સગાઇ થઇ ગયા બાદ પણ તેણીને બ્લેકમેઇલ કરાતી રહી. આ કરતૂતની જાણ મંગેતરને જાણ થઇ જતાં તેણે સગાઇ તોડી નાંખી અને પછી મામલો પોલીસમાં પહોંચ્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, સગરામપુરામાં રહેતી સગીરા સ્કૂલમાં અભ્યાસ કરતી હતી, ત્યારે તેને જાસીમ નામના યુવકે ફસાવી હતી. ઉંમરના નાજુક તબક્કે સગીરા કંઇ સમજે એ પહેલા તો જાસીમ તેણી સાથે ન કરવાનું કરી ચૂક્યો હતો. ઇમોશનલી વાતોમાં સપડાવી સગીરાને ડુમસ ફરવા લઇ જવાઇ હતી. જ્યાં ફરી એ જ ઇમોશનલ ડ્રામાં કરાયો હતો. સગીરા લાગણીના પ્રવાહમાં તણાઇ અને જાસીમે તેનો ફાયદો ઉઠાવ્યો. તેણી પાસે મુખમૈથુન કરાવ્યું હતું. વિતાવેલી અંગતપળોનો વીડિયો બનાવી લેવાયો હતો.

આ વીડિયોનો હથિયાર તરીકે ઉપયોગ કરી સગીરાને ધમકાવાઇ હતી. તું મારી સાથે લગ્ન નહીં કરે તો તારા કયાંય લગ્ન થવા દઇશ નહીં તેવી ધમકી આપી હતી. દરમિયાન સ્કૂલકાળ પુરો થયો અને એ યુવતીના લગ્ન પણ નક્કી કરી દેવાયા હતાં. જો કે એ સનકી જાસીમે તેણીનો પીછો છોડ્યો ન હતો. હવે તેણે મળવા નહીં આવે તો વીડિયો વાઇરલ કરી સગાઇ તોડાવી નાંખવાની ધમકી આપવા માંડી હતી. દરમિયાન ગત 10 જૂને ઘર નજીક રહેતી દાદીના ઘરેથી સગીરા વહેલી સવારે ગુમ થઇ ગઇ હતી. જોકે, તે સગરામપુરા ચોગાન શેરીમાંથી મળી આવી હતી. પરિવારે પૂછપરછ કરતાં મંગેતરને મળવા ગઇ હોવાનું કહ્યું હતું. જોકે, પરિવારે વધુ પૂછપરછ કરતાં પ્રેમી જાસીમ સલીમ શેખને મળવા ગઇ હોવાનો ધડાકો કર્યો હતો. તેમજ તેણે સ્કૂલમાં અભ્યાસ સમયે તેની સાથે સંબંધ બંધાયા હોવાનું પણ કબૂલ્યું હતું.
જાસીમ તેણીને બ્લેકમેઇલ કરી મળવા બોલાવતો હતો. વીડિયો બનાવ્યાની માતા-પિતાને જાણ થતાં તેમણે જાસીમ પાસે મોબાઇલમાંથી વીડિયો અને ફોટા ડિલીટ કરાવી દીધા હતા. પરંતુ પ્રેમીએ આ અંગે સગીરાના મંગેતરને વાત કરી દેતા સગાઈ તૂટી ગઈ હતી. બીજી તરફ પ્રેમી સગીરાને લગ્ન માટે દબાણ કરતો હોવાથી અંતે કંટાળેલી સગીરાએ પ્રેમી સામે ફરિયાદ કરતાં સમગ્ર ઘટના સામે આવી છે. પોલીસે સગીરાની ફરિયાદને આધારે કાર્યવાહી કરી જાસીમની ધરપકડ કરી લીધી છે.