જૂન મહિનામાં, ઘણા ગ્રહોની રાશિઓ બદલાઈ રહી છે અને ઘણા ગ્રહો વક્રી અને માર્ગી બની રહ્યા છે. આ અઠવાડિયે 4 જૂન અને 5 જૂને બુધ માર્ગી અને શનિદેવ વક્રી થઇ રહ્યા છે. બંને ગ્રહોના આ પરિવર્તનની રાશિઓ પર અલગ-અલગ અસર પડશે. શનિ કુંભ રાશિમાં વક્ર ગતિ કરી રહ્યો છે અને બુધ માર્ગમાં માર્ગી થઇ આગળ વધી રહ્યો છે. વૃશ્ચિક, કન્યા અને મેષ રાશિના જાતકો માટે બુધના માર્ગી હોવાના કારણે ખૂબ જ સારું પરિણામ મળશે. શનિની હાજરીને કારણે મેષ, કન્યા અને ધનુ રાશિના લોકોનો સમય ખૂબ જ શુભ છે. વૃષભ, મિથુન, સિંહ અને તુલા રાશિ માટે મિશ્ર સમય રહેશે. બીજી તરફ, શનિની કુટિલ ચાલ પણ કેટલીક રાશિઓ પર વિપરીત અસર કરી શકે છે. કર્ક, વૃશ્ચિક, મકર, કુંભ એવી રાશિઓ છે જેના પર શનિની સાડાસાતી ચાલી રહી છે. શનિની સાડાસાતીને કારણે આ રાશિના લોકો માટે સમય ઘણો ખરાબ રહેશે.
આજથી 3 દિવસ પછી થશે શનિ વક્રી, આ રાશિના જાતકોને મળશે શનિદેવની કૃપા
**કર્ક રાશિના લોકોના કોઈ સીધી સરળ રીતે પાર પડશે નહીં. અનેક અડચણો, પડકારો આવે. તેમને કોઈ કામ કરવાનું મન થાય નહીં, કામમાં મન પરોવાય નહી. આ સમયે મહત્વપૂર્ણ વ્યવસાયિક નિર્ણયો મુલતવી રાખો. બીમારી પણ તમને પરેશાન કરી શકે છે.
**વૃશ્ચિક રાશિના જાતકોને ભાગ્ય સાથ નહીં આપે, સ્વાસ્થ્યની બાબતમાં તમારે વિશેષ કાળજી લેવી પડશે. આ સમયે પૈસાની બાબતમાં સાવધાની રાખો. નોકરીમાં પણ ખાસ ધ્યાન રાખવું. વાણી ઉપર સંયમ રાખશો તો ઘણી મુશ્કેલીઓ ટાળી શકાશે.
**ધનુ રાશિના લોકો માટે શનિની પશ્ચાદવર્તી સ્થિતિ આર્થિક લાભ કરાવી શકે છે, પરંતુ સ્વાસ્થ્ય, પ્રવાસ, નોકરી વગેરેમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઘર પરિવાર કે નોકરી ધંધાના સ્થળે હળીમળીને રહેવું. સાથ અપશો તો સાથ મળશે. સહકારથી કામ શક્ય બને.
**મકર રાશિ માટે અનેક રીતે પરેશાનીઓ આવી રહી છે. સાંધાના દુખાવા, પેટની તકલીફો અને નોકરી-ધંધામાં સમસ્યાઓ વગેરેને કારણે ઘણી તકલીફો વધી શકે છે. સાવચેત રહેવાનો સમય છે. શારિરીક તરલીફો નોકરી ધંધા ઉપર પણ અસર પાડી શકે છે.